________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ
પત્ની, પુત્રને જન્મ આપી, પરધામ પહોંચી ગઈ છે. પૂર્વજન્મની સ્મૃતિ ઊભરી આવવાને કારણે એક યુવાનના જીવનમાં ઊભી થતી આત્મકસ્થાપનાની આ કથા દાર્શનિક વિષયને અનુરૂપ માવજત પામી નથી. જિજ્ઞાસામુલક મનોરંજનલક્ષી વાર્તામાળખાથી રચાયેલી આ કથામાં પસંદ કરાયેલ વિષયવસ્તુને કોઈ રીતે ન્યાય મળ્યો નથી. વાસ્તવિભાવનમાં તાર્કિકતા અને સુરેખતા સચવાયાં નથી. ભગીરથને યક્ષપ્રશ્ન એ તે પ્રાથમિક સામગ્રી હતી, એના વિનિયોગ વડે ખરેખર તે એના જીવનાનુભવમાંથી દાર્શનિક અર્થ નીપજાવવાનું હતું. પરંતુ અહીં તે લેખક વૃત્તાંતનિવેદન કરી, કેવળ કથારસ સંતોષી અટકી ગયા છે.
ગુજરાતી લઘુનવલમાં, આમ, આત્મવંચના, આત્મઘાત, આત્મસભાનતા, આત્મઅભિજ્ઞાન, આત્મસાક્ષાત્કાર, આત્મજાગૃતિ, આત્મબોધ, અનાત્મીકરણ, આત્મપ્રસ્થાપના-જેવાં વિષયવસ્તુઓ લેવાયાં છે. જોકે આ વિષયવસ્તુઓને બધી લઘુનવલોમાં પૂરો ન્યાય મળ્યો છે એવું નથી. ક્ષમતાપૂર્ણ અને શકયતાસભર લેવા છતાં “કોણ?', “ભાવ અભાવ', “ યક્ષપ્રશ્ન” જેવી કતિઓનાં વિષય-વસ્તુઓ વેડફાઈ ગયાં છે. તો “ઉપનાયક', 'પેરેલિસિસ', “તેડાગર',
આંધળી ગલી' જેવી કતિઓમાં વિષયવસ્તુઓને ગ્ય માવજત ન મળતાં એમાં કેટલીક . મર્યાદાઓ રહી ગઈ છે.
બીજ, સ્વ અને આત્માને લગતી આવી દાર્શનિક સમસ્યાઓમાંથી ઉપર નિર્દેશ કર્યો તેવી અમુક જ આપણી લઘુનવલમાં આવી છે, બીજી આવી કેટલીય દાર્શનિક સમસ્યાઓ વિષયવસ્વરૂપે હજ આવી નથી. જેમકે, આત્મહ, આત્મસન્માન, આત્મનિગ્રહ, આત્મનિંદા, આત્મદયા, આત્મણા, આત્મબલિદાન, આત્મવિડંબના જેવા વિષયવસ્તુઓની કથાઓ હજુ મળી નથી. એ વિષયવસ્તુઓ પણ ઓછાં રસપ્રદ નથી.
ત્રીજ', આવાં વિષયવસ્તુને લઈને કથાસર્જન કરતાં આપણું સજકોને આ વિષયના દાર્શનિક ગહન ગંભીર ધરાતલ અને પ્રકૃતિને પૂરો ખ્યાલ હેયે એવું જણાતું નથી. કેમકે આવી સમસ્યાઓને મનુષ્યના અસ્તિત્વમૂલક સંધર્ષના સ્તર ઉપર જેટલી મૂકવી જોઈએ તેવું થઈ શકતું નથી.
ચોથું, આવાં વિષયવસ્તુની માવજતમાં પણ પૂરી સજજતા સૂકમતા જણાતી નથી. મનુષ્યને મનનું તળિયું તપાસી લે, તેના અંતરના ઉંડાણનું અવગાહન કરી આપે, તેના ઉર-અતરની સંકુલતાને આંબી લે અને મનુષ્યના સ્વના સંધર્ષને કાં તો નીતિમૂલક, કાં તો મવિષયક, કાં તે ચેતનવિષયક, કાં તો અસ્તિત્વમૂલક, કાં તો કર્તવ્યમૂલક, કાં તે સામાજિકતાપરક, કાં તો માનસિકતાપરક, કાં તો ધર્મમૂલક ભૂમિકાએ સ્થિર કરીને કળાત્મક સ્તરે ઉજાગર કરી શકે એવી ઉપકારક ટેકનિકના વિનિયોગની અસમર્થતા પણ દેખાય છે.
સ્વા ૧૮
For Private and Personal Use Only