SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કબરસ્તાનમાં દાટેલાં ત્રણસેં બાળકો ઈ.સ. ૧૯૦૦ના દુકાળને પ્રસંગે મરણ દ્વારે ઉત્તમ ઘેટાં પાળકની બાથમાં આશ્રય પામ્યા તેમને સ્મરણાર્થે “તેઓને ફરી ભૂખ નહીં લાગસે” લેખના અક્ષરો ૨ સે.મી - ૧.૫ સે.મી માપના છે. લેખનો વિષય સ્પષ્ટ છે તે ઇ.સ. ૧૯00 દુષ્કાળમાં અહીં મૃત્યુ પામેલાં ૩૦૦ બાળકોની સ્મૃતિમાં આ ક્રોસ ઊભો કરવામાં આવ્યો હતો. અહીં “ઘેટાં પાળક’ શબ્દો ઇસુ માટે વપરાયેલ છે. અર્થાત આ મૃત બાળકો હવે ઈશ્વરની બાથમાં છે. લેખની અંતિમ પંક્તિ બાઇબલમાંથી લેવાઈ છે. આ પંક્તિ ખૂબ જ સૂચક છે. ભૂખમરાથી મૃત્યુ પામેલાં બાળકોને હવે ભૂખ નહીં લાગે. કારણકે તેઓ પાર્થિવ જગતને છોડીને ઈશ્વરની પાસે પહોંચી ગયા છે. ઈશ્વર સાન્નિધ્ય હોય તો પછી નશ્વર શરીરને ભૂખ ક્યાંથી લાગે? ક્રોસની મધ્યમાં એક નાનું અને તેને ફરતું મોટું વર્તુળ છે. નાના વર્તુળની મધ્યમાં ગ્રીક ક્રોસ છે. મોટાં વર્તુળમાં ચાર અર્ધવર્તુળો છે. આડી બાજુના બંને છેડે અને ઊભી બાજુના ઉપરના છેડાના ભાગે બંને બાજુએ સાત સાત ફળો આલેખ્યાં છે કુલ ૪૨ ફળો આલેખ્યાં છે. ક્રોસની પડખેની બધી બાજુએ ફૂલવેલનાં સુશોભનો છે. ક્રોસની પાછળની બાજુએ મધ્યમાં વર્તુળ કરીને તેમાં ચાવી, રણશિંગુ અને ભરવાડ (ઘેટાં પાળકોની લાકડી કોતરેલી છે. અંતિમ દિવસ એટલે કે ન્યાયના દિવસે ઈશ્વરના દેવદૂતો રણશિંગું ફંકીને મરેલાઓને ઉઠાડશે. અહીં કોતરેલ રણશિંગું એનો અણસાર આપે છે. અર્થાત્ આ બાળકો ફરી પાછા ત્યારે ન્યાયના દિવસે જીવતાં થશે. ચાવી એ સ્વર્ગના રાજ્યના તારની ચાવીનું સૂચન કરે છે અર્થાત્ આ બાળકો સ્વર્ગના રાજ્યના અધિકારી થયા છે. ભરવાડની લાકડી એટલે કે ઘેટાંપાળક અર્થાત્ ઇસુનું પ્રતીક છે. લેખમાં જણાવ્યા પ્રમાણે આ મૃત બાળકો ઘેટાંપાળક (ઇસુ)ની બાથમાં આશ્રય પામ્યાં છે. તેનું પણ સૂચન કરે છે. ઉપરના ઊભા ભાગમાં શહેનાઈ અને ફિડલ જેવાં વાજિંત્રોનું આલેખન કરેલું છે જે સંગીત દ્વારા આનંદનું સૂચન કરે છે. સ્વર્ગમાં તેમના સ્વાગત માટે જાણે કે સંગીત વગાડવામાં આવે છે. વર્તુળની નીચેના ઊભા ભાગમાં કુલપત્તાંની ભાત છે, જે સિદી સઈદની જાળીની ભાતને મળતી આવે છે. આ ભાગને પડખે ખજૂરીના વૃક્ષનું આલેખન છે. ગુજરાતમાં આના જેવો બીજો સુંદર અને કલાત્મક ક્રોસ નહીં હોય. Wedge (ફાચર) આકારના પ્લેટફોર્મ પર ચોરસ પિરામિડ આકારની પ્લિન્ક પર ક્રોસ ઊભો છે. પ્લેટફોર્મની પડખેની બાજુ ૨ મી ૧૫ સે.મી લાંબી છે. તેની આગળની સાંકડી બાજુ ૩૩ સે.મી અને પાછળની બાજુ રમી. ૧૦ સે.મી. માપની છે. ક્રોસની આગળ પ્લેટફૉર્મની ઉપર કાળા આરસમાં સોનેરી અક્ષરોમાં નીચે પ્રમાણેનું લખાણ છે : "When you did it to these my biothers you were doing it to Me !" (Bible) This memorial was re-erected On 1st Jan-1987 On belaff of Mrs. & Rev. H.P. Cromie New Zealand ગુજરાતના છપ્પનિયા દુકાળ વિશેના ત્રણ શિલાલેખ 131 For Private and Personal Use Only
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy