SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગુજરાતના છપ્પનિયા દુકાળ વિશેના ત્રણ શિલાલેખ ડૉ. થોમસ પરમાર ઉત્તર ગુજરાત અને મધ્ય ભારતનો મોટો ભાગ ઈ.સ. ૧૮૯૭ના દુકાળના ઓળામાંથી માંડ બહાર આવ્યો હતો ત્યાં તો ઈ.સ. ૧૯૦૦માં ભયંકર દુકાળ પડ્યો. વિ.સં.નું તે ૧૯૫૬નું વર્ષ હોવાથી આ દુકાળ ‘છપ્પનિયા દુકાળ’ તરીકે જાણીતો છે. આ દુકાળે ગુજરાતમાં ઘણી મોટી ખાનાખરાબી સર્જી હતી. ગુજરાતમાં સામાન્યરીતે વાર્ષિક સરેરાશ ૩૩ ઈંચ જેટલો વરસાદ પડતો, તેને બદલે ૧૮૯૯માં માત્ર ૭.૩ ઇંચ વરસાદ પડ્યો. આ દુકાળમાં હજારો લોકો સપડાયા હતા. ગુજરાતમાં પડેલા દુકાળોમાં આ દુકાળ ઘણો જ દારૂણ હતો. આ દુકાળનો ઉલ્લેખ કરતાં ત્રણ શિલાલેખ પ્રાપ્ત થયા છે. એક શિલાલેખ પ્રાંતિજમાં આવેલો છે અને અન્ય બે શિલાલેખ હાલ જ્યાં નેનોકારનો પ્રોજકટ ચાલી રહ્યો છે ત્યાં સાણંદથી છારોડી જતાં, છારોડી પહેલાં ડાબી બાજુએ ચારોલના રસ્તે પ્રવેશતાં ત્રણ કિ.મી દૂર નોર્થકોટપુરામાં આવેલા છે. આ બંને સ્થળોની અનુક્રમે તા. ૭-૧૧૨૦૦૮ અને તા. ૯-૧૨-૨૦૦૮ ના રોજ શ્રી મહેશભાઈ પરમાર સાથે જાતે મુલાકાત લઈને ક્ષેત્રિય સંશોધન કરીને આ ત્રણે શિલાલેખોનો અભ્યાસ નીચે પ્રમાણે કર્યો છે. શિલાલેખ નં. ૧ આ દુષ્કાળ વખતે ભૂખમરા સાથે કોલેરાનો રોગ ફાટી નીકળ્યો હતો. આ સમયે ખ્રિસ્તી મિશનરીઓએ સેંકડો લોકોને મૃત્યુના મુખમાંથી બચાવી લેવાનો પ્રયત્ન કર્યો. મિશન કમ્પાઉન્ડો આવા બચાવી લેવાયેલાંઓ, મુખ્યત્વે બાળકોથી ભરાઈ ગયાં હતાં. ભૂખે મરતાં બાળકો માટે આખા ગુજરાતમાં અનાથાલયો શરૂ કરવામાં આવ્યાં, પરિણામે હજારોના જીવ બચાવી લેવાયા. પ્રાંતિજમાં ૧૮૯૯માં જે.એસ.સ્ટીવન્સે અનાથાશ્રમ ખોલ્યો હતો. શરૂઆતમાં ત્યાં ૯ થી ૧૨ વર્ષની વયનાં ચાર જ છોકરાં હતાં. તે પછી સંખ્યા વધવા લાગી. મોટાભાગનાં ત્યાં આવેલાં બાળકો કોળી જાતનાં હતાં. પ્રાંતિજમાં ૩૦૦ બાળકો ભૂખમરા અને કોલેરાને કારણે મૃત્યુ પામ્યાં હતાં. આ ૩૦૦ અનામી બાળકોને એક મોટાં ખાડામાં એકસામટાં દફનાવી દીધાં હતાં અને તેમની કબર પર ગુજરાતી લેખવાળો કેલ્ટિક ક્રોસ ઊભો કર્યો હતો. હાલ આ ક્રોસ સી.એન.આઈ. ચર્ચના કમ્પાઉન્ડમાં ઊભો રાખવામાં આવ્યો છે. ૭-૧૧-૨૦૦૮ની મારી મુલાકાત દરમિયાન ચર્ચના પાસ્ટર રેવ. આલ્બર્ટ કારપેન્ટરે જણાવ્યું કે, ‘‘તે વખતે રોજ, ૧૦,૧૫ કે ૨૦ બાળકો મરી જતાં હતાં. તેમના શબને એક ખાલી હવડ કૂવામાં પધરાવીને તેમની ૫૨ ધૂળ નાંખી દેવાતી. એ રીતે ૩૦૦ મૃત બાળકોને ક્રમશઃ દફનાવવામાં આવ્યા હતા. તે પછી કૂવા પર પ્લાસ્ટર કરીને તેને બંધ કરીને તેની પર આ ક્રોસ ઊભો કરવામાં આવ્યો હતો. પરંતુ એ જગ્યા દૂર હતી. આજુબાજુ કોઈ વસ્તી ન હતી. કોઈ વ્યક્તિ આ ક્રોસને તોડીને લઈ ન જાય તે હેતુથી તેને મૂળ સ્થાનેથી ખસેડીને ચર્ચના કમ્પાઉન્ડમાં તા.૧-૧-૧૯૮૭ના રોજ ઊભો કરવામાં આવ્યો. + Acharya Shri Kailassagarsuri Gyanmandir કેલ્ટિક પ્રકારનો આ કલાત્મક ક્રોસ ૨ મીટ૨-૬ સે.મી. ઊંચો છે. તેની આડી બાજુઓ કુલ ૯૯ સે.મી. લાંબી છે. ક્રોસની આગળ અને પાછળની બાજુએ ક્લાત્મક સુશોભનો છે. ક્રોસની આગળની એટલે કે પશ્ચિમની બાજુએ ઊભા ભાગમાં ગુજરાતી ભાષામાં લેખ કોતરેલો છે. લેખ કોતરેલો ભાગ ૪૧ સે.મી. × ૩૧ સે.મી છે. લેખનો પાઠ નીચે પ્રમાણે છે. 130 વ્યાખ્યાતા, ભારતીય સંસ્કૃતિ વિભાગ, એચ.કે. આર્ટ્સ કૉલેજ, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૯ ગુજરાત ઈતિહાસ પરિષદનું ૨૫મા અધિવેશન, જયપુર મુકામે ૧૯-૨૧ ડિસે. ૨૦૦૮માં વંચાયેલ શોધપત્ર. સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ For Private and Personal Use Only માર્ચ, ૨૦૦૯
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy