SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાકે ૧૬૪૦. સિદ્ધપુરીજી મહારાજ લિખિત જગત ચિંતામણિ કવચ સાથે લગભગ ૩૦ જેટલી હસ્તપ્રતો પ્રાપ્ત થઈ. આ બધી જ હસ્તપ્રતો દેવનાગરી લિપિમાં ૧૬મી ૧૭મી સદીમાં લખાયેલી જણાતી હતી, તો કેટલીક ૧૮મી કે ૧૯મી સદીમાં લખાયેલી હતી. યશોવિજયજી પાઠશાળા અને સીમંધરસ્વામી જૈનમંદિર તેમજ લીંચ ગામના જૈનમંદિરમાંથી પણ લગભગ 500 થી વધુ હસ્તપ્રતો પૂર્વે કેટલોગ્સમાં નોંધાયેલી હતી, તે મળી હતી. આ હસ્તપ્રતો ખૂબ જ નયનરમ્ય હતી. સમી તાલુકાના મુજપુર ગામના વ્યક્તિગત માલિકીના ગ્રંથભંડારમાંથી લાકડીની દાંડી ઉપર લખાયેલી પર જેટલી હસ્તપ્રતો પ્રાપ્ત થઈ, જેની પહોળાઈ એક ફૂટ અને લંબાઈ આઠ ફૂટ હતી, તેમાં જૈનોના વખારિયા કુટુંબનો ઇતિહાસ આલેખાયેલો છે. ૧૭ સાંતલપુર તાલુકાના ગોતરકા ગામમાંથી પણ જુદી-જુદી ૧૮૦૦ જેટલી હસ્તપ્રતો મળી આવી. પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં તો કેટલીક હસ્તપ્રતો સોના અને ચાંદીની શાહીથી લખાયેલી જણાઈ હતી. સાબરકાંઠામાંથી ડૉ. વિનોદભાઈ પુરાણી પાસેથી ૨૮૦ અને ઓચ્છવાલ પુરાણીના ભંડારમાંથી ૩૭૪ જેટલી હસ્તપ્રતો પ્રાપ્ત થઈ હતી. ૧૮ કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક વિભાગના આ મિશનનું કામ રાજયમાં સંશોધન ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત એલ.ડી.ઇન્ડોલોજીએ સંભાળ્યું હતું, એલ.ડી.ઇન્ડોલોજીના માનદ્ પ્રાધ્યાપક ડૉ. મણિભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજયમાં હસ્તપ્રતોની શોધ અને નોંધણીનું કામ હાથ ધરાયું હતું. તેમાં ઉત્તર ગુજરાતમાં (૧) ડૉ. મણિભાઈ પ્રજાપતિ યુનિ. ગ્રંથપાલ પાટણ (૨) પ્રિ. હેમરાજભાઈ પટેલ (આચાર્ય, થરા કૉલેજ) (૩) ડૉ. વિનોદભાઈ પુરાણી (નિવૃત્ત અધ્યાપક મોડાસા કૉલેજ) (૪) ડૉ. ડાહ્યાપુરી ગોસ્વામી (અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ મહેસાણા કૉલેજ) (૫) ડૉ. ઈશ્વરભાઈ ઓઝા (ઇતિહાસ વિભાગ, એમ.એન. કૉલેજ, વિસનગર) વગેરેએ ઉત્તર ગુજરાતના ચારેય જિલ્લામાં કન્વીનર તરીકે જવાબદારી સંભાળી હતી. ઉત્તર ગુજરાતમાં નિમાયેલા ઉપરોક્ત કન્વીનરના માર્ગદર્શન અને પરામર્શન સાથે સર્વેયરોએ આ કામગીરી બજાવી હતી જેમાં (૧) પાલનપુર કૉલેજના ડૉ. ઋષિકેશ રાવળ (૨) રાધનપુર કોલેજના ડૉ. સમીરભાઈ પ્રજાપતિ (૩) પીલવાઈના ડૉ. મનુભાઈ પ્રજાપતિ (૪) ઊંઝાના ડૉ. રાઠવા સાહેબ (૫) મહેસાણાના મા. જયેશ જોષી (૬) વિસનગરના પ્રા. મનસુખ સવસાણી (૭) ઈડરના ડૉ. કરુણા ત્રિવેદી વગેરેએ હસ્તપ્રત શોધ, સર્વેક્ષણ અભિયાન કર્યું, જેના ફળસ્વરૂપે ઉત્તર ગુજરાતમાંથી (૧) મહેસાણા જિલ્લામાંથી ૬, ૧૫૩ (૨) પાટણ જિલ્લામાંથી ૩૯,૯૧૮ (૩) બનાસકાંઠા જિલ્લામાંથી ૪૪૯ અને (૪) સાબરકાંઠા જિલ્લામાંથી ૮,૩૯૧ હસ્તપ્રતોની નોંધણી થઈ હતી. આમ, સમગ્ર આનર્ત પ્રદેશમાંથી શોધ અભિયાન દરમિયાન દુર્લભ એવી પ૪,૯૧૧ હસ્તપ્રતો પ્રાપ્ત થઈ હતી. આ હસ્તપ્રતો મંત્ર-તંત્ર, કર્મકાંડ, જયોતિષ, ઇતિહાસ-પુરાણ, જૈનદર્શનની ટીકાગ્રંથો વગેરે સંબંધી હતી. આ તમામ હસ્તપ્રતોમાંથી મોટાભાગની હસ્તપ્રતો જૈન જ્ઞાનભંડારોમાંથી પ્રાપ્ત થઈ હતી, જ્યારે મઠો, મંદિર, અખાડાઓ અને મદ્રેસાઓ વગેરેમાંથી બહુ જ ઓછી હસ્તપ્રતો મળી આવી હતી. પાદટીપ હસ્તપ્રત શોધ અભિયાનની તા. ૧૯-૩-૨૦૦૬ ની એલ.ડી.ઇન્ડોલોજીની મીટિંગમાંથી પ્રાપ્ત થયેલી માહિતી. ૨. ભો. જે. સાંડેસરા, પાટણના ગ્રંથભંડારો, કુમાર, વર્ષ ૧૮, પૃ. ૧૩૬-૧૩૯ 3. Refresher Course in Sanskrit - 1999, Rajkot, Saurashtra Uni, Dr. Hansa Hindoca's Lecture. આનર્ત પ્રદેશના વારસા સમી પ્રાચીન દુર્લભ હસ્તપ્રતો 119 For Private and Personal Use Only
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy