SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬. પાલનપુર ૭. રાધનપુર www.kobatirth.org ૧. જૈનોનો ભંડાર ૨. તપગચ્છોનો ભંડાર ૧. જૈન પાઠશાળાનો ભંડાર ૨. સંઘનો ભંડાર ૩. તંબોળી શેરીનો ભંડાર બુદ્ધિસાગરસૂરિનો જૈનભંડાર 118 Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮. વિજાપુર હસ્તપ્રતોના સર્વેક્ષણ અને સંશોધનની ઉપર મુજબની સ્થિતિ ૧૯૯૮ સુધીની છે.' ભારત સરકારશ્રીના સાંસ્કૃતિક વિભાગના રાષ્ટ્રીય હસ્તપ્રત અભિયાન (National Mission For Manuscripts New Delhi) અન્વયે એલ.ડી.ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતમાં હસ્તપ્રતોની શોધ અને સર્વેક્ષણ-નોંધણીનું સઘન અભિયાન તા. ૨૪-૨-૨૦૦૬ થી તા. ૧૯-૩-૨૦૦૬ દરમિયાન ચાલ્યું હતું, ગુજરાતના તમામ જિલ્લાઓમાં કન્વીનરોની નિમણૂક કરવામાં આવી અને દરેકે-દરેક જિલ્લાના તાલુકાઓમાં સર્વેયોની નિમણૂક કરવામાં આવી. મહેસાણા જિલ્લામાં કન્વીનર તરીકે મારી નિમણૂક કરવામાં આવી. મહેસાણા જિલ્લામાં લગભગ ૨૧ સર્વેયરો અને બે જિલ્લા કન્વીનર નિમવામાં આવ્યા અને હસ્તપ્રત શોધ અભિયાન શરૂ થયું. પાટણની બેઠકમાં મને વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી કે, ‘‘તમારે ઉ.ગુજરાતના ચાર જિલ્લાનાં મઠો અને મંદિરમાં હસ્તપ્રત સર્વેક્ષણ માટે કામ કરવું', પરિણામે ઉત્તર ગુજરાતમાં હસ્તપ્રતોનું સર્વેક્ષણ સંશોધન કરવાનો અવકાશ પ્રાપ્ત થયો. તા. ૧૭-૨-૨૦૦૬ની મીટિંગમાં ‘અમને હસ્તપ્રત સર્વેક્ષણ માટે માર્ગદર્શન આપવા માટે રાષ્ટ્રીય હસ્તપ્રત અભિયાન, ન્યૂ દિલ્હી તરફથી સુ.શ્રી ગીતાંજલિ સુરેન્દ્રન તથા ડૉ. રાણા ઉપસ્થિત રહ્યાં હતાં અને જરૂરી સૂચનાઓ વગેરે આપી હતી.૧૭ ૧૦,૦૦૦ ૫૦૦ ૩૦૦ ૧૦,૦૦૦ આનર્ત પ્રદેશમાં હસ્તપ્રત અભિયાન તા. ૨૪-૨-૨૦૦૬ના દિવસથી શરૂ થયું. તે કાર્ય તા. ૧૮-૩૨૦૦૬ સુધી ચાલ્યું. તા. ૧૯-૩-૨૦૦૬, રવિવારના દિવસે ગુજરાત રાજ્યના દરેક જિલ્લા કન્વીનરે પોતાના જિલ્લામાં કરેલી કામગીરીની માહિતી આપી.૪ દરેક જિલ્લામાં કેટલી હસ્તપ્રતો નોંધાઈ તેની વિસ્તૃત માહિતી આ બેઠકમાંથી પ્રાપ્ત થઈ. પ્રસ્તુત લેખમાં ઉત્તર ગુજરાત (મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા)ની હસ્તપ્રત અભિયાનની કેટલીક રસપ્રદ માહિતી અહીં પ્રસ્તુત કરું છું. વ્યક્તિગત ગ્રંથભંડારમાંથી પૂર્વજોપાર્જિત કર્મકાંડ અને જ્યોતિષના ગ્રંથોની લગભગ ૫૦૦ જેટલી હસ્તપ્રતો મળી આવેલ મંત્ર-તંત્ર, કર્મકાંડ, વેદ-વેદાંત, ઇતિહાસ પુરાણ વગેરે હસ્તપ્રતોની સાથે ૧૬મી સદીમાં લખાયેલા કેટલાંક ઇસ્લામિક મંત્રો દેવનાગરી લિપિમાં હસ્તપ્રત સ્વરૂપે સચવોયલાં હતાં. તેમના પૂર્વજોના મિલકતના દસ્તાવેજો કે જે ઉર્દૂ અને અરબી ભાષામાં લખાયેલાં હતાં, જે ગોળ-ભૂંગળામાં ત્રણ ફૂટ લાંબી-એક ફૂટ પહોળી હસ્તપ્રતો કાગળ અને કાપડ ઉપર લખાયેલી જોવા મળી. આ હસ્તપ્રતોમાં એક હસ્તપ્રત તો મહંમદ બેગડાના સમયની મિલકતના દસ્તાવેજ રૂપે સચવાયેલી ત્યાંથી પ્રાપ્ત થઈ. આમ, લગભગ ૫૦૦ જેટલી જુદાં-જુદાં વિષયવાળી હસ્તપ્રતો સિદ્ધપુરમાંથી મળી આવી હતી.૫ તે બધી એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજીને સોંપવામાં આવી. મહેસાણામાંથી વ્યક્તિગત માલિકીના ગ્રંથભંડારમાં સચવાયેલી હસ્તપ્રતો જેવી કે (૧) ક્રિયામાણ કર્મપ્રયોગ (૨) વાસ્તુ, લગ્ન મૂળ નક્ષત્રવિધિ વગેરે – પેજ ૧૭૭ સંવત ૧૯૧૦ સામે ૧૭૭૬, (૩) સુધન્વા આખ્યાન (સં. ૧૯૧૨), (૪) ભટ્ટ પ્રેમાનંદકૃત આખ્યાન, (૫) રામાયણ સુંદરકાંડ, (૬) માર્કન્ડેય પુરાણ, (૭) રામાયણ યુદ્ધકાંડ, (૮) દેવીમહાત્મ્ય, (૯) કેશરી જાતક, (૧૦) મલ્લાઈ, કવચ, (૧૧) શિવામ્બુવિધિ કલા, (૧૨) સંોતત્ત્વ માર્ચ, ૨૦૦૯ સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ For Private and Personal Use Only
SR No.535849
Book TitleSamipya 2008 Vol 25 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy