________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંત ભજનિક દાસીજીવણ
પ્રવીણસિંહ વાઘેલા*
સૌરાષ્ટ્રના તેજસ્વી સંત-કવિઓમાં દાસીજીવણનું સ્થાન મોખરાનું અને વિશિષ્ટ કોટિનું છે. આજથી બરોબર બસો સત્તાવન વર્ષ પહેલાં એમનો જન્મ ઈ.સ. ૧૭૫૦ આસો વદિ અમાસને દિવાળીના દિવસે થયેલ. સૌરાષ્ટ્રમાં આવેલા ગોંડલ શહેરની નજીક પૂર્વ દિશાએ આઠ કિલોમીટર દૂર આટકોટ જસદણ જવાના ધોરી માર્ગ પર ઘોઘાવદર નામે ગામ આવેલું છે. ત્યાંના રહેવાસી ચમાર જ્ઞાતિના જગા દાફડા નામે એક મેઘવાળને ઘેર માતા સામબાઈની કુખે જન્મ લઈને દાસીજીવણે માત-પિતાને ધન્ય બનાવી દીધા.
દાફડા ઘેર દીવો હુઓ જીવણ પંડે જાણ.” દાસીજીવણના પિતાનો વ્યવસાય ગોંડલ રાજ્યનાં મરેલાં ઢોરનાં ચામડાં ઉતારી તેને કેળવવાનો ઇજારો રાખવાનો હતો, આ ઇજારાને ‘ભામ રાખવી’ એવું કહેવાય છે. ઘોઘાવદરના ચમારોમાં દાસીજીવણનું કુટુંબ મોટું અને પૈસાદાર ગણાતું. ધાર્મિક લાગણી ધરાવતું આ કુટુંબ ભજન-કીર્તન, વ્રત-ઉપવાસ અને સાધુ-સંતોને આશરો દઈ ‘દેનેકા ટુકડા ભલા, લેનેકા હરિનામ જેવું પવિત્ર જીવન વ્યતીત કરતું હતું. સાધુ-સંતો આવે ધર્મ-ભક્તિની ચર્ચાઓ ચાલે, ભજનોની રમઝટ ચાલતી હોય એવા વાતાવરણ વચ્ચે દાસીજીવણનો ઉછેર થયો. ઉંમર લાયક થતાં ગૃહસ્થ જીવન શરૂ થયું. પણ આ તો જુદી જ માટીનો ઘડાયેલો માનવી એને માયાનું આવરણ ન ચઢ્યું. પિતાનો ધંધો કરતાં કરતાં ભક્તિના રંગમાં ડૂબેલા દાસીજીવણે તીવ્ર અધ્યાત્મ જિજ્ઞાસાને કારણે એક પછી એક ૧૭ (સત્તર) ગુરુઓ બદલ્યા હતા અને છેવટે સંત ભીમને ચરણે જઈને તેઓ ઠર્યા હતા. “આખરે એમને કબીર-પંથી “રવિભાણ સંપ્રદાયના ભીમ સાહેબનો ભેટો થયો.”
‘ભીમ ભેટ્યા મેં ભ્રમણા ભાંગી’ એમ કહેનાર દાસીજીવણના અંતરના તાર ઝણઝણવા લાગ્યા. ભ્રમનું તાળું તૂટી ગયું. પરમતત્ત્વની લગની લાગી ગઈ અને ગાઈ ઉઠ્યા :
અજવાળું રે હવે અજવાળું.....
ગુરુજી તમ આવ્ય રે મારે. અજવાળું દાસીજીવણ સંત ભીમ કેરે શરણે, અવર દૂજો હું ધણી નહિ ધારું.....
ગુરુજી તમ આવ્યું..... કૃષ્ણની અનન્ય ભક્તિ દાસીભાવથી જ થઈ શકે એમ તેઓ માનતા એટલે કૃષ્ણની દાસી તરીકે જીવણ પોતાને ઓળખાવે છે. પોતે પુરુષ હોવા છતાં પરમાત્માની દાસી બનીને દાસીભાવે ભગવાનની ઉપાસના કરવા લાગ્યા. અંતરમાંથી ભજનોની સરવાણી છૂટવા લાગી.
‘જીવણ જગમાં જાગિયા, નરમાંથી થિયા નાર;
દાસી નામ દરસાળિયું, એ રાધાના અવતાર.” ‘દાસીજીવણ' એવું નામ ધરાવતા આ સંતકવિનાં પદો (ઘણાં મુખ્ય) લકેફમાં પ્રવાહિત થતી એમની ભજનબાની પરમતત્ત્વની એકોપાસનાનું ઉદાહરણ છે. વિરહણનાં ભાવ દર્શાવતાં ભજનો પરજના ઢાળમાં નારીહૃદયની દર્દભરી વ્યથાનું પ્રતીક બને છે. એમનાં કેટલાંક ભજનો પ્રાસંગિક હોવા છતાં મર્મસ્પર્શી છે. શુદ્ધ કવિતાનો પ્રસાદભાવ પણ સંસારની અસારતા પ્રેરે તેવાં ભક્તિવિચલિત ભજનો લગભગ સંખ્યાની દૃષ્ટિએ ૧૫૦ * ગ્રંથાલય ઇનચાર્જ, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ
સંત ભજનિક દાસીજીવણ
For Private and Personal Use Only