SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચાશ દૂર કરે પણ માર્ગ પર ચાલવાનું દયબળ તો પોતામાંથી જ પ્રગટવું જોઈએ. ‘નાહં થવા માટે સંચિત, પ્રારબ્ધની બધી જ વાસનાઓનો નિઃશેષ ક્ષય કરવો જોઈએ. આમ, અય પદની પ્રાપ્તિ માટે વાસના માત્રનો ક્ષય થવો જોઈએ અને પરમાત્માની તલબ લાગવી જોઈએ. આથી અખો કહે છે કે પરમાત્મ પ્રાપ્તિ માટે તીવ્ર આતુરતા જોઈએ-વિરહ જોઈએ-તલબ જોઈએ-મુમુક્ષતા જોઈએ. સાચી તલબ સિવાય આત્મસિદ્ધિ થતી નથી. રસવૃત્તિ ફર્યા કે ફેરવ્યા વિના જ્ઞાનનો કશો જ અર્થ નથી. જ્ઞાન શુષ્ક રહી જાય છે. મન લાગે તબ મૌલા મિલે, લાખ બાતું કી બાત યે હી, મન ભટકા દહું દિસ ફિરે, તો ક્યા કરે મૂરખ દેહી. અખા! નીપજ ગૌબતું, પણ આતુરતા શીર ભાર, જયું અંકુર હે સબ બીજ મેં, પણ પાણી કરત પસાર. ટૂંકમાં જેમ બીજમાં વૃક્ષ થવાની સંભવિતતા છે તેમ જીવમાત્ર બ્રહ્મ સ્વરૂપ છે અને સ્વતંત્ર છે, પણ જીવનું બ્રહ્મમાં રૂપાંતર થવા માટે આતુરતા-દઢ સંકલ્પની પરમાવશ્યકતા છે. વસ્તુસ્થિતિ આમ હોવાથી જીવનની દિશાનું પરિવર્તન ન થાય અને આતુરતા અથવા પ્રેમ વિરહાવસ્થા સુધી વિકાસ પામે નહિ ત્યાં સુધી વસ્તુપ્રાપ્તિ-બ્રહ્માનુભવ શક્ય બને નહિ આતુરતા જ જીવને પરમ પુરુષાર્થ કરવા પ્રેરે છે. જીવને શિવ કરવા માટે “અહં'નું બ્રહ્મમાં સમપર્ણફના થવું જોઈએ, સાચી તલબ હું-પણું છોડવાથી આવે છે. જયારે અહંભાવ છૂટીને પરમાત્માની સાચી તલબ લાગે છે, ત્યારે પરમાત્મા હાજરાહજૂર પ્રગટ થાય છે. વળી, દેહ અને આત્મા વચ્ચે અનુસંધાન કરનાર ચિત્ત, જડગ્રંથી મન જ છે. આત્માનુભવ માટે તે ગ્રંથી કાપી નાંખવી જોઈએ. ચિત્તને આત્મામાં શમાવી દેવું જોઈએ. મન અમન થતાં “અહંભાવ રહેતો જ નથી. અનુભવ એવો રે કિજિયે, જેણે મનની જડ જાય, મન મૂરખ વીના માનવી, વસ્તુરૂપ ન થાય. અખા ! ખૂદકો મત મારે ! માર “ખુદી' મિલે જ ખુદા અખા ! ‘આપ’ ફના હોવે, કછુ ઈશારત સો હિ બકે. આત્મસિદ્ધિના માર્ગમાં ફના થવાથી તૈયારી હોય તો પછી બાહ્યાચાર અને આડંબરની કોઈ જરૂર નથી. ફના સિવાય નિયમબદ્ધત્તા પ્રેમયોગમાં જરૂરી નથી. આત્મસિદ્ધિ માટે તો દિલની સાચી તમન્ના અને લગની જોઈએ. સાચા દિલથી જેને ફના થવું છે તેને દુનિયા છોડવાની કે સંન્યાસ લેવાની જરૂર નથી. તેને તો દુનિયા છોડી દઈને પરમાત્મામાં લીન થવાનું છે. આ સંદર્ભમાં અખો કહે છેઃ ભેખ કી ટેક ચલે ખટ દરશન, ભેખ નહિ તહાં ટેક કિનાકી, ટેકકી ટેક ચલી જો દશોદિશ, ટેક હમારી તો હૈ જો ફનાકી. માલા ન પેરું, ટીકા ન બનાઉ, શરણે ન જાઉં મેં કોઉ કિસીકા, આપા ન મેટું, થાપા ન થાવું, મૈ મદમાતા હું મેરી ખુશીકા. * * * * * ગઈ ફિકર સો ફકીર હુવા, કછુ એવંદમેં પિયુ નાહીં પેઠા, સામીપ્યઃ પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ - સપ્ટે., ૨૦૦૭ For Private and Personal Use Only
SR No.535843
Book TitleSamipya 2007 Vol 24 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2007
Total Pages125
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy