SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બતાવવામાં આવી છે, જ્યારે માધ્યદિનશાખાના આ મન્ત્રમાં યાજ્ઞવલ્કયની એટલે કે એક મહર્ષિની મહત્તા બતાવવામાં આવી છે એમ આપણે કહી શકીએ. (૭) ત્રયં શિક્ષેદ્દમં વાનં ત્યામિતિ एष प्रजापतिर्यद् हृदयमेतद् ब्रह्मतत् સર્વ તવેતત્.... ર ૨૧ દમ, દાન અને દયા - ત્રણેયને શીખો. જે હૃદય છે, તે પ્રજાપતિ છે, આ બ્રહ્મ છે, આ બધું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭) ત્રયં શિક્ષેમ દ્રાનં યામિતિ ॥૪૨૩ वायुरनिलमृतम्भस्मान्तः शरीरम् । ॐ । क्रतोस्मर । क्लिषे स्मराग्ने नय सुपथा राये अस्मान्विश्वानि देव वयुनानि विद्वान् । युयोद्धयस्मजुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्ति વિષેમતિ શારજ एष प्रजापतिर्यद् हृदयम् । एतद् ब्रह्मैतत् सर्वं તવેતત્.... ||૫ દમ, દાન અને દયા - ત્રણેયને શીખો. મારો પ્રાણ અમર વાયુમાં વિલય પામો, અને મારું શરીર રાખ થાવ. ઓમ... હે (બ્રહ્મસ્વરૂપ) અગ્નિ ! સ્મરણ કર, મારે પ્રાપ્ત કરવા યોગ્ય લોકમાં મને લઈ જવા માટે તું સ્મરણ કર. હે અગ્નિદેવ ! અમને સન્માર્ગે પરમ કલ્યાણતરફ દોરી જા. હે દેવ ! સર્વ કર્મોને તું જાણે છે. અમારાં કુટિલ પાપને તું દૂર કર. તને અમે વારંવાર નમસ્કારનાં વચનોથી પ્રાર્થીએ છીએ. જે હૃદય છે, તે પ્રજાપતિ છે, આ બ્રહ્મ છે, આ બધું છે. અહીં માધ્યદિનશાખામાં વાયુનિત.... થી શરૂ કરીને વિષેમેતિ । સુધીનો મન્ત્ર કાÇશાખામાં જોવા મળતો નથી. આ જ મન્ત્ર શુક્લયજુર્વેદ માધ્યદિન સંહિતાના છેલ્લા અધ્યાય (ઈશાવાસ્ય ઉપનિષદ)ના ૧૫ અને ૧૬મા મન્ત્રમાં થોડાક પાઠભેદ સાથે જોવા મળે છે. આમ, કાÇશાખા અને માધ્યદિનશાખાના બૃહદારણ્યક ઉપનિષદની તુલના કરતાં આપણને જણાય છે કે બંને શાખા વચ્ચે ઘણાં બધાં પાઠભેદ અસ્તિત્વમાં છે. કોઈક વખત કાÇશાખામાં વિચારવિસ્તાર થયેલો જોવા મળે તો કોઈક વખત માધ્યદિનશાખામાં વિચારવિસ્તાર થયેલો જોવા મળે છે. માટે જ આપણી પાસે જેમ કાવશાખાનું બૃહદારણ્યક ઉપનિષદ મળે છે, તે જ રીતે માધ્યદિન શાખાનું પણ બૃહદારણ્યક ઉપનિષદ ઉપલબ્ધ હોવું જોઈએ, પ્રસિદ્ધ થવું જોઈએ. જો સમીક્ષિત આવૃત્તિના બે કે બેથી વધારે પાઠ હોય તો પ્રસ્તુત સન્દર્ભમાં કયો પાઠ વધારે યોગ્ય છે એવી ચર્ચા અપેક્ષિત છે. પરન્તુ જ્યાં વેદની જુદી-જુદી શાખાના બ્રાહ્મણગ્રન્થના કે ઉપનિષદના જુદા-જુદા પાઠ હોય તેમાં પસંદગીનો પ્રશ્ન ઊભો થતો નથી. કોઈક વિશિષ્ટ સન્દર્ભમાં કયો પાઠ વધારે ઉપયોગી બને છે એ વિશે જરૂરથી કહી શકાય. દરેક શાખાને પોતાનો પાઠ જ સ્વીકાર્ય હોય છે. બૃહદારણ્યક ઉપનિષદ્ ઃ શુક્લ યજુર્વેદ કાÇશાખા અને માધ્યદિન શાખા વચ્ચે પાઠભેદ For Private and Personal Use Only ૫
SR No.535843
Book TitleSamipya 2007 Vol 24 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2007
Total Pages125
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy