________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
go through it minutely, to glance at those coloured photos and black & white figures included in this book. So lucidly written this book helps to understand this Sampradaya very clearly and the very mission of Bhagwan Swāminārāyan in, of course, nutshell. The writer deserves our congratulations whole-heartedly. His approach is very simple, language is flowing and printing is flawless. Photos, maps and figures add value to the writings.
As we hopefully know that our country has been graced and blessed since time immemorial by Incarnations, Rushis, Mystics and Sadhus. Swāminārāyan, no doubt, possesses all these qualities which is ably and aptly put before us by Sadhu Mukundcharaņdās. Working through the value of the book, printing and gateup one may be inclined to purchase it as it is in affordable price. Astu.
Dr. Rasesh Jamindar
વડનગરની ઐતિહાસિક રૂપરેખા', લે. પ્રો. રતિલાલ સો. ભાવસાર, પ્રાપ્તિ સ્થાન : દરબાર રોડ, વડનગર-૩૮૪૩૫૫, પ્રથમવૃત્તિ, ડિસે. ૨૦૦૫, કિં. રૂ. ૨૦-૦૦
પ્રો. રતિલાલ ભાવસાર વડનગરના વતની. કારકિર્દી અને કાર્યક્ષેત્ર વડનગર. ઇતિહાસના શિક્ષક હોવાથી વડનગરના ઇતિહાસ અને સંસ્કૃતિના “એનસાયક્લોપિડીયા’ ગણાય છે. વળી તેઓ વડનગરના નગરપ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાલ નિવૃત્ત, પણ વડનગર વિશે નાના મોટા દસેક સંશોધન-લઘુગ્રંથો પ્રકાશિત કર્યા છે. વડનગર ઇતિહાસ સંશોધનક્ષેત્રે તેમનું અનન્ય પ્રદાન રહેલું છે.
“વડનગરની ઐતિહાસિક રૂપરેખા' નામની પુસ્તિકામાં લેખકે ૯ જેટલા વિવિધ વિષયોને સંક્ષેપમાં આવરી લીધા છે. જેમાં નગરનો સમય, નગરરચના, વિવિધ નામો, પ્રાચીન ધર્મો, નગરના વિદ્યાધરો, સંગીતધામ વડનગર, શિલ્પ કલાકારો, મહામહીમ નરેન્દ્રભાઈ મોદી, વડનગરના નાગરોનો સમાવેશ થાય છે. લેખકના નિવેદન મુજબ ઉક્ત વિષયો અંગે ઇતિહાસના અધ્યાપક તેમજ મૂળવતની તરીકે નગર અધ્યયન-સંશોધનના ક્રમમાં સ્થળતપાસ, રૂબરૂ મુલાકાત, પ્રગટ-અપ્રગટ સાહિત્ય, સરકારી વિભાગો વગેરે દ્વારા પ્રાપ્ત માહિતી એકઠી કરી, આ પુસ્તિકા પ્રગટ કરેલ છે.
વળી, વડનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ વગેરેને યોગ્ય માહિતી મળી રહે તે આશય પણ રાખ્યો છે. પ્રસ્તુત પુસ્તિકામાં લેખકે પૌરાણિકકાલથી સમકાલીન સમય સુધીના વડનગરને પ્રતિબિંબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. તે સાથે નગરઅભિધાન સાહિત્યકારો, સંગીતકારો અને વડનગરા નાગરો પરની ઐતિહાસિક સંદર્ભમાં રજૂ કરાયેલ વિગતો ઘણી જ ઉપયોગી બની રહે છે. વળી ઉત્તર ગુજરાતના ઇતિહાસવિદ્ મુ. ડૉ. ઈશ્વરલાલ ઓઝા દ્વારા આ પુસ્તિકા પ્રકાશન માટે મળેલ માર્ગદર્શન તેના મૂલ્યમાં વૃદ્ધિ કરે છે.
આમ, સમગ્ર રીતે લેખક દ્વારા આપવામાં આવેલી માહિતી આધારભૂત અને જાણકારી વધારનારી હોવાથી જિજ્ઞાસુઓ, સંશોધકો, પ્રવાસીઓએ આ પુસ્તિકા હાથવગી રાખવી જોઈએ. ને આ દિશામાં લેખક ઉત્તરોત્તર આવા અન્ય ઉપયોગી પ્રદાન કરતા રહે એવી આશા રાખું છું.
ડૉ. આર. ટી. સાવલિયા
૧૧૬
સામીણ : ૫. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only