SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેરા યહ સોજો સાજ- સરાયા૧૭ હયાત હૈ. નો આફતાબ જિસસે જમાને મેં નૂર હૈ, દિલ હૈ, ખિરદ હૈ, રુહે૯ હવા હૈ, શર હૈ. એ આફતાબ ! હમ કો જિયાએ શઉર હૈ, ચશ્મે ખિરદ કો અપની તજલ્લીએ નૂર દે. હૈ મહફિલે વજૂદ કા સામા તરાજ તૂ, યજદાને સાકિતાને નરોલો ફરાજ૨ સૂ. તેરા કમાલે હસ્તી, હ૨ જાનદાર મેં, તેરી નમૂદ સિલસિલસે૨૩ કોહસા૨ ૨૪મેં. હર ચીજ કી હયાત કા પરવરદિગાર તૂ. જાઈદગાને૫ નૂર કા તાજદાર તૂ. ન ઇબ્તદા કોઈ, ન કોઈ ઇન્તહા તેરી, આઝાદ કેદે અવ્વલો આખિર જિયા તેરી. સમગ્ર ગઝલનો અર્થ આ પ્રમાણે થાય છે : હે સૂર્ય (પરમસત્તા) તું જ જીવનના સ્પંદનનું મૂળ છે. તું સંસારનું સંચાલન કરે છે અને પંચતત્ત્વોમાં પ્રાણ અર્પે છે. દરેક વસ્તુ તારા પ્રકાશથી ગતિવાન છે, પ્રકાશે છે. તું છે દેદિપ્યમાન સૂર્ય ! તેનું અજવાળું સર્વત્ર વ્યાપેલું છે. પછી તે બુદ્ધિ હોય કે હૃદય ! હે સૂર્યનારાયણ અમને સદબુદ્ધિ આપ અને નિજ પ્રકાશનું જ્ઞાન આપજે. સૃષ્ટિના મૂળનું કારણ તું છે અને અહીં જીવનો તમામ સૃષ્ટિનો જાણકાર પણ તું જ છે. પર્વતમાં સૃષ્ટિના કણ કણમાં, દરેક જીવંતતામાં તું સમાયેલો છે. તું પાલન, પોષણ કરે છે. તું આદિ અને અંતના બંધનથી મુક્ત સદા સર્વદા પ્રકાશમાન છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આટલો સુંદર ભાવસ્પંદનથી છલકતો વિચાર કવિ ઇકબાલે ઉર્દૂ ગઝલમાં ભર્યો છે. આપણે સ્થૂળ ઉપ૨ આવી અટકી ગયા છીએ એટલે જુદા જુદા પદાર્થોવાળું જગત છે એને જ સાચું માની બેઠા છીએ. વ્યક્તિગત ચૈતન્ય પણ આવો એક મોટો ભ્રમ છે. સિદ્ધાંત પ્રમાણે સમગ્ર ચૈતન્ય પણ આવી રીતે અવ્યક્ત રીતે સમાયેલું છે. તે જ રીતે પદાર્થ પણ ચૈતન્યનું વ્યક્તપણું છે. “All of Consiousness is enfolding of consciousness !” આ સાથે તૈત્તરીય ઉપનિષદની બીજી વલ્લીના સાતમા અનુવાકના આ મંત્રો મૂકીએ તો કેવી સમાનતા લાગે !- તે જોઈએ. 'असद वा उदमग्र आसीत ततो वै सदजायत । तदात्मानं स्वयंकुरुत तस्मात्तत्सुकृतमुच्यत इति । यदत्सुकृतम् रसो वै स: हयवाय लब्धवा आनंदी भवति । २७ અહીં લાધવ, વિચારોનાં સ્ફુલ્લિંગો અને ગરિમા એકસાથે જોવા મળે છે. આમ, અહીંયાં ગાયત્રીમંત્ર અને ઉર્દૂગઝલને જોયા પછી ઘણાં વિચાર બિંદુઓ છુટ્ટા પડે છે. તે આ પ્રમાણે છે. ગાયત્રીમંત્ર અને કવિ ઇકબાલ-શાશ્વત વિજય પામે છે ૧. જો અર્થને પ્રગટ કરવામાં ગાયત્રીમંત્રમાં કેવળ ૨૪ અક્ષરોની જરૂર પડી છે. તે જ અર્થને પ્રગટ કરવામાં કવિ ઇકબાલને ૩૦૩ અક્ષરો વાપરવા પડ્યા છે. સંસ્કૃતમાં લાઘવ સમજાવવા આ ઉદાહરણ દીવાદાંડી સ્વરૂપ છે. For Private and Personal Use Only ૮૩
SR No.535841
Book TitleSamipya 2006 Vol 23 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy