________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસુર-સંગ્રામમાં દુષ્યન્તને પોતાની મદદે બોલાવ્યો. સારથિ માતલિને પાછા ફરતાં કશ્યપના આશ્રમ પાસેથી પસાર થવા જણાવ્યું. આશ્રમમાં તપ કરતા કોઈક મુનિ તરફ વાઘ ધસ્યો એટલે દુષ્યન્ત એના તરફ શરસંધાન કર્યું. અઢાર વર્ષનો સર્વદમન પોતાના મિત્ર' તરફના શરસંધાનથી ગુસ્સે થયો અને દુષ્યન્તને વાર્યો. આથી દુષ્યન્ત માત્ર બાણ એના તરફ કર્યું કે તરત સર્વદમને એવી રીતે દોરડું ફેંક્યું કે રાજા એમાં બંધાઈ ગયો. બંધનગ્રસ્ત દુષ્યન્તની પાસે કોઈ કુમારની માતાને લઈ આવ્યું અને આ રીતે અભિજ્ઞાન થયું. સુખદ પુનર્મિલન થયું. કુમારને હસ્તિનાપુરની ગાદીએ બેસાડીને દુષ્યન્ત શકુન્તલા સાથે વાનપ્રસ્થ સ્વીકારી લીધો.
શાકુન્તલકથાની પોતાની પાસે ઉપલબ્ધ સામગ્રીનો લેખકે પોતાની વિવેકબુદ્ધિ અનુસાર યથોચિત વિનિયોગ કરીને પ્રાચ્યકથાને નૂતન અવતાર આપ્યો છે. “મહાભારત' (આદિપર્વ-૬૨ થી ૬૮)માં આ કથા છે. શકુન્તલાનું પ્રત્યાખ્યાન કરતો દુષ્યન્ત મહાભારતને અનુરૂપ છે. કાલિદાસના “અભિજ્ઞાન શાકુન્તલમ્'માંનો વિષય જ આ કથા છે. પરંતુ દુર્વાસાના શાપનો પ્રસંગ આ નવલકથામાં નથી. ‘પદ્મપુરાણ' માં આ કથા છે. તેમાં, સાસરે જતી વખતે શકુન્તલાની વીંટી પ્રિયંવદાથી પાણીમાં સરી પડે છે; સભામાં શકુન્તલા દુષ્યન્ત સમક્ષ પ્રિયંવદા પાસે આ વીંટી માગે છે, ત્યારે તે આપી શકતી નથી. આ ઉપન્યાસમાં સખીઓ શકુન્તલા સાથે જતી જ નથી.
લેખકની ગદ્યચ્છટા કોઈક વાર એમના ભાષા પ્રભુત્વની પ્રતીતિ કરાવતી હોય છે : જેમ કે
सकलं दिवसं यावद् व्योममण्डलस्याधिपत्यमुपभुज्य सकलं च जगद् दीप्तिमता प्रकाशेनोपकृत्य दिवसावसाने प्रकृतिपरिणाममिवावलोकयन भगवान भास्करो निर्वेदमापन्नो यतिरिव काषायवस्त्राणि धारयन् अस्तगिरिगुहासु तपस्ततुकाम इवालक्ष्यत ।
રાજસભા વચ્ચે જેની સભા છે એ રાજાને શકુન્તલા કહે છે :
धर्मकञ्चुकं परिधाय, धर्मासने विराजमानेनापि त्वया, हे अनार्य ! धर्मस्य परित्यागः कृतः । ऐश्चर्यमदविभ्रष्टबुद्धिस्त्वं मदोन्मत्तः सञ्जातः । ध्रुवं त्वं शोभनीयासनाच्छन्नकूपसमः । यस्तत्रोपविशति, कूपे निपत्यासंशयं विनश्यति । हे मूर्ख !
ઉપર સરસ બિછાનું, નીચે ઊંડો કૂવો !
બિછાનું જોઈને બેસે, એ જીવતે જીવતાં મૂઓ !! કથા નવરણવિરામુ છે. સત્યવ્રત શાસ્ત્રીએ પ્રશંસા કરી છે, તે યોગ્ય છે : The author has full command and control to express all the sentiments in this sanskrit novel. 043 Caual શૃંગાર
शकुन्तलाविरहो तस्य दुस्सह एव जातः तस्य हृदयवेदनया धैर्यमर्यादोल्लंघिता । किमपि भोग्यं न तस्यानन्दप्रदायकमभूत् ।।
બધું જ વિશિષ્ટ છે, પ્રશંસનીય છે : વિષય તરીકે એક પ્રાચ્ય કથા હોય, એ જેમાં પ્રસ્તુત થાય તે સાહિત્યિક સ્વરૂપ આધુનિક હોય, આધુનિક વિભાવના કલાત્મક રીતે વણાયેલી હોય, આધારકથાનું અંત:તત્વ જળવાઈ રહ્યું હોય. १. कृष्णकुमार (डॉ.) तपोवनवासिनी (शाकुन्तलीया कथा) (संस्कृत उपन्यास): मयंक प्रकाशन, मिश्रा बाग, हनुमान गढी, નિવૃત (હરિદ્વાર); ૨૨૬૪; પૃ. XXX+૪+૨૧૮+૪+૨૦૨ Gajendragadkar A.B.- The Abhijñāna-Sakuntala of Kālidasa; the Popular Book Store, Surat; 1951;
fifth edition. 3. Sukhathankar V.S.- 3fe467 34. 62-EC;Bhandarkar Oriental Research Institute, Poona; 1933; first
edition.
કથા પ્રાચીનઃ પરિવેશ, નૂતન
પ૭
For Private and Personal Use Only