SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરૂઆત કરી. પૈડાંની મદદથી તેણે ગાડું કે ગાડી પણ ચલાવી. ચક્રની મદદ વડે ગરગડી પણ બનાવી અને વજન ઊંચકવામાં હળવાશ અનુભવી. આજના ઔદ્યોગિક જમાનામાં ચક્ર ઉદ્યોગનું એક મહત્ત્વનું સાધન બની ગયું છે. ચક્રની મદદ વડે અનેક યંત્રો ચલાવી શકાય છે. માનવની ચોથી મહત્ત્વની શોધ તે શઢવાળી હોડી હતી. આ નાવની મદદ વડે જળમાર્ગનો વ્યવહાર સરળ બની ગયો. ચક્ર અને નાવ એ બંનેની મદદથી મનુષ્ય આર્થિક વ્યવહાર વધારી શક્યો. (૩) નગરીય અવસ્થા (Urban stage) : આર્થિક અને વૈજ્ઞાનિક ક્રાંતિને કારણે માનવજીવનનો વિકાસ થયો. ખેતીકામ માટે હળની શોધ કરી, મા લાકડાના ટુકડાઓ, પથ્થર તથા બરૂથી ઝૂંપડીઓ બંધાઈ, અનાજના ભંડારો અન્નસંચય માટે બનવા લાગ્યા. અનાજ દળવા પથ્થરની ઘંટીઓનું નિર્માણ થયું. સમાજના ઉપયોગ માટે કૃત્રિમ ચીજો, નવાં હથિયાર વગેરેનું ઉત્પાદન થયું. કુટુંબમાં સ્ત્રી જાતિ અને પુરુષજાતિ વચ્ચે કામની વહેંચણી આ યુગના આરંભમાં થઈ લાગે છે. આ યુગનો માનવ વિવિધ ધનધાન્ય પકવતો થયો. ગામોની આસપાસ સંગઠિત શ્રમથી ખાઈઓ તથા વાડો જંગલી પશુઓ તથા માનવશત્રુઓથી બચવા માટે બનાવવામાં આવતી. દરેક કુટુંબ પોતાનો ખોરાક, કપડાં, વાસણ, ઓજારો તથા બીજો સામાન ઉત્પન્ન કરતું. આદિમાનવ પોતાની જરૂરિયાતો કરતાં વધારે ઉત્પાદન કરતો થયો. આ વધારાની ઊપજશક્તિને કારણે તેની આર્થિક પરિસ્થિતિમાં મોટા ફેરફારો થયા. તેની સમાજરચના બદલાઈ ગઈ. વધારાના માલનો વિનિમય થતો હોવાનું માની શકાય. આ યુગનું દરેક ગામડું સ્વાશ્રયી હતું. આ યુગની અનેક સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. ખેતીકામ તથા પશુપાલનને કારણે અન્ય માણસોની જરૂર પડી, જેને કારણે ગુલામોની પ્રથા શરૂ થઈ. બળવાન માણસ વધારે જમીન અને માણસો રાખતો, જેમાંથી શેઠ, માલિક, નોકર વગેરે વર્ગો અસ્તિત્વમાં આવ્યા. ટોળીઓના સમૂહનો બળવાન વ્યક્તિ સરદાર બન્યો, જેમાંથી રાજા અને રાજયનો ઉદ્દભવ થયો. મૂડીવાદ, સામ્યવાદ, સમાજવાદ વગેરે અસ્તિત્વમાં આવ્યા. સામાજિક વિકાસ રીત-રિવાજ, નીતિ-નિયમો તથા વિજ્ઞાનને કારણે થયો. વિચારો દર્શાવવા શબ્દોનું સર્જન થયું હશે. ભાષાને લઈને લેખનકળાની શરૂઆત થઈ. નાગરિક ક્રાંતિ માટે ભાષા અને લેખનકળાની જરૂરિયાત હતી. વૈજ્ઞાનિક શોધને લઈને કળા અને સૌંદર્ય મનોરંજનના સાધનો વિકસ્યાં. આમ મનુષ્ય શિકાર, ખેતી અને પશુપાલનમાંથી ઉદ્યોગ અને વાણિજયનો વિકાસ સાધ્યો. તેણે નાનાં નાનાં ગામોને બદલે મોટાં નગરો વસાવ્યાં. ટૂંકમાં, ભારતીય પ્રાગિતિહાસમાં મનુષ્યોએ તમામ પ્રકારની પથ્થર પરની કારીગરી તથા કામની ઉચ્ચભૂમિકા હાંસલ કરી હતી, ધાતુ ઉદ્યોગ વિકસાવ્યો હતો તથા નાની વસાહતોથી માંડીને મોટાં નગરોનું આયોજન કરવાની શક્તિ તથા આજના કલાકારને મુગ્ધ કરે એવી કલાનાં સર્જન કરીને ભારતની પરંપરાઓનાં દીર્ઘજીવી તત્ત્વોનાં મૂલ્યોની પ્રતિષ્ઠા પ્રાગૈતિહાસિક યુગમાં થઈ હતી એમ તેનું અધ્યયન બતાવે છે. પ્રાગિતિહાસનું અધ્યયન મનુષ્ય બનાવેલી કે વાપરેલી વસ્તુઓનાં પ્રાપ્તિસ્થાનોની પરિસ્થિતિ સહિત સમગ્ર પાસાંઓ લક્ષમાં લેવાથી સફળતાપૂર્વક થઈ શકે છે. આ માટે એ યુગનાં સ્થળોના સારા નકશા બનાવવાનું કાર્ય કરવાની ઘણી જરૂર છે. વળી તે સ્થળનું સ્થાનિક નામ, સીમાડાઓ વગેરેની સૂચિઓ અને નોંધ રાખવી. ભારતમાં કૂબામાં રહેતા લોકો જે રીતે પ્રાગૈતિહાસિક અવશેષો સમજી શકે છે તેવી રીતે શહેરમાં રહેતા લોકો સમજી શકતા નથી, તેથી આપણા દેશની જીવનપદ્ધતિનું સાદંત જ્ઞાન મેળવવાની આપણો પ્રાગિતિહાસ સમજવા માટે ઘણી જરૂર છે. ખાસ કરીને પ્રાચીન વસ્તુ એ જ્ઞાનપ્રેરક હોઈ તેમાંથી થતી જ્ઞાનસાધના મહત્ત્વની હોય છે. આ ક્ષેત્ર આંતરવિદ્યાકીય છે. તેમાં આપણા પોતાના ક્ષેત્રમાં આપણો અસાધારણ કાબૂ હોવો ઇષ્ટ છે. બીજાં ક્ષેત્રોમાંથી જરૂરી વિદ્યા મેળવીને પ૦ સામીપ્ય: ઓક્ટો. ૨૦૦૬– માર્ચ, ૨૦૦૭ For Private and Personal Use Only
SR No.535841
Book TitleSamipya 2006 Vol 23 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR P Mehta, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2006
Total Pages110
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy