________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (જે સને ૧૮૬૦ ના નં. ૨૧મા કાયદા મુજબ રજિસ્ટર્ડ સોસાયટી છે.) ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠ જૂની વિદ્યાસંસ્થા હતી. અમદાવાદમાં ઉચ્ચત્તર અભ્યાસ માટે તથા સંશોધન કરવા માટે ર૧મી જુલાઈ, ૧૯૩૯ના રોજ મુંબઈ યુનિવર્સિટીની સ્થાનિક સમિતિએ સંસ્થાની મુલાકાત લઈ માન્યતા આપવા ભલામણ કરી. ૩૧મી જુલાઈ, ૧૯૩૯ના રોજ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગની શરૂઆત થઈ. આ નવા વિભાગમાં અનુસ્નાતક વર્ગો શરૂ થયા હતા. સંશોધન કાર્યમાં ભાષા અને સાહિત્ય, ઇતિહાસ અને સમાજશાસ્ત્ર એ ત્રણ વિષયોમાં સંશોધન ગ્રંથ તૈયાર કરાવવાનું આયોજન થયું હતું. આ વિભાગની કામગીરી દ્વારા અમદાવાદમાં અનુસ્નાતક શિક્ષણ તથા સંશોધનની પ્રક્રિયા પ્રવૃત્તિ ચાલુ થઈ હતી.
સને ૧૯૪૪-૪૫ દરમિયાન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ગુજરાતમાં યુનિવર્સિટી સ્થપાય તે માટે ગુજરાત વિદ્યામંડળ'ની રચના કરી. સને ૧૯૪૫-૪૬ દરમિયાન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને તેના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગને વિદ્યાભવન રૂપે વિકસાવવા માટે શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ દલાલ તરફથી બે લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું. સને ૧૯૪૬-૪૭ દરમિયાન સંસ્થાનું નામ “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ને બદલે ‘ગુજરાત વિદ્યાસભા' રખાયું. એના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગને સ્વતંત્ર વિદ્યાભવનમાં ફેરવી એનું નામ શેઠ
નાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન રાખવામાં આવ્યું. આ ભવનની ઈમારતનું ખાત મુહૂર્ત ડૉ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર સી.આઈ.ઈ. ના હસ્તે તા. ૧૧ ડિસેમ્બર, ૧૯૦૪ના રોજ કરવામાં આવ્યું. જયારે એનું ઉદ્ઘાટન તા. ૯મી ફેબ્રુઆરી, ૧૯૪૭ના રોજ મુંબઈ સરકારના મુખ્યમંત્રી શ્રી બાબાસાહેબ ખેરના હસ્તે કરવામાં આવ્યું.
આ સંસ્થાને સ્વતંત્ર ટ્રસ્ટ તરીકે મુંબઈ ટ્રસ્ટ ઍક્ટ, ૧૯૫૦ હેઠળ તા. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૨ (રજી. નં. એફ-૨૩)માં નોંધણી કરવામાં આવી.
શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ દલાલ તરફથી મળેલ દાનના ઉદેશોમાં વિદ્યાની ઉચ્ચ કક્ષાઓનું, ભારતીય સંસ્કૃતિનું તેમજ ગુજરાતના સમસ્ત લોકજીવનની સમાજવ્યવસ્થા, સાહિત્ય, ઇતિહાસ, અર્થશાસ્ત્ર વગેરે લોકજીવનનાં તમામ અંગ ઉપાંગોનું બનતાં સુધી ગુજરાતી બોધભાષા દ્વારા ગુજરાતમાં જ અધ્યયન અધ્યાપન અને સંશોધન થાય, એ ગુજરાતના સર્વાગીણ વિકાસ અને ઉન્નતિ માટે શેઠ ભોળાભાઈ જેશિગભાઈને આવશ્યક લાગવાથી તેમજ જૈન ધર્મ ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું અંગ હોવાની અને ગુજરાતના ઘડતરમાં, ઇતિહાસમાં તેમજ વિદ્યમાન ગુજરાતની સમાજસ્થિતિમાં પણ જૈન સંસ્કૃતિનો મોટો ફાળો હોવાની તેઓની માન્યતા હોવાથી, સદરહુ સંસ્થામાં ભારતીય સંસ્કૃતિ તથા દરેક પ્રકારની સાંસ્કૃતિક વિદ્યાની ઉચ્ચ કક્ષાઓનાં- જેવાં કે ધર્મ, તત્ત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજકારણ, ઇતિહાસ, સાહિત્ય, કલા આદિનાં અધ્યયન, અધ્યાપન, સંશોધન, પ્રકાશન આદિનું કાર્ય માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્દુસ્તાની દ્વારા તેમજ આંતરરાષ્ટ્રીય વ્યવહારના સાધન તરીકે જરૂરી જણાયે અંગ્રેજી દ્વારા થાય તે સાથે જૈન સંસ્કૃતિનાં સર્વ અંગોનું કાર્ય નિયમિત અને વ્યવસ્થિત રીતે આ સંસ્થામાં એક મુખ્ય વિષય તરીકે થાય.
ઉપરના કાર્ય અંગે સંગ્રહસ્થાનો, પુસ્તકાલયો, વાચનાલયો, સ્કૂલો અગર બીજાં વિદ્યાભવનો વગેરે કાઢવાં, કઢાવવાં અગર તેમને મદદ કરવી, અને હરેક પ્રકારે સંસ્થાના ઉદેશોમાં આવે એવાં કાર્યોમાં મદદ કરવી.
ઉપર્યુક્ત ઉમદા વિચારો અને ઉદેશો સાથે સંસ્થા આરંભના વર્ષમાં ખૂબ પાંગરી. સંસ્કૃતવિદ્યા, સાંસ્કૃતિક ઇતિહાસ અને એવાં અનેક ક્ષેત્રોમાં વિદ્યાભવન તરફથી ૩૯ જેટલા ગ્રંથો પ્રકાશિત થયા. માર્ચ, ૨૦૦૭ સુધીમાં
શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન
For Private and Personal Use Only