SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. આથી જ આ પ્રકરણ આડત્રીસ પૃષ્ઠનો વ્યાપ આપી જાય છે. કચ્છના ચાર પ્રવાસો અન્વેષણસામગ્રીની દૃષ્ટિએ ધ્યાનાર્હ બને છે. અતિ ઉત્સાહમાં કે.કા.નાં કેટલાંક વિધાનો ઇતિહાસથી દૂર જતાં જણાય છે, પણ ઇતિહાસતત્ત્વ પ્રતિબિંબિત થયા વિના રહેતું નથી. કેકાના પ્રવાસવર્ણનોમાંથી પ્રધાન સૂર જે ઊઠે છે તે છે : પ્રવાસનાં સ્થળો અભ્યાસ અને અન્વેષણ માટે મોકળું મેદાન સંપડાવી આપે છે, જેને પહોંચી વળવું મુશ્કેલ નહીં તો દુસ્સાહસ તો ખરું જ. તેર પ્રકરણોમાં જે વર્ણન આપણને પ્રાપ્ત થયાં છે તેથી સ્પષ્ટ થાય છે કે એમની રખડપટ્ટી કેવળ રખડપટ્ટી નથી પણ કશું ઉપાદેયી તત્ત્વ તેઓ આપણને સંપડાવી આપે છે; કશાંક ઐતિહાસિક તથ્યો તારવી આપવા મિષે એમના પ્રવાસોનો ઉદ્દેશ સ્પષ્ટ થાય છે. ઐતિહાસિક સ્થળોને અવલોકવાની એક દૃષ્ટિ તેઓ પ્રારંભિક અન્વેષકને પ્રત્યક્ષ કરે છે; કહો કે ઇતિહાસના વિદ્યાર્થીઓને એક પ્રકારની તાલીમનું પાથેય પૂરું પાડે છે. એમના આ પ્રવાસોમાં સાહસવૃત્તિ અને અભ્યાસવૃત્તિનો સુભગ સમન્વય દેખાય છે. વર્ણનોમાં કયાંક વિનોદ છે, તો કયાંક આક્રોશ છે અને બન્નેના મૂળમાં છે સબ્જેક્ટિવીટી, છતાં પ્રવાસવર્ણનો રસપ્રદ માહિતી પૂરી પાડે છે તો આપણી અજ્ઞાનતાને જ્ઞાનવારિથી ભીંજવી પણ દે છે. આ ગ્રંથનાં તેર પ્રકરણો આ પ્રમાણે છે : (૧) મારો ઉત્તર અમેરિકાનો પ્રવાસ (પૃ.૩૭). (૨) અમેરિકામાં આદિમ વસાહતીઓનો પ્રવેશ (પૃ.૧૯). (૩) જેસલમેરની વિદ્યાયાત્રા (પૃ.૭). (૪) એક સમયનું જેસલમેર (પૃ.૩). (૫) ઓરિસ્સાના પ્રવાસે (પૃ.૬). (૬) પશ્ચિમ સૌરાષ્ટ્રની પ્રવાસનોંધ (પૃ.૧૫) (૭) કચ્છ : નાનુંમોટું રણ : નવસાધ્યતા (પૃ.૫). (૮) બેટ શંખોદ્વાર : શક્ય પુનરુદ્ધાર (પૃ.૬). (૯) We are all Gujaratis (પૃ.૪). (૧૦) આદર્શ નગરરચના (પૃ.૮). (૧૧) કચ્છના ત્રીજા પ્રવાસની ફલશ્રુતિ (પૃ.૬) (૧૨) કચ્છના ચોથા પ્રવાસની ફલશ્રુતિ (પૃ.૫). અને (૧૩) અમેરિકાનો ટૂંકો પ્રવાસ (પૃ.૩). પરિશિષ્ટમાં ૬ આકૃતિઓ નગરરચના પરત્વે છે. પ્રકરણ નવનું શીર્ષક ગુજરાતીમાં હોવું જોઈતું હતું કેમ કે વ્યાખ્યાન એમણે ગુજરાતીમાં આપ્યું છે. પ્રવાસગ્રંથમાં આ પ્રકરણનો સમાવેશ સમજાતો નથી. આવું જ આશ્ચર્ય પ્રકરણ દશ વિશે છે. અહીં એમના થકે થયેલા પ્રવાસોની ક્યાંક અલપઝલપ માહિતી એકાદબે વાક્ય રૂપે જોવાય છે પણ સંપૂર્ણપ્રવાસવર્ણન તેમાં નથી. સવાસો પૃષ્ઠમાં છપ્પન પૃષ્ઠ તો અમેરિકાના પ્રવાસ સંદર્ભે રોકાયેલાં છે. અવલોકન હેઠળનો બીજો ગ્રંથ છે : નભોવાણી. આ ગ્રંથમાં અમદાવાદના આકાશવાણી કેન્દ્ર ઉ૫૨થી ૧૯૭૦ થી ૧૯૯૭ દરમ્યાન ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન વિષય પરત્વે આપેલા ટૂંકા ૪૩ વાર્તાલાપોનો સમાવેશ છે. આ ઉપરાંત ૧૧ લઘુલેખો પણ અહીં આપે જ છે જે આકાશવાણી મારફતે આપેલા વાર્તાલાપો નથી. આ બધાં લઘુ લખાણો ભેળસેળ થઈ ગયાં છે. જે આકાશ ભાષિત નથી તેવાં અગિયાર લખાણો તેંતાલીસ વાર્તાલાપો પછી એક સાથે આપવાં જરૂરી હતાં. વાર્તાલાપોના વિષયોમાં બોલીઓ વિશે, કવિઓ અને વિદ્વાનો વિશે, ભાષા સાહિત્ય પરત્વે, વ્યક્તિવિશેષો અંગે, ભક્તિભજન અંગે, બારોટ ગઢવી ચારણ વિશેના મુદ્દાઓ સમાવિષ્ટ છે. બદલાતા સંબંધો વિશેના ત્રણ આકાશભાષણોમાં પિતાપુત્રની દૃષ્ટિએ, ગુરુ શિષ્યની દૃષ્ટિએ અને શિષ્ય ગુરુની દૃષ્ટિએ - લખાણો ધ્યાનાર્હ છે. કેકાના આ આકાશી વાર્તાલાપો ભલે સમયમર્યાદાથી બદ્ધ હોય પણ તેમાં ચમત્કૃતિ છે, સનાતન સત્ય છે, ઉપદેશ છે, માહિતી છે. જીવનવ્યવહારનો ખ્યાલ સ્ફુટ થયો છે, તો ભારતીય વિચારધારાનાં અંતિમ લક્ષ્ય સમજાવવામાં આવ્યાં છે. વાર્તાલાપો ભલે ટૂંકા છે પણ કેકાની વિચારયાત્રા ગાગરમાં સાગર સમી છે. વિપુલ સામગ્રી આપણને હાથવગી થાય જ છે. રજૂઆત વ્યવસ્થિત છે. ચાકણી સુસ્પષ્ટ છે. નિષ્કર્ષો ‘સહજતાથી પ્રસ્તુત થયાં છે. લખાણ સરળ અને સુબોધ છે. શબ્દાળુતાનો અભાવ સાહજિક છે, જે અન્યત્ર કેકાનો ગુણ ગણાય છે. ભાષાનું વૈશઘ નિરૂપણ સરળ બનાવે છે. ટૂંકા છતાં આ લખાણો પૂર્વાચાર્યોનાં અન્વેષણ કાર્યોની મજબૂત ભૂમિકા ઉપર અવલંબિત છે. કોઈ પણ મહત્ત્વનું વિધાન એમાં જ્વલ્લે જ સાધાર ના હોય. પણ બારોટ-ગઢવી-બ્રહ્મભટ્ટ', ‘ચારણજ્ઞાતિ અને પરંપરા', ‘ચારણવાણી અને પ્રાકૃત' તથા ‘ચારણ સાહિત્યનાં રૂપ અને પરંપરા' ભલે આકાશભાષિત નથી પણ અન્યથા આ લઘુલેખો ધ્યાનાર્હ તો છે જ. આકાશભાષિત લખાણો અને અન્ય લખાણો કેકાના બહોળા વાંચનનો અને બહુશ્રુતપણાનો અનુભવ કરાવે છે. પ્રસ્તુત ગ્રંથ વિષયના વૈવિધ્યને આપણી પ્રત્યક્ષ કરે છે. પારદર્શક પૃથક્કરણ, વસ્તુનું સ્પષ્ટ દર્શન, રજૂઆતની પ્રામાણિકતા ગ્રંથનાં લખાણોને મૂઠી ઊંચેરી પ્રતિષ્ઠા અપાવે છે. એમાં ગૃહિત ચિંતન આપણને ૭૬] [સામીપ્ય : ઑકટોબર, ૨૦૦૦-માર્ચ, ૨૦૦૧ For Private and Personal Use Only
SR No.535817
Book TitleSamipya 2000 Vol 17 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, R T Savalia
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy