________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બેરેટનના (જુઓ, બેરેટન) ૧૯૮૬ માં પ્રસિદ્ધ થયેલા સંશોધન-લેખના આધારે છાંદોગ્ય (= છાં) ઉપનિષદ (=ઉપ.)ના છઠ્ઠા અધ્યાયના આઠમા ખંડથી સોળમા ખંડ સુધી (૬.૮-૧૬) ધ્રુવપંક્તિ તરીકે પુનરાવર્તન પામતા વાક્યમાં સંકલિત “તત્ત્વમસિ' વાક્યનું અહીં વિવેચન કરવામાં આવે છે. પ્રસ્તુત સંશોધન-લેખમાં છાં.ઉપ. (૬.૮-૧૬)ના વિષયવસ્તુનું વિવેચન તદ્દન વસ્તુલક્ષી રીતે (objective) થતું રહે તે ઉપર સતત લક્ષ્ય આપ્યું છે તે વાચકો નોંધે ! ઉપરાંત, ભારતીય વિદ્વાનના કે અન્ય વ્યક્તિના હૃદયમાં વસી રહેલા અને દરેકના મુખે એક “મહાવાક્ય” તરીકે સહજ બોલાઈ જતા, તથા અર્થની દૃષ્ટિએ કે સમજવામાં તદ્દન સરળ ભાસતા આ ઔપનિષદ વાક્ય : “તત્ત્વમસિ"નો યોગ્ય અને અભિપ્રેત અર્થ કર્યો ઘટી શકે એ બાબતે અહીં (કદાચ ભારતમાં) સૌ પ્રથમવાર વિશદ વર્ણન કરવામાં આવે છે. §૨ : ધ્રુવપંક્તિ અને શાંકરભાષ્ય :
છાં.ઉ૫. ૬.૮-૧૬ માં નીચે મુજબ ધ્રુવપંક્તિ આવે છે :
स य एषोऽणिमैतदात्म्यमिदं सर्वं तत्सत्यं स आत्मा तत्त्वमसि श्वेतकेतो इति.... 1
“તે જે આ અણિમા (સૂક્ષ્મતમ) ‘“ત” તું છે...”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ સ્વરૂપમય આ બધું (જગત્) છે, તે સત્ય છે, તે આત્મા છે, કે શ્વેતકેતુ,
આ ધ્રુવપંક્તિમાં આવતાં ત- અને તા- જેવાં સર્વનામો ક્યાં, કયી સંજ્ઞા માટે યોજમાં છે. અને તેમનો વ્યાકરણની દૃષ્ટિએ શો સંબંધ છે તેવા મુદ્દા માટે અહીં વિવેચન કરવાનું આવશ્યક થઈ પડે છે.
છાં. ઉપ. ઉપરના તેના ભાષ્યમાં શંકર આ ધ્રુવપંક્તિ નીચે મુજબ સમજાવે છે :
स य सदाख्यः, एष उक्तः अणिमा अणुभावो जगतो मूलम् । ऐतादात्म्यं एतदात्मा यस्य सर्वस्य तद्-एतदात्म, तस्य भाव:, ऐतदात्म्यम् । एतेन सदारव्येनात्मनात्मवत्सर्वमिदं जगत् ।..... येन चात्मनात्मवत्सर्वमिदं जगत्-तद्-एव सदारव्यं कारणं, सत्यं परमार्थसत् । अतः स एव आत्मा जगतः प्रत्यक्स्वरूपं सतत्त्वं याथात्म्यम् । आत्मशब्दस्य निरुपपदस्य प्रत्यगात्मनि ગવાશિવ-નિરૂહાત્ । અતઃ, તત્ સત્ ત્વમસીતિ હૈ શ્વેતતો ....
(પૂના. ૬૬૫ સરખાવો બ્રહ્મસૂત્ર-શાંકરભાષ્ય ૧.૧.૬ પાનું ૧૦૯).
“તે જે “સ” સંજ્ઞક (અસ્તિત્વ ધરાવતું તત્ત્વ) છે. (પહેલાં) જણાવેલું આ, અણિમા - અણુનો ભાવ - જગતનું મૂળ (કારણ) છે. એ આત્મા સર્વનો છે તે “એતદાત્મ”, તેનો ભાવ = ઐતદાત્મ્ય”. એ “સ” સંજ્ઞક આત્માથી આત્મમય આ સર્વજગત છે..... અને જે આત્માથી આત્મમય આ જગત છે તે જ “સ” સંશક કારણ સત્ય છે. (તે) પરમાર્થ (દૃષ્ટિએ) સત્ છે. આથી તે જ આત્મા જગતનું પ્રત્યક્ (આંતરિક) સ્વરૂપ છે, સાચેસાચ સ્વભાવ છે અને યાથાત્મ્ય (આત્મા) છે, ઉપપદ રહિત આત્મશબ્દ પ્રત્યક્ (આંતરિક) આત્માના અર્થમાં જાણીતો (જગતમાં રૂઢ) છે; જેમ કે ગાય વગેરે શબ્દો. તેથી તે સત્ તું છે; હે શ્વેતકેતુ !...."
આ ધ્રુવપંક્તિ ઉપરનું શાંકરભાષ્ય જોતાં જણાશે કે શંકરે અહીં ત- અને ત- સર્વનામો કોઈપણ રીતે સત્ (અસ્તિત્ત્વ ધરાવતું કોઈ તત્ત્વ; Existent/Being) ના સંદર્ભમાં લીધાં છે, જેમ કે,
સ: ય: = સવારવ્ય, આ રીતે તદ્દાત્મ્યમ્ ના પ્રથમપદમાં આવતા તાત્ સર્વનામને પણ સત્ તરીકે લીધું છે.; જેમ કે, તેન=સવાબેન- આત્મના... અને છેલ્લા વિધાન તત્ત્વમસિ માં આવતા ત્ સર્વનામને પણ સત્ ના સંદર્ભમાં સમજાવ્યું છે, જેમ કે ત=સત્. જો કે તાત્ત્વિક (દાર્શનિક) વિચારધારાની દૃષ્ટિએ શંકરનું આ રીતનું અર્થઘટન વ્યાજબી ગણી શકાય, અને તત્ત્વજ્ઞાનમાં સને - અસ્તિત્ત્વ ધરાવતા કોઈ તત્ત્વને - મિન્ (સૂક્ષ્મતમ કોઈ તત્ત્વ)ના અર્થમાં પણ ઘટાવી શકાય. પરંતુ, આ ધ્રુવપંક્તિ જેવી વિશિષ્ટ વાક્યરચનામાં તો સત્ અને અળિમન, બંને જુદા પ્રકારની સંજ્ઞાઓ છે, અને આ વાક્યરચનામાં આવતાં (પણ છેલ્લા તત્ત્વમસિ વિધાનમાં આવતા તાત્ સર્વનામ સિવાયનાં) બધાં સર્વનામો સત્તા સંદર્ભમાં નહીં, પરંતુ અભિમન્ના સંદર્ભમાં યોજાયાં છે. આ મુદ્દો તથા છેલ્લા તત્ત્વમસિ વિધાનમાં આવતા તત્ સર્વનામનો યોગ્ય સંદર્ભ, એ મુદ્દો પણ અહીં વિશિષ્ટ વિવેચન માગી લે છે. આ મુદ્દાની ચર્ચાની પહેલાં અહીં પેતરાત્મ્ય વૈદિક વાક્યરચનામાં સર્વનામો અને વ્યાકરણની વિસંગતિ : તત્ત્વમસિ (છા.ઉપ. ૬.૮-૧૬)નું વિવેચન] [૪૭
For Private and Personal Use Only