SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીધા ઉપદેશ નહી, પરંતુ આ સંતકવિઓની એક નોંધપાત્ર સિદ્ધિ એ પણુ છે કે તેમણે જનસમાજને સીધા ઉપદેશ આપતાં ભજના, પદો, સુભાષિતા ઘણાં ઓછાં રચ્યાં છે. મોટે ભાગે તેમણે આખ્યાને જે રમ્યાં તેમાં મહાનુભાવ પાત્રાનાં જીવન, વાણી, વન, આચાર વગેરેનું ગૌરવગાન કર્યુ”; પદોમાં સ્વાનુભૂતિ અને ભક્તોની તથા તેમના જીવન, આચાર, વિચારની પ્રશસ્તિ ગાઈ, જેમ કે “રામબાણુ વાગ્યાં હાય તે જાણે, ધ્રુવને વાગ્યાં પ્રલાદને વાગ્યાં...” આમ, આ સંતકવિઓનું જીવન, તેમનાં આચાર, અનુભૂતિ, ચિંતન અને તેના નિચેારૂપ કવન સ્વયમેવ જનસમાજના હાયને એકાગ્રતા, મસ્તી અને આનમાં ડોલાવે છે અને સાથે ઉપદેશ આપે છે. લોકહૃદયમાં ગૂઢ સ`કારરૂપે પડેલાં ધમ, નીતિ, સદાચાર અને દર્શનનાં મૂલ્યે। આ કવિએ બહાર લાવે છે, તેને સાકાર કરતું મનેારમ ગાન કરે છે. આ મૂલ્યાને તેમણે ઉત્તેયાં, પાળ્યાં પેાખ્યાં અને અલવર બનાવ્યાં છે. અને એ રીતે જીવન જીવવાનાં નવાં બળ, શ્રદ્ધા, કલા જનસમાજને આ કવિઓએ આપ્યાં છે. જનસમાજના હૃદયની છૂપી વાત જ સ્પષ્ટાકાર થઈ નણે ગાનરૂપે વ્યક્ત થતી હાય અને અભિનવ ચેતના પામતી હોય એવા અનુભવ તેમણે કરાવ્યા છે. સીધા ઉપદેશ કરતાં આવે! વ્યજિત સ્વયમેવ હૃદયમાંથી જાગતા ઉપદેશ વિશેષ ચિત્તાકર્યાંક બને; ગાન, સંગીત અને કાવ્યના માગ અનેક ગણા વધારે રુચિકર અને પ્રભાવેત્પાદક અને એ સ્પષ્ટ છે. આ સ`ત કવિઓના ઉપદેશ જનહૃદયને વિશ્વાસુ આપ્તજનની તથા સમ્માન્ય અને વંદ્ય મહાનુભાવની એમ બે રીતે પ્રાપ્ત થાય છે, અને તેથી જ સ'તવાણીમાંથી પ્રતીત થતા ઉપદેશના પ્રભાવ જનહૃદય પર ઘણા વધારે પડયો છે. કવિતા માટે કહેવાયુ` છે કે “સારી કવિતા, સાચી કવિતા એ કહેવાય જેના વાચનથી વાચકને પેાતાના વ્યક્તિત્વના વિકાસ થયાના અનુભવ થાય.” શુદ્ધ કવિતાના પ્રભાવ માટે આમ કહી શકાય તે આ સંતકવિઓની ભક્તિભાવ નીતરતી કવિતા માટે શુ' કહી શકાય તે સમજી શકાશે. એ સ્પષ્ટ છે કે સંતવાણીની આ પણ એક વિલક્ષણુ સિદ્ધિ છે. પુરાતન પ્રસિદ્ધ કામના પ્રભાવ મહાભારતમૂલક, રામાયણુમૂલક કથાઓ, પુરાણ, ગાથાઓ, અન્ય કથાએ, કૃષ્ણ-રાધાની જોડી, સતમહ તાનાં ચિરતા, વગેરે જે ખરેખર જનસમાજને સારી રીતે પરિચિત છે, એટલુ જ નહી પણ જે જનહૃદયના ભાવ, શ્રદ્ધા, સમ્માનને સતત પકડી રાખનાર છે, તેનું જ ગાન અવનવી ખાનીમાં આ કવિઓએ કર્યું છે, તેમની પ્રાસાદિક ભાવ નીતરતી, સ્વાનુભૂતિના નીચોડરૂપ એવી મનેાહર વાણીમાં જે પરિચિત છે, હૃદયગત છે, તે નવી વાણી, નવા ભાવ, નવા વેષ લઈને પુરાતન મૂલ્યે! સાથે સંતવાણીરૂપે વહે છે ત્યારે જનહુદય માટે એ સતત પ્રિય, મનાર...જક, ગરવાં મૂલ્યાના પ્રભાવ પાડનારું બન્યું છે. જૂનાં મૂલ્યા, જૂના ભાવા નવા પ્રભાવ, નવું બળ અને તેથી નીમતા, સન્ન નવીનતા લઈને જનસમાજ પાસે આવે છે, જનયને ડોલાવે છે, મુગ્ધ કરે છે, તેમાં જ તેને જાણે નવજીવન અપે છે. મૌલિકતા માત્ર નવામાં નથી; જૂનાને નવીન, સદાબહાર બનાવવામાં પણ છે એ આ સંતકવિએ સિદ્ધ કર્યુ છે. આજના કવિ પણ પ્રણયગાન કરે છે ત્યારે કૃષ્ણ અને રાધાકૃષ્ણ સિવાયનાં પ્રતીકે તેને ઝાંખાં લાગે છે અને તેથી અદ્યતન પ્રયકાવ્યામાંથી આજના રાસગરબામાંથી પણ કૃષ્ણ અને રાધાકૃષ્ણ વિસરાતાં નથી. આમ હોય તેા પછી પ્રાચીનતાના અર્વાચીન શિલ્પી એવા આ હરિપરાયણુ સંતકવિઓની વાણીમાંથી એ કેમ વિસરાય ? ગુજરાતમાં સંતવાણીના વિકાસ] [૧૮૧ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy