________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંકળાયેલા પ્રસંગોને કાવ્યસ્વરૂપા વાચા અપી છે. ભગવાન કરશે અવનનાં ઘણાં વર્ષ દ્વારકામાં નિવાસ કર્યો હતો અને તેથી તેમને સર્વવ્યાપીતા ભાવ સમગ્ર ગુજરાતના સામાજિક, ધામિક, નૈતિક, સાંસ્કારિક જીવનને ઘડનાર બન્યો, એમ પણ કહી શકાય. ભાગવતને પ્રસ્થાનત્રયની સાથે ભારતીય શનને એક પરમપ્રમાણ ગ્રંથ ગણનાર અને ભક્તિને મોક્ષસાધનાને ઉત્તમ માર્ગ ગણનાર વલ્લભસંપ્રદાયનો અને તેની પહેલાં ભાગવતધર્મનો પણ ગુજરાતમાં ક્રમે ક્રમે ફેલાવો થયો તે પણ કૃષ્ણ ભક્તિના પ્રાધાન્યનું એક કારણું ખરું જ. અન્ય કારણે પણ છે જ. ગમે તેમ, લેકહૃદયને સહજ કણભક્તિ આ તમામ કવિઓએ ગાઈ છે અને ગુજરાતના જનમનને ડોલાવ્યું છે, મુગ્ધ બનાવ્યું છે કે, એ હકીકત છે. અને આ કણભક્તિએ અદભુત લોકસંગ્રહ સાધી, સતત સંસ્કાર સિંચન કરતાં રહી લોકહૃદયની ધમમાંની આસ્થા, નીતિનાં મૂલ્યોનું બળ, જીવનના આચારની શુદ્ધિ અને શિષ્ટતા, ગુજરાતની સંસ્કારિતાને પાળ્યાં પડ્યાં છે. સંતકવિઓની આ એક અણમોલ સેવા અને સાર્થકતા છે. પુષ્ટિમાગીય વલભસંપ્રદાય તે સ્પષ્ટ કહે છે.
“કૃષ્ણત્ પર કિમપિ તત્ત્વમાં ન જાને,” અને ભાગવતમાં નારદ કહે છે (૭–૭-૩૦) गोप्य: कामात् भयात् कंसो वैषाच्चेद्यादयो । संबंधात् वृष्णयः स्नेहात् यूयं भकत्या वय विभो ॥
અને છતાં વિલક્ષણતા એ છે કે આ કૃષ્ણભક્તિના ગાયક કવિઓ અંધ સામ્પ્રદાયિકતાના પ્રભાવે રામભક્તિ અને શિવભક્તિના વિરોધી કદી પણ બન્યા નથી. દયારામનું મૂળનામ “દયાશંકર’ હતું અને 'શંકર', શબ્દ નામમાંથી દૂર કરવા માટે તેણે પોતાનું નામ “યારામ' એ પ્રમાણે બદયું'. એવી કલ્પના કરવામાં આવી છે, જેને કાઈ ચોક્કસ આધાર નથી. નરસિંહને તે શિવજીની કૃપાથી જ શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન થયાં હતાં. તેથી જ તેણે ગાયું છે.
“શિવજી આગળ જઈ એક મનોરથ,સ્તુત્ય કીધી દિવસ સાત સુધી” અને ગગ૬ કઠે હું બોલી શકે નહીં, મસ્તક કર ધર્યો મુગ્ધ જાણી.” અને વળી એ લખે છે– અલ્પા નામ પામે છતાં રામને નવ કહ્યા, વૈષ્ણવ પદ કેરું બિરુદ ઝાલે.” મીરાં રામને કૃષ્ણસ્વરૂપ ગણી ગાન કરે છે –“રામ છે રામ છે રામ છે રે મારા હત્યમાં વહાલે રામ છે.” અને છતાં રામભક્તિનું ગાન પણ કેટલીય વખત કરી લે છે
“સીતારામને ભજી , ફેકટ શીદ ભટકો;
માલિકને ભજતાં રાતદિન નવ અટકે.” કણનો પરમ ઉપાસક પ્રેમાનંદ શિવજીની સ્તુતિ કરી લે છે અને રામાયણમલક આખ્યાને પણ રચે છે.
ગુજરાતની એ વિલક્ષણતા છે કે તેમાં અમુક અપવાદ સિવાય અંધ સામ્પ્રદાયિકતા જોવા મળતી નથી. અને કહૃદય મુખ્યત્વે કૃષ્ણ ભક્તિથી વ્યાપ્ત હોવા છતાં સવદેવનમસ્કાર તેને શિરોમાન્ય છે. કણ સાથે રામ અને શિવની સ્તુતિ તો ગુજરાત સહજ ભાવે કરી શકે છે. આ પરિસ્થિતિ ઉદભવી તેમાં સંતકવિઓને મોટો ફાળો છે. તેમણે કૃષ્ણને ઇષ્ટદેવ માનવા છતાં રામ અને શિવની અવગણના કરી નથી; રામ અને શિવની સ્તુતિ ગાઈ છે, રામ જીવનનાં આ ખ્યાનો રચ્યાં છે, આખ્યામાં સર્વદેવ નમસ્કાર, શિવસ્તુતિ, રામસ્વતિ આવ્યાં છે. આને પ્રભાવ જનસમાજને કેળવવામાં તેની દષ્ટિ વિશાળ બનાવવામાં નિમિત્તરૂપ છે.
ગુજરાતમાં સંતવાણીને વિકાસ
[૧૯
For Private and Personal Use Only