SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને બળવાખોરે વિખેરાઈ ગયા.૩ લેાકાની બળવાખાર વૃત્તિને દાખીદેવા મેજર વ્હાઈટલાકે યુરાપિયન અધિકારીઓની આગેવાની હેઠળ સ્થાનિક પાયદળની એક લશ્કરી ટુકડી, ગાલ દાજો અને સે ધોડેસ્વારી અત્રે સત્વરે મૂકવા સૂચવ્યુ.૪ આમ ૧૮૫૭ના બળવાના મહેસાણા જિલ્લામાં સીધા અને ગભીર પ્રત્યાધાતા પડેલા. તારંગા હીલમાં કાળીના બળવા : (તા. ૧૯-૯-૧૮૫૭ થી તા. ૨૯-૧૧-૧૮૫૭) તારંગા હીલમાં કાળીએના બળવા ત્રણ વાણિયાની ઉશ્કેરણીથી થયેલા જેમાં મગન ભૂખણુ, દ્વારકાદાસ અને જેઠા. માધવછતા સમાવેશ થતા હતા. મગન ભૂખણ્ પાટણના હતા, દ્વારકાદાસ શરાફ અને વિજાપુરના વતની માધવજી કરિયાણાના વેપાર કરતા હતા. આ ત્રણેને વિજાપુરના કમાવીસદાર ઉમેદ હઠીસીંગ તથા અમદાવાદના કેટલાક વાણિયાની મદદ મળતી હતી.૫ ૧૮૫૭માં આ ત્રણે જણા કાવતરું ઘડી અમદાવાદ ગયા, પછી ખેરાલુ તાલુકાના તારંગા હીલ ઘેાડા ખરીદવા અને માણુસા એકઠા કરવા ગયા. તારંગા હીલના કાળી અ ંગ્રેજો સામે થયા. આ વાણિયાઓએ ૨,૦૦૦ માસા અને ૧૫૦ ઘેાડા એકત્ર કરી ખેરાલુ તાલુકાના સિપાર અને સારણા ગામ વચ્ચે છાવણી નાંખી, વિજાપુરની કૂચ દરમ્યાન તેમણે લેાકાની માલમિલકતે લૂટી તથા ઊભા પાક વાઢી લીધા. વિજાપુર પરગણામાં મંડાલી (ખેરાલુ) અને ખરાડ (વિજાપુર) ગામ વચ્ચે તેમણે છાવણી નાંખી. ત્યાંથી તેઓ પીલવાઈ (વિજાપુર) અને કાઢ્ઢાડી (વિપુર) ગામેા તરફ ગયા. કેળાએ પીલવાઈ ખાતેની વાણિયા આગેવાનાની મદદની ખાતરીતે અવગણી લેાદરા તરફ આગળ વધ્યા. રસ્તામાં ગાયકવાડના એ સૈનિકાને લૂટ્યા. લાદરાવાસીઓ સ્વબચાવ માટે લડવા. ગાયકવાડના લેએ તેમને મદદ કરી. સ્થાનિક હુમલા પછી કાળીએને આગળ વધવાના અવકાશ ન મળ્યેા. છાબલિયા (ખેરાલુ) ગામની કાળી સ્ત્રીઓએ સલાહ આપી કે, ‘સરકાર બળવાન છે અને તમારે વાણિયાના વચન પર વિશ્વાસ રાખવા જોઈએ નહિ.' કોળીઓએ આ સલાહ સ્વીકારતા મગનલાલે નાસી જવું પડયું, સમેાઉ (વિજાપુર તાલુકા)ના થાણેદારે મગનલાલ અને તેના સાથીઓની ધરપકડ કરી, જપ્તી કરી અને કેસ ચલાવી મગનલાલ સહિત કેટલાક સાથીઓને મોતની સજા ફરમાવાઈ. ગાયકવાડ પ્રદેશમાં નિ:શસ્ત્રીકરણ (તા. ૨૯-૪-૧૮૫૮ થી તા. ૨૧-૫-૧૮૫૯) : ભારત સરકારે ફરમાવેલ નિ:શસ્ત્રીકરણની જાણ થતાં વડોદરા સરકારે તેના શાસન પ્રદેશમાં નિ:શસ્ત્રીકરણ અંગેના પગલાં ભરવા શરૂ કર્યાં. નિ:શસ્ત્રીકરણના અમલ માટે પર્યાપ્ત જિલ્લા વહીવટી તત્રના અભાવે બળવાખેાર ગામડાંએ માટે સરકારને ખાસ લશ્કર મેાકલવુ' પડયું. દેવરાસન, મે (મહેસાણા તાલુકા) અને વસઈ (વિજાપુર તાલુકા) ગામે લશ્કરી સૈનિકા ગાઠવવા પડયા.જ વિજાપુર તાલુકાની પ્રજાના વિરોધ હાવા છતાં ગાડિ પોલિસની મદદથી વડોદરાના કામદાર ભીવરાવ રામચંદ્ર ચિ'ચધારકરને નિઃશસ્ત્રીકરણનું કામ સોંપવામાં આવ્યું. આથી ભવરાવ સાદરાના એજન્ટને મળ્યા. પછી આનેાડિયા, સીગપુર, અને ધારુ ગામના લેાકેાને વિજાપુર ખેલાવી હથિયાર સાંપવા બાબતે લખાણુ માંગ્યું. કડીથી પચ્ચીસ ગાર્ડિ` પેોલિસને મદદે મેાકલવા વિનંતી કરી. આખરે તેમણે કડી પ્રાંતના ૨૪૫ ગામડાંને નિ:શસ્ત્ર કર્યાં .૧૦ આસિસ્ટંટ પૅલિટિકલ એન્જન્ટાની મદદથી દરેક અધિકારીએ વિન્નપુર, વડનગર, વીસનગર અને ખેરાલુ ગામમાંથી હથિયાર જપ્ત કર્યાં. આ બાબતે ગ્રામવાસીઓએ દલીલ કરી કે હથિયાર વિના ભારતના સ્વાતન્ય સગ્રામમાં ઉત્તર ગુજરાતનું પ્રદાન] [ ૧૬૭ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy