________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાક- કાળથી જે અન્-આય વાસ્તુ-પરંપરા જોવા મળે છે, અને જેમાં શુક્રાચાર્ય, પ્રહલાદ અને પુરોચન જેવા પ્રસિદ્ધ વાસ્તુશાસ્ત્રીએ થઈ ગયા છે, તે પરંપરાને મય એક પ્રથિતયશસ પ્રતિનિધિ હતો.૫
સમય: મય રાવણ અને શ્રીકૃષ્ણના સમકાલીન હોવાને રામાયણ-મહાભારતમાં પ્રાપ્ત ઉલ્લેખના આધારે મને સમય નક્કી કરવામાં મુશ્કેલી છે. “વિશ્વકર્મા' એ ઉપાધિવાચક શબ્દની જેમ “મય'ને પણ જે ઉપાધિસૂચક શબ્દ માનીએ તો એક કરતા વધારે “મય’ નામધારી સ્થપતિએ થઈ ગયા હોવાનું માનવું પડે. મયના ગ્રંથેના આધારે પણ તેને સમય નિર્ધારિત કરવાનું શક્ય નથી કારણ કે તેમાં વાસ્તુ અને શિપની અત્યંત પ્રાચીન અસુર પરંપરા જળવાઈ રહેલી છે. આથી મને વ્યાસની જેમ વ્યક્તિ નામ ન ગણતાં ઉપાધિ ગણવાનું જ વધુ યોગ્ય છે.
નિવાસસ્થાન: મય દાનવ હતો અને દાનવનું નિવાસસ્થાન ઘણું ખરું હિમાલયના પશ્ચિમ ભાગનો પર્વત પ્રદેશ મનાયો છે, જ્યાં કેશી, તારક, નમૂચિ, શંબર, વૃષપર્વા, બાણાસુર, હિરણ્યકશિપુ અને મને નિવાસ હતો. કલાસ પાસેના હિરણ્યશૃંગ પર્વત પાસે દાનવોએ કરેલા યજ્ઞ અને તેમાં મયના યોગદાનની વિગતોના આધારે પણ આ બાબત સિદ્ધ થાય છે. મહાભારત, આદિ પર્વ (૨૧૯ ૩૫)માં ખાંડવદહન પ્રસંગે ઇન્દ્રપ્રસ્થ (આજના દિહી) પાસેના પ્રદેશમાં તક્ષક નાગના નિવાસસ્થાને મયદાનવની ઉપસ્થિતિ “અતિથિ' તરીકે જ હોવાની સંભાવના છે. જીવનના ઉત્તરાર્ધમાં મયે પાતાળવાસ સ્વીકાર્યો હોવાનું ભાગવત પુરાણ (૫/૨૪/૩૧)ના આધારે અનુમાન કરી શકાય તેમ છે.
મયનાં કાર્યો : ઈન્દ્રપ્રસ્થની સ્થાપના માટે ખાંડવવનદહન પ્રસંગે અર્જુન અને શ્રીકૃષણે જીવતદાન આપવાથી ઉપકારવશ બનેલા મયના આગ્રહથી શ્રીકૃષણે તેની સમક્ષ યુધિષ્ઠિર માટે “દિવ્ય અસુર અને માનવ જગતની વિશિષ્ટતાઓના સમન્વય સમી, “પૃથ્વી પર જેનું કોઈ અનુકરણ ન કરી શકે તેવી' સભા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. મયે ૧૦,૦૦૦ હાથ જેટલી ભૂમિમાં ૧૪ માસમાં, “ત્રણે લોકમાં પ્રસિદ્ધ, દિવ્ય, મણિજડિત સુંદર અને અજોડ સભા(ગૃહ)નું નિર્માણ કર્યું. તેમાં પ્રયુક્ત ઈટોમાં અદ્ભુત રંગોજનાની ચતુરાઈના કારણે સ્થળમાં જળનો અને જળમાં સ્થળને આભાસ થયો હોવાનું અને દુર્યોધનાદિ અનેક લોકો ભ્રમના શિકાર થયા હોવાનું વિદ્વાનોનું માનવું છે. આ સભાગૃહ વિમાનના આકારનું, (સભા ૧/૧૩), પર્વત જેવું (ઊંચું) અને વાદળ જેવું (ગતિમાન) તથા સ્વગને વ્યાપીને રહેલું (સભા. ૧/૨૩), સ્તંભોના આધાર વગરનું (સભા. ૧૧/૧૪) તથા ૮૦૦૦ મહાબળવાન અંતરિક્ષચારી કિંજરો વડે ઇચછાનુસાર એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકાય તેવું (સભા. ૧/૨૫-૨૬) હોવાના ઉલ્લેખો પરથી તે કોઈ વિશાળકાય વિમાન હોવાની જ સંભાવના વધારે છે. યંત્ર સર્વસ્વ'ના વૃત્તિકાર બધાયન મુનિએ “પ્રાચીન વિમાનના આવિષ્કારક” તથા “વિમાન ચંદ્રિકા' નામના ગ્રંથના કર્તા તરીકે જેનો ઉલ્લેખ કર્યો છે તે મય માટે આ અસંભવિત નથી. અલબત્ત, આ સભાગૃહના વર્ણનમાં આવતો સરોવર, વૃક્ષો, કમળ તળાવડીઓ અને પક્ષીઓનો ઉલ્લેખ તેને વિમાન માનવામાં મુશ્કેલી ઊભી કરે છે, પરંતુ ડે. સી. એલ. શાસ્ત્રી વગેરે માને છે તેમ કવિને મય દાનવે રચેલી સભાની વિલક્ષણતા જ બતાવવી છે, એટલે આવી સભાઓમાં અસામાન્ય લાગે તેવાં પ્રાકૃતિક દો અહીં વધારે પ્રમાણમાં વર્ણવાયા છે.'
આ સભાગૃહની પૂર્વે મયે હિમાલયમાં દાનના લગ્ન પ્રસંગે એક રમણીય અને મણિમય પાત્ર'નું નિર્માણ કર્યાનો ઉલ્લેખ (સભા, ૩/૨ માં) પ્રાપ્ત થાય છે. મચે વૃષપર્વા પાસેથી યૌવનાશ્વની
૯]
[ સામીપ્ય : ઐકબર, '૩-માર્ચ, ૧૯૯૪
For Private and Personal Use Only