SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેની ઈશ્વરમાં અત્યંત ભક્તિ છે અને તેવી ગુરુમાં છે, તે મહાપુરુષોની અલૌકિક વાણી બધાં તત્ત્વાન પ્રકાશિત કરે છે. ઉપનિષદાની આ મગલમયી વાણી કાલાન્તરે વૈષ્ણવ ભક્તિ રૂપે વિકસી. શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદોના સાર છે. તે બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર છે. આમાં શ્રીકૃષ્ણ અજુનને શરણાગતિ ને ભક્તિ યોગના ઉપદેશ આપતાં કહે છે કે મારા ભક્ત મને ખૂબ જ પ્રિય છે. ભક્તિયેાગને આત્મસાત કરવ! માટે ગીતાના અંતિમ અધ્યાયમાં તે શરણાગતિનું રહસ્ય સમજાવતાં કહે છે કે બધા ધર્માં ત્યજી મારે શરણે આવ અને આગળ કહે છે કે હું તને બધાં પાપોથી મુક્ત કરીશ કાઈ પણ નતના શાક કે ચિંતા કરતા નહિ. દરેક શરણે આવેલા ભક્ત માટે આ ભગવાને આપેલું શાશ્વત આશ્વાસન છે. ભક્તિનું પૂર્ણ સ્વરૂપ શ્રીમદ્ ભાગવતમાં મળે છે. આ તે નાન, ધર્મ અને ભક્તિના સમન્વયને અપૂર્વ ગ્રંથ છે. શ્રી વલ્લભાચા'ના પૂરોગામી આચાર્યોએ ઉપનિષદ બ્રહ્મસૂત્ર અને ગીતાને જ પ્રસ્થાનત્રયી રૂપે માન્ય કરેલાં. શ્રી વલ્લભાચાય તેમાં શ્રીમદ્ ભાગવતના સમાવેશ કરી પ્રસ્થાન ચતુષ્ટય રૂપે એને આદર કર્યાં. શ્રીમદ્ ભાગવત વસ્તુત: ભક્તિરસને અવિરત પ્રવાહ છે. આના રસપાનથી ભક્તો ધન્ય થઈ જાય છે. ખરી રીતે જોતાં જો બ્રહ્મસૂત્ર બ્રહ્મની જ્ઞાનમયી વ્યાખ્યા છે તે ભાગવત તેની રસમયી પ્રસ્તુતિ છે. અને ગ્રંથા “જ્ઞન્માવસ્ય યત:''થી શરૂ થાય છે. શ્રી વલ્લભાચાયે બન્ને ઉપર ભાષ્પા લખ્યાં છે, જે અણુભાષ્ય અને સુખાધિની-ભાષ્ય નામે પ્રખ્યાત છે. શ્રી વલ્લભાચાર્ય શ્રી કૃષ્ણને પરલ પુરુષોત્તમના સગુણુ સ્વરૂપે માને છે. ભક્તોને આનંદ આપવા શ્રીકૃષ્ણે સ્વેચ્છાએ માનવરૂપ ધારણ કરેલું અને પોતાની અદ્ભુત લીલાએથી જન જનમાં ભક્તિના સ`ચાર કરેલા, યજ્ઞ પુરુષ વિષ્ણુ એ જ શ્રીકૃષ્ણના રૂપમાં સચ્ચિદાનંદ બ્રહ્મ છે. શ્રીમદ્ ભાગવતમાં તેમની દિવ્ય લીલાઓનું વિસ્તારથી વર્ણન છે. ભગવદ્ લીલાનું ગુણગાન એ ભક્તિની આધાર શીલા છે. શ્રીકૃષ્ણની લીલા એ પ્રકારની છે : ખાદ્ય અને આંતરિક. આ આંતરિક લીલાનુ ફળ ભક્તિ છે. માટે શ્રી વલ્લભાચા' કહે છે, લીલાક્ષીર સાગરમાં હૃદયરૂપી શેષ નાગ પર શયન કરનાર કલાનિધિ શ્રી પ્રભુને નમન કરે છે. સ્વયં લક્ષ્મી જાતે હજાર હજાર લીલાએથી તેમની સેવા કરી રહ્યા છે. नमामि हृदये शेषे लीला क्षीराब्धि शायिनं । ક્ષ્મી સહસ્ર ટીહામિઃ સેયમાનુંનિધિમ્ ॥ (સુએાધિની મંગલાચરણ શમ સ્કંધ) પ્રભુની લીલા પ્રાચીન કાલમાં જ હતી એમ નથી. તે તેા કાયમ થતી જ રહે છે. પેાતાની આહલાદિની શક્તિ લક્ષ્મી સાથે તેઓ નિ ક્રીડા કરે છે, જેની અભિવ્યક્તિ આ સમગ્ર સસાર છે. જ્યારે અંતઃકરણમાં આનંદ છવાય છે, ત્યારે ઉલ્લાસથી જે કા ઉત્પન્ન થાય છે, તે જ લીલા છે. પરબ્રહ્મ પાતે જ લીલામય છે. તેથી તેમની બધી લીલાએ નિત્ય છે. ભગવાન લીલા કેમ કરે છે? શા માટે કરે છે? તા કહેવાનુ` કે લીલા તો એમને સ્વભાવ છે. લીલા અહેતુકી હેાવાથી કાઈ ખીજુ` પ્રયાજન નથી. લીલાઓનું પ્રત્યેાજન લીલા જ છે. તે ભગવાનના રમણુ માટે છે. આ આખી સૃષ્ટિ તેમની લીલા અને ક્રીડા છે. માટે ભગવાનની લીલાએતા સાક્ષાત્કાર ઢાઈ બહારની પ્રક્રિયાથી મેળવી શકાતા નથી તે તે માત્ર ભગવાનના અનુગ્રહથી જ પ્રાપ્ત થઈ શકે છે. ભારતીય ભક્તિ સાહિત્યમાં લીલાઓનું અપૂર્વ અભિનવ અને સર્વોચ્ચ સ્થાન છે. અનંત દિવ્ય અને નિત્ય હૈ।વાને લીધે તે અનિચનીય છે. રસરૂપ ભગવાન પોતે જ આનંદમય છે. તેથી ભક્તજને તેમના ગુણ્ણા ગામી આનંદિત થાય છે. ભગવાનની લીલાએ માત્ર મુકિત પ્રદ્દાયિની જ નથી પણ તે તા મુક્તિ કરતાં પણ પર એવી પરમ મુક્તિ આપે છે. આમાં જીવ જાતે જ ભગવદ્ લીલામાં પ્રવેશ શ્રી વલ્લભાચાય ની પુષ્ટિભક્તિ ] [૧૧૭ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy