________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંડિત્યની દૃષ્ટિએ પ્રથમ એ વાત્તિ અસાધારણુ ગણાય એવાં છે. એમાં બૌદ્ધોના સિદ્ધાંતાની વિશેષતઃ ક્રિડિનાગના પ્રમાણુસમુચ્ચયની વિદ્વત્તાભરી સમીક્ષા કરીને પછી કુમારિલ ભટ્ટ મીમાંસા દર્શનના માન્ય સિદ્ધાંતાની યથાર્થતા પ્રદર્શિત કરી છે. કૃષ્ણદેવના તંત્રચૂડામણિ ગ્રંથમાં કુમારિલની અન્ય એ ટીકાઓના ઉલ્લેખ મળે છે. એમાં એકનું નામ બૃહટીકા છે અને ખીજી ટીકાનુ` નામ મધ્યમટીકા છે. તત્રવાર્ત્તિક એ બૃહત્તીકાને સંક્ષેપ મનાય છે પણ એ એ ટીકાએ હજુ સુધી ઉપલબ્ધ થઈ નથી. આ ટીકામથ ઉપરાંત કુમારિલ ભટ્ટ ‘માનવ કલ્પસૂત્ર' ઉપર પણ એક ટીકામથ લખ્યા હૈાવાનુ જણાય છે. એ ટીકાના કેટલેક અ`શ ઈ. સ. ૧૮૬૭ માં ડા ગાલ્ડસ્ફુકરે લ'ડનથી પ્રગટ કર્યા હતા.
કુમારિલ ભટ્ટના ગ્રંથાથી તેમનુ` ભાષાજ્ઞાન અત્યંત વિસ્તૃત તથા વ્યાપક હાવાનુ જણાય છે. તત્ર વાત્તિકમાં તેમણે ભાષાના બે ભેદો દર્શાવ્યા છે (૧) આર્ટ્સની ભાષા અને (૨) મ્લેચ્છાની ભાષા. આર્યાંનું નિવાસસ્થાન આર્યાવ` માન્યુ છે. કુમારિલ દ્રાવિડી યા તમિળ ભાષાથી પણ પરિચિત હાવાનુ જાય છે. પેાતાના ગ્રંથમાં તેમણે પારસી ખબČર્ યવન રામ આદિ ભાષાઓના નામેાલેખ કર્યાં છે કુમારિલનુ` પ્રાકૃતાનુ જ્ઞાન પણુ આદરણીય છે. લાટ દેશની ભાષાથી પણ તેઓ પરિચિત હતા. શ્લોક વાર્તિકમાં તેમણે લખ્યું છે.
नहि द्वारशब्दस्य स्थाने लाटभाषा तोऽन्यत्र वारशब्दो दृश्यते ।
એટલે કે લાટ ભાષા સિવાય અન્ય કઈ ભાષામાં “વાર” શબ્દનું “દ્વાર” શબ્દના રૂપમાં પરિવર્તન ચતું નથી.
કુમારિક્ષ ભટ્ટના અનેક શિષ્યામાં ત્રણ મુખ્ય છે (૧) મંડનમિશ્ર (૨) ઉમ્બેક અને (૩) પ્રભાર. એમાં (૧) સ`ત ંત્ર સ્વતંત્ર એવા મંડનમિત્ર ભારતના એક બહુશ્રુત પ્રતિભાસ’પન્ન વિદ્વાન ગણાય છે. કુમારિલના મતને અનુસરીને મંડનમિકો વિધિવિવેક, ભાવનાવિવેક અને વિશ્વમવિવેક તથા મીમાંસા, સૂત્રાનુક્રમણિ નામના ગ્રંથા લખ્યા છે. એમના પ્રથમ ગ્રંથ વિધિવિવેક ઉપર પ્રસિદ્ધ વેદાન્તી સ་તંત્ર સ્વતંત્ર એવા વાચસ્પતિ મિત્રે “ન્યાય કણિકા' નામની ટીકા અને શબ્દોષ વિષયક તત્ત્વવન્તુની રચના કરી છે.
(૨) ઉમ્મેક- હવે તે સપ્રમાણુ સિદ્ધ થઈ ચૂકયુ` છે કે માલતીમાધવ આદિ પ્રસિદ્ધ નાટકોના કર્તા ભવભૂતિ ઉમ્મેક નામથી પણ પ્રસિદ્ધ હતા. કુમારિક્ષ ભટ્ટના શ્લેાકવાત્તિ'ક ગ્રંથ ઉપર તેમણે જ સર્વપ્રથમ “તાયટીકા' નામક ટીકામથ લખીને વાત્તિકનાં રહસ્યાનું ઉદ્ઘાટન કર્યું' છે, એ ગ્રંથ સ્ફૉટવાદ સુધી જ છે. શેષ ટીકાની પૂતિ' કુમારિલના પુત્ર મનાતા યમિત્રે કરી છે. ગુણુરને તે તર્ક રહસ્યદીપિકા (પૃ. ૨૦)માં લખ્યુ છે કે ઉમ્મેદારિાં વેત્તિ. ઉમ્મેક શ્લોક વાત્તિકના તર્ક મર્મીન વિજ્ઞાન મનાય છે. મ`ડનમિશ્રના ભાવના-વિવેક ઉપર પણ તેમણે ટીકા લખી છે. અને તે કાશીથી સરસ્વતી ભવન સિરિઝમાં પ્રગટ થઈ છે.
(૩) પ્રભાકર– મીમાંસાશાસ્ત્રમાં કુમારિલ ભટ્ટના મતની જેમ ગુરુ મત નામથી નવીન મતને જન્મ આપનાર પ્રભાકરને સ`પ્રદાયમાં કુમારિલના શિષ્ય હાવાનુ` માનવામાં આવે છે. પણ પ્રભાકર અને કુમારિલના સિદ્ધાંતાના તુલનાત્મક અધ્યયન દ્વારા હવે મનાય છે કે પ્રભાકર કુમારિલના શિષ્ય નહીં પરંતુ એમના પહેલાંના મીમાંસક હતા. કુમારિલ ભટ્ટ શાબર ભાષ્યને અક્ષરશઃ અનુસરતા નથી અને સ્વતંત્ર વિચાર। ર્શાવે છે, જ્યારે પ્રભાકર મૂળ સુત્રો તેમ ભાષ્યને પૂરા વફાદાર છે. તેમણે શાબર ભાષ્ય ઉપર બૃહતી યા નિષ્કન્ધમ અને લી યા વિવરણુ એમ બે ટીકાઓ લખી છે. મૂળ મીમાંસાનાં વિશિષ્ટ લક્ષાને પ્રભાકરે
૧૦૨)
[સામીપ્ય : આકટોબર, '૯૩–મા',–૧૯૯૪
For Private and Personal Use Only