________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્માનુભૂતિ પ્રતિ ગતિ કરે છે તે તેમણે બતાવ્યું છે. બીજો મુખ્ય માર્ગ છે જ્ઞાન અને વૈરાગ્યને જે ખૂબ ગવાય છે. છતાં વાસ્તવમાં સંતકવિઓની બાબતમાં માર્ગો પરસ્પરાશ્રમી છે. ભકિતમાર્ગ એટલે ભકિતપ્રધાન માગ અને જ્ઞાનમાર્ગ એટલે જ્ઞાનપ્રધાન ભાગ તેમને અધ્યાત્મ જ્ઞાન પ્રતિ દેરી ગયો છે અને છતાં ભકિતનું ગૌરવ જળવાયું છે. જ્ઞાનમાર્ગના મૂળમાં પણ ચિત્તત્રની એકાગ્રતા, બ્રહ્મમાંની આસ્થા તે ભકતના સમી જ છે અને સંસારથી વિરકિત, પ્રભુપરાયણતા, આત્મનિર્ભ અને આત્મસમર્ષણ તો બંનેમાં સરખાં છે. આ ભક્ત કવિઓનું ગાન જનસામાન્યને ધણુ વધુ મનોરંજક અને સાથે આત્મત્કર્ષ સાધક લાગ્યું છે. જીવન વિષેનાં નવાં શ્રદ્ધા અને બળ તથા સંસ્કારનું સિંચનાર બન્યું છે. છતાં જ્ઞાન માગી અખે, પ્રીતમ વગેરે પ્રત્યે પૂરા માન અને શ્રદ્ધાના ગંભીર ભાવે વાચકે અને શ્રોતાઓ જુએ છે. તેમને પ્રભાવ ઘણે અંશે એ જ છે.
આ સંત કવિઓનાં પિતાનાં જીવન પણ અતિ સંઘર્ષમય, રોમાંચક, તેની પિતાની રીતે પુરુષાર્થ ભય બન્યાં છે. વિરોધના ભોષણ વંટોળ અને ઝંઝાવતે વચ્ચે તેમણે દઢતા, અડગતા, સ્વસ્થતા દાખવ્યાં છે. સંસારીજનોને અમૃતપાન કરાવ્યું છે. આથી તેમનાં કથન ઉપરાંત સંતેનાં જીવન વિલક્ષણ પ્રેરણા અને અનુપમ આદર્શ પૂરો પાડનાર બન્યાં છે. ભારતની ઉજજવલ સંસ્કાર સમૃદ્ધિ અને ગુજરાતના સર્વધર્મ સમભાવ, હૃદયની વિશાળતા અને સૌને સહજ ભાવે પોતાનામાં સમાવી લેવાની તત્પરતા કેળવનારા આ સંત કવિઓનું કવન એ ગુજરાત અને ભારત બંનેને અણમોલ વારસો છે. તેમને દિવ્ય શબ્દો સંભળાયા છે અને તેમને ગુજરાતના જનસમાજને પોતાની વિવિધતા સમૃદ્ધ વાણીમાં સંભળાવ્યા છે કે
मन्मना भव मदुभक्तः मयाजीः मां नमस्कुरु । निवसिष्यसि मय्येव अत ऊर्ध्व न संशायः ॥
૧૦]
[સામીખ : ઓકટોબર, '૮૩–માર્ચ, ૧૯૯૪
For Private and Personal Use Only