SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'કૃષ્ણની વાંસળી કૃષ્ણની ગેળાને વિહવળ કરી મૂકે– “ઓ વાંસલડી! વેરણ થઈ લાગી, વ્રજની નારને” અને અન્ય પદામાં પોતાને “દાસ દયો” અને “ભા સખી” તરીકે ઓળખાવનાર દયારામની નમ્રતા તે જુએ ! હું શું જાણું જે હાલે ભુજમાં શું દીઠું, વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠ'...” અને ભગવાન કૃષ્ણને સૌદર્યથી મુગ્ધ દયારામ ગાય છે-- શોભા સલૂણ શ્યામની તુ જેને સખી ! શોભા સલૂણું શ્યામની.” આ દયારામે પણ દીનભાવે પ્રભુને ભયો છે, અને તેના દાસભાવ અને મુગ્ધતા સાથે તેણે કબણને પરમાત્મ સ્વરૂપે, સગુણ બ્રહ્મ રૂપે, નીરખે છે.” એ ભક્તિ શૃંગારની છોળો શમતાં દયારામ શરણાગત ભાવ-દીન ભાવની ભક્તિનાં શાક્તરસનાં પદે–ભજનોમાં જીવને શિખામણ આપે છે, અન્ત કાળે પ્રભુની દયા પાચે છે, દાસભાવે ભક્તિ કરી લે છે. ભક્તના આદર્શ એવા અનન્ય ભક્ત વૈષ્ણ વજન” કે “તાદશીજન”નાં ગુણ કીર્તન કરે છે.” (બેચરભાઈ પટેલ) ૨૮ વર્ષની વયે પાકી મરજાદ લેનાર આ પુષ્ટિ માગના ચુસ્ત અનુયાયીની જીવન દૃષ્ટિ તેનાં પ્રાર્થના પદોમાં, નીતિ અને ઉપદેશનાં પદોમાં સવિશેષ જોવા મળે છે. પ્રભુને સર્વ સમર્પણ કરનાર નાની અને ભક્ત એવા દયારામનાં અગત્યનાં પ્રતિયાદન આ છે માનવને મળે મેળે મનુષ્ય દેહ એ પ્રભુ પરાયણતા, ભક્તિ અને પ્રભુ પ્રાપ્તિ માટે જ છે; પ્રભુ આત્મસમર્પણથી જ મળે છે; ભટકેલ પ્રકૃતિના મનને ભગવાનમાં સતત સ્થિર કરવું જરૂરી છે. વાસ્તવમાં રામ અને કૃષ્ણ એક જ છે; ભગવાનથી વિમુખ બ્રાહ્મણ કરતાં ભક્ત ચંડલા ચઢિયાત છે; વગેરે. વ્યારામે સીધા ઉપદેશનાં પદે પણ રચ્યાં છે. છતાં તેમણે વ્યંજના રૂપે જે જીવન દૃષ્ટિ આપી છે તે તેમણે આપેલે અણમોલ વારસે છે. પ્રેમ લક્ષણું ભક્તિ, ગોપીભાવ, કૃષ્ણભક્તિનું ગાન કરી ભક્તિ માર્ગે ગતિ કરવા પ્રેરતા આ મુખ્ય સંત કવિઓ ઉપરાંત જ્ઞાનમાર્ગે ઉત્કટ શનને માગે ગતિ કરનારા કવિઓનો નિર્દેશ પણ ઘડે કરી લેવો જોઈએ. આ કવિઓ પૈકી અખો પ્રીતમના પ્રદાનની નોંધ કરવી યોગ્ય થશે. અખે જીવનના પૂરા પ્રાઢ અનુભવ સાથે ઘણી મોટી વયે કવિતા કરનાર અખા ભગત ગુજરાતને વિરત જ્ઞાનમાગી. કેવલા પ્રતવાદી કવિ અને સંત તરીકે જાણીતા છે. ગુરુ કરવા નીકળેલ અખે નિરાશ થયા. ગુરુ કર્યા મેં ગોરખનાથ ઘરડા બળદને ઘાલી નાથ.” આખરે વાસ્તવમાં પોતે પોતાના ગુરુ બન્યા. અખાને કે. હ. ધ્રુવ “ગેરુ વગર ભગવાં ધરાવનાર અખાસ્વામી” તરીકે ઓળખે છે. તેણે સ્વીકારી લીધું છે કે બ્રહ્મના પ્રત્યક્ષ અનુભવ વિના માનવ જે કઈ પ્રવૃત્તિ કરે તે મિથ્યા છે. જીવનનું ચરમ અને પરમ ધ્યેય એ તે આત્મજ્ઞાન જ છે. આવા પ્રતિપાદન માટે અખાએ “અખેગીતા” અને “અનુભવબિન્દુ' રહ્યાં છે. ઉમાશંકર કહે છે કે “એમાં તત્ત્વજ્ઞાન પોતે જ કાવ્ય છે કે કાવ્ય પોતે જ તત્ત્વજ્ઞાન બન્યું છે.” અખા પાસે વૈરાગ્ય અને વિરક્તિની મી છે, અન્તદષ્ટિ કરી તે જીવન્મુક્ત દશા પ્રાપ્ત કરવા પ્રયત્નરત છે. આ વેદાન્ત કવિ શિરોમણિ” માટે કે. કા. શાસ્ત્રી કહે છે. “અને જ્ઞાનમાર્ગને સ્વાનુભવિ કવિ છે.” આ વિરક્ત, વેરાગી, જ્ઞાન માગી", સાધક કવિને ભુલક સંસારમાંને રસ લુપ્ત થઈ ગયો છે. છતાં સંસારી જનેનાં રૂઢિપ્રસ્તતા, દાંભિકતા વગેરે તે ખુલ્લાં પાડે છે. આ માટે અખાના ચાબખા જાણીતા છે. તે કહે છે૧૮૮]. [સામીપ્ય : ઓકટોબર, '૩-માર્ચ ૧૯૯૪ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy