________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતે મીરાં દ્વારકામાં પ્રભુના હૃદયમાં લુપ્ત થઈ જાય છે. “મીરાંનાં પદોમાં ગોપીના હદયનું અબળાપણ. કમઠ દાર્શનિકને પુરુષાર્થ, ભાવકનો ઉત્કટ પ્રેમ તથા ચિન્તનશીલની વિરક્તિ, સાધકની લગની અને ભક્તિની પ્રેમજન્ય વિવશતા, સ્વાભાવિક ભોળપણું અને માર્મિક માધુર્યની કોમળતા-બધું સાથેસાથ વિદ્યમાન છે.'
મીરાંની સંતવાણી સહજભાવે, સ્વના દૃષ્ટાન્ત અને અનુભવ દ્વારા જગતના પ્રભુપરાયણ બનવા તત્પર માનવને આ પ્રકારના ઉપદેશ વ્યંજનારૂપે આપે છે.
જીવનમાં અતિમ લય મુક્તિ એ જ હોઈ શકે અને તે પ્રભુપ્રિતથી, સત્સંગથી, આત્મસમર્પણથી, સત્રના પ્રભમાં વિલોપનથી જલદી પ્રાપ્ત થાય, પ્રભુપરાયણતા અને પ્રભુભજન એજ આને માગ છે. જીવન પરમ પુરુષાર્થ સાથે જીવવા જેવું છે, પરંતુ કેવળ આત્મકામના જાગ્રત રાખીને, સંસારને તેના સાચા સ્વરૂપે ઓળખી વધારે પડતી આસક્તિઓથી દૂર થઈને. પ્રભુ માત્ર બાહ્યાચારથી, તીર્થો કરવાથી ભગવા ધારા કરવાથી મળતા નથી. અમે કમે જીવન ઉત્કર્ષ સાધતાં તેને હરિચરણરત કરવામાં જ જીવનની સાર્થકતા છે.
પ્રેમાનંદ
મુખ્ય સંતકવિઓમાં ત્રીજ છે પ્રેમાનંદ, નરસિંહ, મીશ અને દયારામ કરતાં તેમની પ્રતિમા જદી જ છે. તેઓ નૈસગિકી પ્રતિભાથી અન્વિત સમર્થ કવિ છે. કેટલાકે તેમને મહાકવિ તરીકે પણ બિરદાવ્યા છે. કથાકાર, આખ્યાનકાર, ગાગરિયા ભટ્ટ પ્રેમાનંદ થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં પણ જણીતા થયા. તેણે આખ્યાનો વગેરે રયાં, ગામેગામ હરીફરી હાવભાવ સાથે ગાયાં, ચૌટ-ચૌટે સંભળાવ્યાં. સંગીત અને મનોરંજન સાથે ભારતીય ધર્મ અને સંસ્કૃતિનાં શાશ્વત મૂહn પ્રધતી અમરકથાઓ તેણે પુનઃ સજીવન કરી. આ કથાઓ કરતાં પણ વિશેષ તેનાં પાત્રોને પ્રભાવ શ્રોતાજનો પર આનંદદાયી અને સાથે શિષ્ટતાબેધક અને સંસ્કારસિંચક બને છે. જીવન ક્ષેત્રોના ઉપદેશ, આ પ્રથમ આખ્યાનકાર અને પછી સંતકવિએ આમ મોટે ભાગે વ્યંજનારૂપે આપ્યા છે. સંસારના પુરુષાર્થ, ધર્મપરાયણતાથી માંડીને વિરક્તિ, ત્યાગ, મોક્ષની સાધના સુધીની વાત આ વ્યંજનાઓ દ્વારા વ્યક્ત થાય છે. તેને માટે નિઃસંકેચ કહી શકાય કે હરિગાન કરતાં કરતાં પ્રેમાનંદ હરિમય બની ગયા છે, પેલી પ્રસિદ્ધ ઉક્તિમાં કહ્યું છે તેમ
“લાલા મેરે લાલકી જિત દેખું તિત લાલ,
લાલી દેખન મૈ ચલી મેં ભી હો ગઈ લાલ.” અને એ રીતે મીરાં અને નરસિંહના જીવન કરતાં જુદી જ, નિરાળી રીતે તેનાં આખ્યાને અને તેને જીવન જનસમાજને નરી ચેતના આપનાર બન્યાં છે. આ કવિ પણ ગુજરાતને જ્યારે તાતી જરૂરિયાત હતી ત્યારે જ ઉભવ્યા છે. સાચો ધર્મ જ માનવને ટકાવી રાખનાર બળરૂપ હતો તે યુગમાં આ લોક હદયે વસી ગયેલ પ્રાચીન કથાઓ અને ધાર્મિક ઘટનાઓને તેણે આખ્યાન અને અન્ય સાહિત્ય સ્વરૂપોમાં ગૂથી. તેમાં તેણે સ્વપ્રતિમાના રંગ ઉપરાન્ત સ્થાનિક રંગો પણ ચડાવ્યા, લેકરુચિને આપ પણ તેને આપ્યો. અને એ રીતે ગુજરાતને ધાર્મિક અને સાંસ્કારિક આક્રમણના પ્રાસ બનવામાંથી બચાવવામાં પોતાને ફાળો આપ્યો. જીવનનાં શાશ્વત મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિના અમર વારસાને આમ નવીનતર રીતે ગાનાર, નવો અવતાર આપનાર, લેકવાણીમાં રજૂ કરનાર પ્રેમાનંદે કવિ, ભક્ત કવિ, સંતકવિ તરીકે ભારતીય સંસ્કારિતાને ટકાવી રાખવામાં પિતાનું પ્રદાન કર્યું", ધર્મના પ્રચારને લાગે તેને તેણે જીવંત રાખી. તમામ સંત કવિઓની સાથે પ્રેમાનંદનો આ લેક સંગ્રહ અનોખો છે
[સામીપ્ય :
કટોબર, '૯૩-માર્ચ, ૧૯૯૪
For Private and Personal Use Only