________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર રસના પ્રકાર
પી. યુ. શાસ્ત્રી*
કાવ્યમાં આલેખાતા રસમાં ગાર ભલે રાજ હોય, પરંતુ વીર રસ પણ શૃંગાર રસ જેટલો જ મહત્ત્વનું ગણાય છે. શૃંગાર, વીર કે શાન્ત રસોમાંથી કોઈ પણ એક મહાકાવ્યમાં મુખ્ય રસ તરીકે આલેખવો જોઈએ.' એવી જ રીતે, નાટકમાં શૃંગાર કે વીર બેમાંથી કોઈ એક મુખ્ય રસ હોવો જોઈએ. આમ નાટક અને મહાકાવ્યમાં શૃંગાર રસ જેટલું જ મહત્ત્વ વીર રસનું છે એ સ્પષ્ટ છે. જ્યાં યુદ્ધ, ધર્મ, દાન વગેરેને ઉત્સાહ એટલો બધો હોય કે વ્યક્તિ તેને માટે જન કુરબાન કરવા તયાર થઈ જાય એવું આલેખાય ત્યાં વીર રસ જન્મે છે. આ વીર રસના ત્રણ પ્રકારો આચાય’ ભરત નાટયશાસ્ત્રમાં સર્વ પ્રથમ ગણાવ્યા છે તેમાં (૧) યુદ્ધવીર (૨) દાનવીર અને (૩) ધમવીરને સમાવેશ થાય છે. ખુદ બ્રહ્માએ વીર રસના આ ત્રણ પ્રકારે કહ્યા છે એવા ભારતના કથનને મોટા ભાગના આલંકારિકાએ બ્રહ્મવાક્યની જેમ સ્વીકાર્યું છે. પરંતુ જેમ શૃંગારના બે જ મુખ્ય પ્રકારો સંભોગ અને વિપ્રલંભને ગણાવવા છતાં તે અનંત ભેદોવાળે ગણાય છે, તેવી જ મુંજાશ વીર રસમાં હેવાથી તેના અનેક ભેદો થઈ શકે એમ માની શકાય,
ત્યારબાદ સ્ક્રટે ભરતનો મત સંપૂર્ણ રીતે સ્વીકારી યુદ્ધવીર, દાનવીર અને ધર્મવીર એ ભારતે ગણવેલા ત્રણેય પ્રકાર ગણાવ્યા છે.'
એ પછી ધનંજયે વીર રસના પ્રકારો બાબત ભરતને અનુસરી, અંશત : પિતાને મૌલિક મત રજૂ કર્યો છે. ભારતને અનુસરી ધનંજય, વીર રસના ત્રણ પ્રકારો જ માને છે, છતાં ભરતના ધમવાર પ્રકારને બદલે દયાવીર નામને વીર રસને નવો જ પ્રકાર તે ગણાવે છે. ધનંજયે ગણવેલા આ કયાવીર એ નવા પ્રકારને મોટા ભાગના અલંકારિક સ્વીકારે છે.
તે પછી આચાર્ય ભેજે ધનંજયના જેવો જ મત સ્વીકાર્યો હોવાનું જણાય છે, કારણ કે પિતાના ગ્રંથમાં તેઓ આ ત્રણે પ્રકારનાં ઉદાહરણે ૨જુ કરે છે.'
એ જ અરસામાં આચાર્ય મમ્મટે પોતાના ગ્રંથ કાવ્ય પ્રકાશમાં વીર રસની ચર્ચામાં ફક્ત યુવીર પ્રકારના વીર રસને એક જ શ્લેક ઉદાહરણ તરીકે આપે છે. એટલા પરથી ધનંજયના વીર રસના ત્રણ પ્રકારે આચાર્ય મમ્મટ સ્વીકારતા હોવા વિશે કાવ્ય પ્રકાશના પ્રખ્યાત ટીકાકારોની શકાઓ જોતાં અનુમાની શકાય. - ત્યાર પછી આચાર્ય હેમચંદ્ર ધનજયના દયાવીરને દૂર કરી ભરતના ધર્મવીર પ્રકારને સ્વીકાર કર્યો છે. આચાર્ય હેમચંદ્ર ભરતના પ્રામાયને ચુસ્ત રીતે વળગી રહી તેમણે કહેલા ત્રણ પ્રકારોને જ ગણવે છે.
એ પછી નાટપર્પણના લેખક રામચંદ્ર અને ગુણચંદ્ર વીર રસના પ્રકારોમાં ધનંજયને બદલે ભરત અને હેમચંદ્રને અનુસરે છે. તેઓ ભારતના ત્રણ પ્રકારે ગણુવ્યા પછી ધનંજય કરતાં પણ વધુ કાતિકારી મત સર્વ પ્રથમ રજૂ કરે છે. એ મત મુજબ વીર રસના અનેક પ્રકારો પડી શકે * અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, એલ. ડી. આર્ટસ કોલેજ, અમદાવાદ
-વીર રસના પ્રકારો]
[૭
For Private and Personal Use Only