SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir યુદ્ધ કરનારા બન્ને પક્ષે તેનું સન્માન કરતા હતા. જે વિષ્ટિમાં સફળતા મળે તે યુદ્ધ થતું ન હતું. પરંતુ નિષ્ફળતા મળે તે યુદ્ધ અનિવાર્ય બની જતું. દૂતને દુશ્મન દળ જેવાની તથા નગર જેવાની સગવડ આપવામાં આવતી હતી. જેથી પરસ્પરનાં દળેનો એક બીજાને અંદાજ આવી શકે. યુદ્ધમાં સફળતા મેળવનાર રજપૂત યુદ્ધ કેદીઓ સાથે સલુકાઈ ભર્યો વર્તાવ કરતા હતા. રજપૂતોમાં કેસરિયાં કરવાની પ્રથા હતી. કેસરિયાં કરતાં પહેલાં રજપૂત યોદ્ધાઓ સ્નાન કરી, તુલસીની માળા જપી, શાલિગ્રામની પૂજા કરી, રામનામ જપતાં જપતાં મરણિયા થઈ દુશ્મને પર તૂટી પડતા. રાજાને તેના મિત્ર રાજાએ, ખંડિયા રાજાઓ, સામતે મદદ કરતા હતા. ગઢના કેટ ઉપર પથ્થર અને ગેળા ફેંકવાનાં, કારકી, ઢિકલી, નલિયાર વગેરે સાધનો રાખવામાં આવતાં. રાત્રિના સમયે ઓચિંતે છાપ મારવામાં રજપૂત યોદ્ધાઓ કુશળ હતા. જ્યારે દિવસે થતી હાથોહાથની ઝપાઝપીમાં પણ તેઓ પાવરધા હતા. છેવટે વિજયની આશા ન જણાય ત્યારે વીરગતિને સ્વીકારી લેતા હતા. પરંતુ કોઈ પણ સંજોગોમાં દુશ્મનની શરણાગતિ સ્વીકારતા ન હતા. હાઓ કેસરિયાં કરે તો બીજી બાજુ રજપૂતાણીઓ પણ જોહર કરીને વીરગતિને પામતી. જૌહર કરતાં પહેલાં રજપૂતાણુઓ, સ્નાન કરી, વસ્ત્રાભૂષણ સજી, સૂર્યને અર્થ અપી, ચંદન કાષ્ટની ચિતા પર વીરાંગનાની જેમ ચઢી જતી. ગઢનું પતન થાય ત્યારે રાજરાણીઓ પછી વસતીની સ્ત્રીઓ પણ જૌહર કરતી. ૨૬' રજપૂત રાજાઓને દળમાં અશ્વદળનું ખૂબ જ મહત્ત્વ હતું. પદ્મનાભે છા૫ન જાતના વિવિધ અશ્વોની માહિતી આપી છે.૨૭ ઉપરોક્ત વર્ણનને આધારે જણાય છે કે મધ્યકાલીન ગુજરાત અને રાજસ્થાનના રજપૂત યોહાઓ સંગઠિત બનીને મર્દાનગીભર્યા યુદ્ધો ખેલતા હતા. મુસ્લિમ સૈનિકો દ્વારા લડાતાં યુદ્ધ મહાકવિ પદ્મનાભે આ પ્રબંધમાં મુસ્લિમ યુદ્ધકળાનું પણ વર્ણન કર્યું" છે. તેઓ જણાવે છે, યુદ્ધના પ્રારંભ પૂર્વે, પાદશાહ તેમની હકૂમત હેઠળના રાય, રાણુ, સામંતે અને સરદારને હલકારા દ્વારા બોલાવતા હતા. તે પછી યુદ્ધ બૃહ ગોઠવવામાં આવતો. લશ્કરી કુચ વખતે હાથીએ, અશ્વો, સંદેશાવાહક સાંઢણીઓ, પગપાળા યેહાએ, ઉપરાંત ભોઈ, કહાર, ભઠિયારા, તબાખ, પખાલી, મોચી, ધાં છા, વેપારીઓ, સથવારા, સલાટ, કદાળિયાઓ, પથ્થર ફેડાઓ વગેરેને સાથે રાખીને, સાત કોશ વિસ્તારમાં છાવણી નાખવામાં આવતી. મુસ્લિમ લશ્કરો ગામો ભાંગવાં, સળગાવવાં, લૂંટવાં, બાન પકડવાં વગેરે પ્રવૃત્તિઓ કરતાં હતાં. છાવણીની આસપાસ લાકડાનો ગઢ બનાવી, ખાઈએ ખોદાવવામાં આવતી મુસ્લિમ શાસકો પણ યુદ્ધ પૂર્વે રજપૂત છાવણીમાં દૂત મોકલતા હતા. તથા શત્રુદળમાંથી આવનાર દૂતને ઇનામ આપી સકારતા તથા શૂરવીર યોદ્ધાઓને બીરદાવી તેમનું લોહી પિતાને લલાટે લગાડતા. મુસ્લિમ છાવણીમાં પરાજયના સમાચાર પહોંચે ત્યારે તુક નારીએ હૈયાફાટ રુદન કરતી.૨૮ આમ મહાકવિ પદ્મનાભે ‘કાન્હડદે પ્રબંધમાં તત્કાલીન સમાજનાં વિવિધ પાસાંઓનું રસાળ ૌલીમાં આબેહૂબ આલેખન કર્યુછે. એ સમયે પ્રાચીન ગુજરાતી અને પ્રાચીન રાજસ્થાની ભાષાઓ અભિન્ન હતી. આ મહાકાવ્ય દક્ષિણ રાજસ્થાનમાં રચાયેલું હોવાથી તેમાં રાજસ્થાની છાંટ નજરે પડે છે. પરંતુ એકંદરે ૧૫ મી સદીના ગુજરાત અને રાજસ્થાનના સમાજજીવનનું યથોચિત પ્રતિબિંબ તેમાં ઝીલાયું છે. ૭૬ ] [ સામીપ્ય : એપ્રિલ, '૯૭-સપ્ટે૧૯૯૩ For Private and Personal Use Only
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy