SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. ફારસી ભાષાના જાણકારાની સખ્યા છેલ્લા પાંચેક દસકાઓથી એછી થતી ગઈ છે. મધ્યકાલીન ઇતિહાસકારોની માત્ર રાજકીય બનાવા આલેખતી કૃતિઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસસામગ્રી પ્રમાણમાં ધણી એછી મળે છે. આ માહિતી તેા વિદેશીઓના સારનામાએ કે પ્રવાસ વના, રાજનીશીઓ, પત્ર વ્યવહાર, સતાના જીવનચર અને તેમના વચનામૃતાના સગ્રહે, અભિલેખા ઇત્યાદિ સાધનામાં જ શેાધવી રહી. આ સાધના પણ માટે ભાગે અપેક્ષાના ભાગ બન્યા હાઈ આપણું મધ્યકાલીન સમાજ અને સંસ્કૃતિનું જ્ઞાન મર્યાદિત રહ્યું છે. ભારતના અરી ફારસી અભિલેખાના પ્રકાશિત પ્રમાણમાં ઠીક ઠીક સાહિત્ય તરફ પણ ભારતના મધ્યકાલીન કે સ્થાનિક ઇતિહાસ લેખકના અજ્ઞાન તરફ મે' ઈ. સ. ૧૯૭૨ના મુઝફ્ફરપુર ખાતે ભરાયેલા અખિલ ઇતિહાસ પરિષદના અભિલેખ વિભાગના પ્રમુખના વ્યાખ્યાનમાં ટકાર પણુ કરી હતી. ગુજરાતના ઇતિહાસકારો પણ આમાં અપવાદરૂપ નથી. અમદાવાદના આવા એક પ્રકાશિત અરબી અભિલેખમાં શેખા મુ'નલની પોળ સાથે સ’કળાયેલા શેખા મુંજાલની ભાળ મળે છે. આ અભિલેખ આજથી ત્રણેક દાયકા પૂર્વે પ્રકાશિત થયેા હતા,પ છતાં તેના તરફ્ ઇતિહાસ-રસિકેાનું ધ્યાન ગયું નથી. માત્ર શેખા મુ ંજાલ નહિ પર ંતુ આ મુ ંજાલ પરિવારના બીજા ઓછામાં ઓછા અર્ધું એક ડઝન જેટલા સદસ્યાનાં નામ પણ ખીજા અભિલેખા દ્વારા પ્રાપ્ત થાય છે. અરબી તેમજ સસ્કૃત ભાષામાં એક જ વિષયના એ અભિલેખાની તકતી સરસપુરમાં આવેલા દાઉદી વહેારા મુસ્લિમભાઈના વિખ્યાત કુત્બી મઝારના કમ્પાઉન્ડમાં આવેલી બાઈ હરીરની વાવ જેવી વાવેાની હરાળમાં મૂકી શકાય તેવી શેખા મુજાલની વાવ પર સામસામે જોવા મળે છે. ઈ. સ. ૧૯૫૭ માં આ વાવ તથા તેના લેખા પ્રત્યે મારું ધ્યાન પ્રથમ અમદાવાદના પ્રતિ હ્રાસમાં ઊંડો રસ ધરાવતા રાયખડના પ્રતિષ્ઠિત વકીલ અને શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રે અગ્રણી એવા મ`મ સૈયદ જમાલુદ્દીન બડા સાહેબ કાદરી એ દેવુ`' હતું, એટલું જ નહિ પરંતુ તેમણે દાઉદી સંપ્રદાયના સ્થાનિક વડાને મળી પ્રસ્તુત લેખેાની છાપ લેવાની પરવાનગી પણ્ મેળવી આપી હતી. પરિણામે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણુની અભિલેખ શાખાના ઈ. સ. ૧૯૫૭-૫૮ ના ભારતીય અમલેમેના વાર્ષિક અહેવાલમાં તેની સપ્રથમ તેાંધ લેવાઈ હતી. ત્યાર બાદ તે જ શાખાના વાર્ષિક ‘એ પૈગ્રાફિયા ઇન્ડિકા અરેબિક ઍન્ડ પશિયન સપ્લીમેંન્ટ'ના ૧૯૬૩ ના અંકમાં અરખી લેખ પર તેની પ્રતિકૃતિ સાથે એક વિસ્તૃત લેખ પણ લખ્યા હતા. જે ૧૯૬૫માં પ્રકાશિત થયા હતા. આ અભિલેખમાં જણાવ્યા મુજબ આ વાવ મુંજાલ અટકવાળા ઈસાના પુત્ર શેખાએ બંધાવી હતી તથા તેને ફરતી બાંધવામાં આવેલી ઇમારતા તથા ફળદ્યાનને તેણે સામાન્ય પ્રજા અને વઢેમા'એ માટે વકફ કર્યાં હતા, તથા વાવનું નિર્માણ કાર્ય ગુજરાતના સુલતાન બહાદુશાહના સમયમાં હિજરી સન ૯૪૦ ના શાખાન(ઈ. સ. ૧૫૩૪ના ફેબ્રુઆરી-માર્ચ) માસમાં શરૂ થઈ બહાદુરશાહના અનુગામી અને ભત્રીજા સુલતાન મહમૂદશાહ ૩ જાના રાજ્યકાળમાં હિ. સ. ૯૪૬ માં (ઈ. સ. ૧૫૩૯) સંસ્કૃત લેખ પ્રમાણે વિ. સ. ૧૫૯૬, કાર્ત્તિક સુ. ૧ રવિવાર, (ઈ. સ. ૧૫૩૯, કટાબર ૧૨) પૂરું થયુ` હતુ`. લેખમાં વાવ સાથે ઇમારતા તથા ફળક્ષેાના ઉલ્લેખ પરથી પ્રતીત થાય છે કે વાવ ફળઉદ્યાનમાં બાંધવામાં આવેલી હશે અને તેના બંધાવનાર મુંજલના પરિવારના કબરસ્તાન માટે તેના ઉપયોગ થયા હશે તથા સમયના વહેણ સાથે તે જમીનના દાઉદી વહેારા સમુ દાયના કબરસ્તાન તરીકે તેના ઉપયોગ કરવામાં આવ્યા હશે. અમદાવાદ શહેરનું એક સ્થળનામ : શેખા મુંજાલની પાળ ] For Private and Personal Use Only [ પઢ
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy