SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રતિમાના ગજમુખ ઉપર ત્રિકટ મુકુટ અને કપાળના ભાગે પદકયુક્ત ત્રિસેરી મૌક્તિકની સેરે નિહાળી શકાય છે. સુંઢને ડાબી તરફ વાળેલી છે. કંઠમાં પાંદડાયુક્ત હાર, ઉદર પર નાગબંધ, ઠડ પર ત્રણ સેરી કમરબંધ, મુકતાદામ, વનમાલા તથા કટકવલય અને પગમાં કલ્લાં તેમજ પાલક ધારણ કરેલ છે. દેવના ડાબા પગ પાસે વાહન મૂષક લાડુ આરોગતા જણાય છે. ગણેશના ચતુર્ભુજમાં પરિક્રમાક્રમે જંત, પરશુ, પદ્મ અને મોદકપાત્ર ધારણ કરેલ જોઈ શકાય છે. કલાશૈલીની દૃષ્ટિએ આ પ્રતિમા ઈ. સ.ની ૧૧ મી સદીની પ્રતીત થાય છે. શામળાજીની કૃત્ય ગણેશ પ્રતિમા (ચિત્ર ૪) છે શામળાજી(તા. ભિલોડા, સા. કાં.)માં આવેલ વિષ્ણુમંદિરના પશ્ચિમ તરફના મંડોવરને મુખ્ય ગવાક્ષમાં નૃત્ય કરતા ગણેશની નયનરમ્ય પ્રતિમા આવેલી છે. પાપીઠ પર ડાબો પગ ટેકવેલો છે. જમણો પગ નૃત્ય મુદ્રામાં ઉપર ઉઠાવેલ છે. ભારે શરીર હોવા છતાં નૃત્યની અંગભંગીઓ આકર્ષક છે. નૃત્યની તલ્લીનતામાં ગજમુખ છેક ડાબી બાજુ નમાવી દીધું છે. નૃત્ય સાથે તાલ આપતાં વાવો અનેરું આકર્ષણ જમાવે છે. દેવનાં જમણુ વાળેલા પગ નીચે મયૂરનૃત્યમુદ્રામાં નિહાળાતી મૃદંગવાદિનીના અગમરેડ સમગ્ર નૃત્યની પરાકાષ્ઠા દર્શાવે છે. ડાબી બાજુ વીણા અને મછરા સાથે નૃત્યમાં તાલ પુરાવતી બે સ્ત્રી આકૃતિઓ નજરે પડે છે. ગણેશને ત્રિનેત્ર છે. મસ્તકે કિરીટ મુકુટ, મુખ પર પ્રસન્નતાને ભાવ છે. સૂંઢ ડાબી તરફ વાળેલ છે. શરીર પર ધારણ કરેલ મૌક્તિકના અલંકારોને નૃત્યને લીધે આપેલ ઝોલ નૃત્યની ગતિ બતાવે છે. સર્ષને ઉદરબંધ સ્પષ્ટ નજરે પડે છે. ગણેશ પભુજ છે. જમણુ બે હાથમાં દંત અને પરશુ છે. ઉપલા બંને હાથ નૃત્ય મુદ્રામાં કલાત્મક રીતે વાળેલા છે. નૃત્યને ભાવ રજૂ કરતી અંગુ લિઓના વળાંક શિલ્પીના નૃત્ય વિશેના જ્ઞાનને સાકાર કરે છે. ડાબા બે હાથમાં પદ્મ અને મોદકપાત્ર ધારણ કરેલાં છે. ગુજરાતમાંથી પ્રાપ્ત ગણેશની અન્ય નૃત્ય પ્રતિમાઓમાં આ પ્રતિમા જુદી તરી આવે છે. સમગ્ર પ્રતિમામાં નૃત્યની ગતિ અને તલીનતા, ઘડતર શૈલી અને મૌક્તિકના અલંકારની પ્રચુરતા તથા દેહની અંગભંગીઓ સિદ્ધહસ્ત કલાકારની સિદ્ધિ બતાવે છે. આ પ્રતિમા. ઈ. સ.ની ૧૧ મી સદી જેટલી પ્રાચીન છે. નગરાની ગણેશ પ્રતિમા (ચિત્ર ૫) ખંભાતથી ૩ કિ. મી. ઉત્તરમાં આવેલ નગરા ગામના બ્રહ્માજીના મંદિરમાં સફેદ આરસમાં કંડારેલ ગણેશની પ્રતિમા આવેલી છે. ગોળ અલંકૃત તકિયા આકારના ઊંચા આસન પર ગણેશ લલિતાસનમાં બિરાજેલા છે. જમણા લટકતા પગને પદ્મ પર ટેકવેલ છે. ગજ મસ્તકે ના મુકુટ અને આગળના ભાગે ખેતીની બે સેર બાંધેલી છે. કર્ણમાં ઉપરના ભાગે મોતીની સળંગ સેરને અલંકાર નજરે પડે છે. કંઠમાં પાંદડાયુક્ત હાર, મણિયુક્ત બાજુબંધ, કંકણ અગ નામને ઉદરબંધ જોઈ શકાય છે. અહી: પગમાં કોઈ જ આભૂષણ ધારણ કરેલ નથી. સૂઢને ઉદર પર ટેકવીને ગોળ વળાંક આપેલ છે. જેમાં મોદકનું આલેખન સ્પષ્ટ નિહાળી શકાય છે. ચતુર્ભુજ દેવના હાથમાં અનુક્રમે તિ, પરશ, ખંડિત અને મોદકપાત્ર ધારણ કરેલ છે. ગુજરાતની ગણેશ પ્રતિમાઓ : કેટલીક નવીન ઉપલબ્ધિઓ ] [ : For Private and Personal Use Only
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy