________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવસ્તીના જેતવન–દાનના પ્રસંગનાં શિલ્પાંકને
થામસ પરમાર
પ્રાચીન નગર શ્રાવસ્તીનુ` માહાત્મ્ય બૌદ્ધ અને જૈન ધમમાં એક સમાન છે. પાલિ ભાષામાં તેનું નામ સાવથી છે અને તેમાંથી સહેય (હાલનું) થયું હોવાની શકયતા છે આ નગરના ચમ્યકપુર અને ચ`દ્રિકાપુરી એવાં એ નામે પણ જાણવા મળે છે. હાલ તે સ્થળ સહેઠ-મહેઠનાં ખંડેરા તરીકે પ્રસિદ્ધ છે. ઉત્તર પ્રદેશના ગાંડા અને બહુરાઈચ જિલ્લાઓમાં તેના અવશેષ આવેલા છે. ગાંડા-ગારખપુર રેલવે લાઈન પર બલરામપુરથી ૧૧ માઈલ દૂર પશ્ચિમમાં આ સ્થળ આવેલું છે. અહીથી બૌદ્ધ, જૈન અને હિંદુ એમ ત્રણે ધર્માંના સ્થાપત્યકીય અવશેષો પ્રાપ્ત થયા છે. મધ્યકાલીન કેટલાક મકબરા પણ ત્યાં આવેલા છે.
શ્રાવસ્તી રામાયણ અને મહાભારત જેટલી પ્રાચીનતા ધરાવે છે. આ બંને મહાકાવ્યેાના ઉલ્લેખ પ્રમાણે તે કોશલ દેશનું સમૃદ્ધ નગર હતું. અજ્ઞાતવ્રુત્ત નામના રાજાએ શ્રાવસ્તીની સ્થાપના કરી હતી એવા ઉલ્લેખ મહાભારતમાં છે. પુરાણાના ઉલ્લેખ પ્રમાણે તે ઉત્તર કાશની રાજધાની હતી.
ઈ. પૂ. છઠ્ઠી સદી પહેલાના શ્રાવસ્તીના ઇતિહાસ ભાગ્યે જ ાણુવા મળે છે. ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના સમયથી તે પ્રસિદ્ધિમાં આવ્યું હોવાનુ જણાય છે. આ સ્થળે મુદ્દે અનેક નાના મોટા ચમત્કારો કર્યાં હાવાતુ. બૌદ્ધ અનુશ્રુતિઓ દ્વારા જાણવા મળે છે. યુદ્ધના સમય દરમ્યાન શ્રાવ. સ્તીમાં રાજા પ્રસેનજિતનું શાસન પ્રવતું હતું. શ્રાવસ્તીના ધનાઢય વેપારી સુદ્ધમે યુદ્ધને શ્રાવસ્તીમાં આમંત્ર્યા ત્યારથી શ્રાવસ્તીમાં મુદ્દતા પ્રભાવ વધ્યા હતા. સુદત્ત એક મોટા દાનવીર હતા અને તે અનાથિપ’ડક (સ. અનાષિર્ અર્થાત્ અનાથેાનુ` પાલન કરનાર) નામે પણ જાણીતા હતા. બુદ્ધના દર્શીન તેણે સૌ પ્રથમ રાજગૃહમાં કર્યાં હતાં. મુદ્ધ જ્યારે રાજગૃહમાં પધાર્યાં ત્યારે તેએએ સીતવનમાં વાસ કર્યાં હતા. રાજગૃહના શ્રેષ્ઠી સુદત્તની બહેને ભગવાન બુદ્ધના અને સધતા આતિથ્ય સત્કાર ખૂબ જ સારી રીતે કર્યાં હતા. પેાતાની બહેનના આ ક્રાયથી સુદત્ત ઘણા જ પ્રભાવિત થયા હતા અને તેણે યુદ્ધને શ્રાવસ્તીમાં પધારવા આમંત્રણ આપ્યુ હતું. પરંતુ શ્રાવસ્તીમાં બુદ્ધના નિવાસ માટે કાઈ વિહાર ન હતો તેથી મુદ્દે આમંત્રણના સ્વીકાર કર્યા ન હતા. અનાથિપંડક જયારે શ્રાવસ્તી પાછા ફર્યાં ત્યારે તેણે યુદ્ધના માટે શ્રાવસ્તીમાં એક વિહાર બાંધવાની યેાજના કરી. રાજા પ્રસેનજિતના રાજકુમાર જેતના ઉદ્યાતવાળી જગ્યા વિહાર બાંધવા માટે તેને યેાગ્ય જણાતા જેતને તે જમીન પેાતાને વેચવા વાત કરી. જેતે જમીન વેચવા ઇચ્છા દર્શાવી પરંતુ શરત મૂકી કે પેાતાની માલિકીના વનની ભૂમિ પર પથરાઈ રહે એટલી મુદ્રાના મૂલ્યમાં તે તે વનનું વેચાણ કરશે. શુદ્ધ પ્રત્યે સુદત્તને પૂજ્ય ભાવ હાવાથી તેણે તની શરત માન્ય રાખી. પાછળથી રાજકુમાર જેતે આ કરારમાંથી ચલિત
અધ્યક્ષ, ભારતીય સંસ્કૃતિ વિભાગ, હ. કા. આર્ટ્સ કોલેજ, અમદાવાદ—
૨૮ ]
[સામીપ્ટ : એપ્રિલ, '૯૩,-સપ્ટે., ૧૯૯૩
For Private and Personal Use Only