SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુંતીના ભાઈ વસુદેવ તે યુધિષ્ઠિરના મામા થાય. શૂરને વસુદેવ, દેવભાગ વગેરે દસ પુત્ર હતા. વાસુદેવના જન્મ સમયે દેવાનાં આનક-દુંદુભિ વાગેલાં, તેથી વસુદેવ ‘આનક-દુંદુભિ' તરીકે ય ઓળખાતા. વસુદેવ રાજા ઉગ્રસેનના એક મંત્રી હતા. વસુદેવને અનેક પત્નીએ હતી. એમાં કુકુર કુલના દેવકની સાત પુત્રીઓને સમાવેશ થાય છે. એ સાતમાંનાં દેવકી એ કૃષ્ણનાં માતા થાય. વસુદેવનાં જ્યેષ્ઠ પત્ની રાહિણી બલરામનાં માતા થાય. દેવકી વગેરે સાત બહેનેા તે વસુદેવની પત્નીઓ અને યુધિષ્ઠિરની મામીએ થાય. પુરાણામાં એ સાતેયના પુત્રાનાં નામ જણાવ્યાં છે. દેવકીની પુત્રવધૂ તે શ્રીકૃષ્ણની આઠ મુખ્ય પત્નીઓ છે. કુકુર કુલમાં આહુક નામે રાજા થયા. એમને બે પુત્ર હતા : ઉગ્રસેન અને દેવક. ઉગ્રસેન મથુરાના રાજા થયા, એમને દુષ્ટ પુત્ર કસ, જેનેા કૃષ્ણે વધ કર્યાં. ઉગ્રસેન પિતાના નામ પરથી ‘આહુક' તરીકે ય એળખાતા. ઉથ્રસેનના અનુજ તે દેવક, દેવકી વગેરે સાત પુત્રીએના પિતા. કુકુરના નાના ભાઈ ભજમાનના વંશમાં હુદીક થયા. એમના પુત્રામાં જ્યેષ્ઠ પુત્ર કૃતવમાં સુપ્રસિદ્ધ છે. ભારત યુદ્ધમાં સાત્યકિ પાંડવપક્ષે અને કૃતવર્માં દુર્ગંધનપક્ષે રહેલા. કૃતવર્મા મહારથી હતા. ભારતયુદ્ધમાં એ બચી ગયેલા. એમણે પછી રાત્રિયુદ્ધમાં ભાગ લીધેલા. આ અપકૃત્ય માટે પ્રભાસમાં ખેલાયેલી યાદવાસ્થલીમાં સાત્યકિએ એમની નિંદા કરેલી તે મૌશલયુદ્ધમાં સાત્યકિએ કૃતવર્માના વધ કરેલે. આ મૌસલયુદ્ધની ત્યારે યુધિષ્ઠિરને જાણ થઈ નહેાતી. અર ફેકના પુત્ર હતા. એ વૃષ્ણુિકુલના યુધાજિતના કુલમાં થયા. ક્રૂર યજ્ઞેા કરતા તે સંખ્યાબંધ દાન દેતા. સ્યમન્તક મણિના પ્રસગમાં એમણે અગ્રિમ ભાગ ભજવેલા. રાન્ન સ બલરામ-કૃષ્ણને ધનુર્વાંગ જોવાના બહાને મથુરા તેડી લાવવા અક્રૂરને ગાકુળ માકલ્યા હતા. t વસુદેવને રાહિણીથી બલરામ પછી સારણ વગેરે પુત્ર થયેલા જે મદોન્મત્ત યાદવકુમાર દ્વારકામાં જે ઋષિઓના જ્ઞાનની હાંસી ઉડાવવા ગયેલા તેમાં સારણે અગ્રિમ ભાગ લીધેા હતેા. ભાગવતના તવમ સ્કંધ પ્રમાણે રાહિણીને ખલ, ગ, સારણ્ વગેરે પુત્ર હતા (અ. ૨૪. લે. ૪૬) તેમજ વસુદેવની અન્ય પત્ની દેવરક્ષિતાને ગદ વગેરે નવ પુત્ર હતા (શ્લેા. પર). વળી શ્રીકૃષ્ણ ‘ગદામ્રજ' (ગદના અગ્રજ) તરીકે ઓળખાય છે તે પરથી વસુદેવ-દેવકીને કૃષ્ણ પછી ગદ ઉર્ફે ગદ્વેષણુ નામે પુત્ર થયા હોવાનું માલૂમ પડે છે, અહીં આ ત્રણમાંના કયા ગઇ અભિપ્રેત હશે એ નક્કી કરવું મુશ્કેલ છે. ગમે તેમ, ગદ અને સારણુ વસુદેવના પુત્ર ાવાનું સ્પષ્ટ થાય છે, પરંતુ એ એની સાથે જણાવેલ જય'ત કોણ હશે? વસુદેવની રાહિણી વગેરે ૧૩ પત્નીએના જે પુત્ર પુરાણામાં ગણાવ્યા છે તેમાં 'જયંત' નામને કયાંય સમાવેશ થતે નથી. સંદર્ભ' પરથી એ ગદ્દ અને સારણની જેમ વસુદેવના કોઈ પુત્ર ડાય એવુ` સભવે. શત્રુજિત (પાઠાંતરે સત્યજિત) પણુ વસુદેવને પુત્ર હેાય એવું લાગે છે પરતુ વસુદેવના પુત્રોની યાદીમાં એવું કોઈ નામ દેખાતું નથી. પછી જણાવેલ રામ એ સ્પષ્ટત: બલરામ છે. એ સોંકણ તરીકે પણ ઓળખાતા. એ વસુદેવરાહિણીના પુત્ર હતા. બાલ્યાવસ્થામાં નંદને ત્યાં શ્રીકૃષ્ણની સાથે ઊર્યાં હતા તે પરાક્રમામાં કૃષ્ણના સાથી હતા. હળ અને મુસળ એમનાં પ્રિય આયુધ હતાં. એમણે ભીમ તથા દુર્માંધનને ગદાયુદ્ધ શીખવ્યું હતું. બલરામકુથસ્થલી(દ્વારકા)ના રાજા કીની રૈવતની પુત્રી રૈવતીને પરણ્યા હતા. ૧. મહાભારત મૌસલપ પ્રમાણે. ભાગવત આ ઘટના પિંડારકમાં ખની હાવાનું જણાવે છે તે એમાં સામ્બ સિવાય કોઈ અન્ય કુમારના નામ નિર્દેશ કરતુ' નથી, [ સામીપ્ટ : એપ્રિલ, '૯૩–સપ્ટે., ૧૯૯૩ For Private and Personal Use Only
SR No.535787
Book TitleSamipya 1993 Vol 10 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy