SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રિટિશ જિલ્લાઓમાં કિસાનો અને કામદારોમાં જાગૃતિ આવી હતી. એની અસર રૂપે રાજકોટ લીબડી, પાલીતાણા, ભાવનગર, ઈડર, માણસા, લુણાવાડ વગેરેને દેશી રાજ્યમાં સ્થાયેલાં પ્રજમંડળાએ ખેડૂતોના પ્રશ્નો હાથ પર લઈ તેમની સામે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ જોરદાર ઝૂંબેશ અને અને ચળવળ શરૂ કરી હતી. આવા સંજોગોમાં દેશી રાજ્યોની આંતરિક બાબતમાં રમિયાનગીરી ન કરવાની અને તટસ્થતા જાળવવવાની નીતિ કોંગ્રેસને છોડી દેવા ફરજ પડી. એ પછી દેશી રાજ્યમાં તેની સીધી દરમિયાનગીરી ચાલુ થઈ. ૧૯૩૭ ની ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યા મુજબ મુંબઈ રાજ્યના કેંગ્રેસ પ્રધાનમંડળે ૧૯૩૮ ના ઓકટોબરમાં કાયદો કરી બારડોલી, બોરસદ જેવા તાલુકાઓ જ્યાં ના-કરની લડત દરમિયાન ખેડૂતોની જમીને હરાજ થઈ હતી તે તેમના ખરીદનારાઓ પાસેથી સરકારી ખર્ચે વેચાતી લઈ મૂળ માલિકોને પરત આપવા ઠરાવ્યું અને કાર્યવાહી કરી હતી. ખેડા જિલ્લામાં પણ આ પ્રમાણે કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનું અધિવેશન સુરત જિલ્લાના હરિપુર મુકામે સુભાષચંદ્ર બોઝના પ્રમુખપદે યોજાયું (.. ફેબ્રુઆરી, ૧૯૩૮). તે સમયે ત્યાં ખેડૂતો માટે ખાસ રસોડું ખોલવામાં આવ્યું હતું. ઈન્દુલાલ યાજ્ઞિક, ડે. સુમંત મહેતા જેવા નેતાઓની આગેવાની નીચે ગુજરાતના ખેડૂતોએ તેમની સમસ્યાઓ તરફ અધિવેશનમાં ભાગ લેનારાઓનું ધ્યાન ખેંચવા જંગી રેલી યોજી હતી અને તેમનું માગણીપત્રક રજૂ કર્યું હતું.. કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નો અને ખેડૂત ચળવળ પ્રત્યે ૧૯૩૦ થી ૧૯૪૭ સુધી જે વલણ અપનાવ્યું , તે એકંદર વિમુખ૫ણુનું હતું. ૧૯૪૭માં કોંગ્રેસે જમીનદારી નાબૂદ કરવાને કરાવ કર્યો એમ છતાં તેનું વલણ શ્રીમંત ખેડૂતોને પક્ષ લેવાનું રહ્યું. પંડિત મહેરની કોંગ્રેસની સરકારના સમયમાં ભારતમાં ખેડૂત ચળવળને વિસ્ફોટ ન થયો તેને માટે કેટલાંક પરિબળે જવાબદાર ગણી શકાય. એ સમયમાં ખેતીઉદાગમાં આધુનિકરણ દાખલ થવાથી સ્થિરતા આવી હતી. ખેતી અને સિંચાઈન ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં ખર્ચ કરવાનું શરૂ કર્યું હતું. એક બાજુએ સરકારી રાહે જમીનદારી અને જાગીરદારી પદ્ધતિઓ નાબૂદ કરવાની અને ગણોત ધારાઓનો અમલ કરવાની પ્રક્રિયા થવાથી ગામડાના ખેડૂતોમાં તેમના લાભમાં સરકાર કામ કરી રહી છે એવી ભ્રમણા પેદા થઈ હતી. તે બીજી બાજુએ ખેતીવાડીમાં ધનાઢ્ય ખેડૂતના ૫રસ્પર અને સરકાર સંબંધો વિસ્તાર જતા હતા. પરિણામે ધનાલ્ય ખેડૂતે તથા જમીનદારોનો શક્તિશાળી વગ ખેડૂત સમાજમાં સર્વોચ્ચસ્તરે ઊભે થયે. પંડિત નહેરુના શાસન પાછળ તે પીઠબળ તરીકે રહ્યો અને નહેરુ સરકારને ભારે ટેકેદાર બની રહ્યો. (૧૩) સરકારની કૃષિવિષયક યોજનાઓ, ધારાઓ વગેરેને લાભ વિશેષ કરીને ઉચ્ચસ્તરના શ્રીમંત ખેડૂત વર્ગને મળતો રહ્યો. પાદટીપ 2. O'Malley, L, S. S., Modern India and the West (Oxford, 1968), pp. 44 ff. and 138 ff. 2. Dhangara, D. N., Peasant Movements in India : 1920-1950 (Oxford, Delhi 1983), p. 44 સને કૃષિવિષયક અભિગમ અને ગુજરાતની ચળવળમાં કિસાન વગર) (૮૧ For Private and Personal Use Only
SR No.535785
Book TitleSamipya 1992 Vol 09 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1992
Total Pages103
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy