________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્પૃશ્યતા નિવારણને પ્રયત્નોની વાત જાનબાઈ દેરડીની વાવ કરે છે તે કથા “સવ માનવ એક સમાન’માં કહેવાયેલી છે. અસ્પૃશ્યોને પિતાની વાવમાંથી પાણી નહિ ભરવા દેવાને પુત્રને આગ્રહ જાનબાઈ માન્ય રાખતાં નથી. જાનબાઈના આ કત્યથી પ્રભાવિત થઈ ગાયકવાડ તરફથી તેમને એ ઇનામ રૂપે આપવામાં આવતાં “જાનબાઈની દેરડી” તરીકે ઓળખાય છે. ' ' આવી આવી કથાઓના આ નાનકડા રસથાળ દ્વારા લેખએ કચ્છમાં પ્રચલિત-પ્રસંગે અત્રે પોતાની આગવી રીતે આપેલ છે. કચ્છના ઈતિહાસ અને સંસ્કૃતિવિષયક પ્રસંગે આ પ્રમાણે કથા પામે એ ધપાત્ર છે. લેખકોએ અગાઉ પણ કચ્છને કેન્દ્રમાં રાખીને કૃતિઓ આપેલી છે. તેઓ ભવિષ્યમાં કચ્છને ઉપયોગી વધુ સાહિત્ય આપે એવી અપેક્ષા રાખીએ.
નાગજીભાઈ કે. ભટ્ટી
[સામીપ્યઃ એક. '૯૨-માર્ચ, ૧૯૮]
For Private and Personal Use Only