________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી જ બીજી વાત એહિકજીવન વિષેની સમ્યક સમજ છે.
આ શરીર, આ ઇન્દ્રિયો, આ મન ને વાચા-ઇલ્યુઝન કે માયા નથી, કે નથી તે આપણું દુશ્મને, તે આપણા મિત્રો સહાયકે છે.
भद्र कणेभिः श्रुणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्वजत्राः ।
स्थिरस्तुष्टुवांसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः ।। કાનથી સારું સાંભળીએ, આંખથી સાર' જોઈએ, અંગે સુદઢ રહે, આ બધાની મદદથી આપણે દેવોએ આપેલું આપણું આયુષ્ય વીતાવીએ, આ પ્રાર્થના છે. અને આયુષ્ય પણ કેટલું? ગીરેન શાહ શત’ સે વર્ષ જીવીએ. કાનથી સાંભળીએ. આંખથી જોઈએ. નહીં તે ૫થ્થર જ છે તેમાં નવું શું? આપણે પથ્થર થવા અવતર્યા છીએ? રંગ-રૂપ-સૂર-સ્વાદ અને તેમાંથી ઊઠતા અર્થે ઇન્દ્રિયો અને મન દ્વારા આપણે સકારીએ.
જીવનનો સ્વીકાર, જીવનને ઇન્કાર નહિ તે આ કાળનું લક્ષણ છે. ભાગેડુ કે પરલોકઅભિમુખતા ત્યાં નથી, એથી કહ્યું:
आत्मानं रथिनं विद्धि, मन: प्रग्रहमेव च । बुद्धिं तु सारथिं विद्धि, शरीर' स्थमेव तु ॥ कठोपनिषद्, व. ३, लो. ३ इन्द्रियाणि हयान्याहविषयांस्तेषु गोचरान् ।।
આ નિયમનોવુ, માસ્વાદુનિવિન: ઠ, ૩. ૨, મો. 9 કષિના કહેવા મુજબ મનીષીઓ-મનને જાણવાવાળા-ઇન્દ્રિયો-મન-આત્મા ત્રણેથી સંયુક્ત આ જગતને ભોગવે છે. ઇન્દ્રિયોને તેને ખેરાક આપે છે. તેના ગોચરે છે. પણ લગામ હાથમાં રાખી છે. વગર કારણે ગોચરમાં ઘડાને પડ્યા રહેવા દેતા નથી. હા, મન પર બુદ્ધિની લગામ છે.
આ પ્રકારનું જીવન જીવતાં એમને એક નવું સત્ય હાથમાં આવ્યું છે, જેને ઉપયોગ આજના સમૃદ્ધિવાળા યુગમાં અંજાઈ ન જવાય તે માટે જરૂરી છે. તે એ છે કે, ઇન્દ્રિયોના ભોગનું સુખ અમુક હદ સુધી છે. તેની ઉપરવટ જાઓ છો તો તે સુખ ઘટતું જાય છે. ઇન્દ્રિયોની આ મર્યાલ છે. તે મર્યાદા જાણીને વ્યવહાર કરવો. વર્તમાન અર્થશાસ્ત્રમાં તેને “લે ઓફ ડીમાનીશીંગ રિટર્ન કહે છે. ખેતરમાં પચીસ ગાડી ખાતર નાખ્યું, પચીસ મણ અનાજ પાયું. બીજી વધારાની પચીસ ગાડી ખાતર નાખીએ તે પચીસ મણને વધારે નહીં થાય. કદાચ વીશ મણને થશે. ત્રીજી વાર વધારાનું પચીસ મણ નાખ્યું તે પંદર મણ જ વધશે. આ ઘટતી પેદાશને કાયદો ઇન્દ્રિયસુખોને લાગુ પડે છે. આ ન સમજનાર યયાતિની દિશામાં સપડાય છે. આ જે સમજાય તે વધુને વધુ ઊંચા જીવનધોરણની ઘેલછા-દોડ ન રહે. મન, બુદ્ધિ, ઇન્દ્રિયોનું સુખ ભોગવીએ પણ આ મર્યાદામાં.
જગતના ત્યાગ નહીં પણ તેને ગાંડ ઉપભેગવાદ પણ નહીં. સમ્યક ઉપભેગ. તથાગતે કહ્યું કે “તમારી વીણાના તાર એટલા તંગ ન રાખજો કે તે તૂટી જાય. સંગીત જ ન રહે તેમ જ તમારી વીણાના તાર એવા પણ ન રાખજો કે તેમાંથી સંગીત ઊઠે જ નહી.” આ વિચારમાંથી નવું દર્શન પ્રાપ્ત થયું છે.
विद्यां चाविद्यां च, यस्तद्वेदा भयं सह । अविद्यया मृत्यु तीर्वा, विद्ययामृतमश्नुते ॥ ईशोपनिषत, "
[સામીપ્ય : એપ્રિલ, ૧૫-સપ્ટેમ્બર, ૧૯૯૨
For Private and Personal Use Only