________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણી સંસ્કૃતિનાં ભરતીઓટ *
મનુભાઈ પંચોળી ‘દર્શક
[૧] આ ગૌરવભર્યા પ્રસંગે મને આપણી દીર્ઘકાલીન સંસ્કૃતિનાં પ્રશંસનીય લક્ષણો અને ક્ષતિઓ વિષે કહેવાનું સૂચવાયું છે.
જે સંસ્થાએ પચાસ વર્ષથી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઇતિહાસ વિષે પાયાનું કામ કર્યુ છે, અને જેના પાયામાં આચાર્યમણિ આનંદશંકરભાઈ જેવા પ્રાજ્ઞપુરુષ છે તે આવી અપેક્ષા રાખે તે ઉચિત છે.
સગવડ ખાતર પ્રાચીન ભારત હર્ષના સમય સુધી છે, અને તે પછીના ૩૦૦-૪૦૦ વર્ષ સંક્રાંતિકાળ છે, તે પછીથી મધ્યયુગના નામે ઓળખાતો ગાળો અને તે પછી ૧૮૨૦ થી અર્વાચીન કાળ શરૂ થાય છે, તેવું માળખું માનીને ચાલું છું.
ઉષાની સ્મૃર્તિ અને પ્રકાશ જેમાં દેખાય છે તે વૈદિક યુગ પુરુષાર્થ, બુદ્ધિને છે અને આત્મશાધન, કરણા. તપસ્યા વગેરેથી શોભતો ઉપનિષદ, બુદ્ધ અને મહાવીરને કાળ પ્રધાનત: આ બે ગાળામાં પ્રાચીન સમય સમાઈ જાય છે, તેમ માનીને હું ચાલું છું.
આ ગાળાની આપણને અને અન્યને પણ પ્રેરણા અને પ્રકાશ આપે તેવી સિદ્ધિઓ કઈ લાગે છે? હું ચાર પાંચ ગણુાવીશ.
એક તો “g૬ વદિા થાય વનિત’વાળો અપૂર્વ અનુભવ છે. પરમાત્મા એક અને એક જ છે. પણ ડાઘા વિદ્વાન લોકો તેને વિવિધ નામ આપે છે. વિવિધતા નામમાં છે. વસ્તુ તે એક જ છે. આ મહાન સત્ય આદિથી છેક રામકૃષ્ણદેવ અને ગાંધીજી સુધી પ્રવત્યુ છે. શાંતિ-સુમેળ-સહકાર ઇરછતા આ જગત માટે એ સંજીવની છે. વિવિધતા છે જ. રંગની, રૂપની સ્વરની, ભાષા, અને ભંગીની-વિવિધતા છે જ. પણ તેને વિરોધ ન માને, વિરોધ ન બનાવો, કારણ કે, તેની નીચે એક જ તત્ત્વ છે. સર્વત્ર એ એક જ છે. તેને અલ્લાહ કહે, ઈશ્વર કહે, પિતા કહે, ગમે તે કહેતેથી વસ્તભેદ થતો નથી. આ સમજીએ તો કેટલા બધા ઝગડા શમી જાય? દક્ષિણ આફ્રિકાના અને કે અમેરિકાના હબસીઓ કે આ દેશના હિન્દુ-મુસલમાનના ઝગડા ન રહે. એ કાળની આ સર્વોત્તમ અનુભૂતિજન્ય વાણી છે.
ભો. જે. વિદ્યાભવનના સુવણજયંતી મહોત્સવ પ્રસંગે તા. ૧૩-૫-૯૨ ના રોજ અપાયેલ સુવર્ણજયંતી મહોત્સવ વ્યાખ્યાન.
આપણી સંસ્કૃતિનાં ભરતીઓટ ]
For Private and Personal Use Only