________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેક ગાંધી આવ્યા ત્યાં સુધી આ અસામાજિક અન્યાયકારી વલણ ચાલુ રહ્યું. તેમણે બુદ્ધિમતો અને શ્રમિકો વચ્ચે પુલ બાંધવાને પુરષાર્થ કર્યો. પલાણીજી જેવા પાસે તેમણે કંતાવ્યું, ખાદી. પેદા કરાવી, અને ખાદી આશ્રમોએ સ્વરાજયજ્ઞમાં આહુતિ આપી.
ગાંધીજી કહેતા કે અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા છે તે અર્ધસત્ય છે. આપણી એબેને કારણે આપણે ગુલામ બન્યા છીએ. તે એબો જશે એટલે સ્વરાજ આપોઆપ આવશે જ. સ્વાધીનતા ઇતિહાસમાં રાજકીય આગેવાનો મહિમા ગવાય છે. પણ ખરો મહિમા તે રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, પી. સી. રોય, મહાત્મા ફૂલે, ઠક્કરબાપા અને બીજા કેટલાય સમાજ સુધારકાને છે. જેમણે ઉપર ગણાવેલી એબોને દૂર કરવા કમરતોડ પ્રયાસે કર્યા. જેટલા આવા પ્રયાસ થયા તેટલું સ્વરાજ આવ્યું. જેટલું ન થયું તેટલું સ્વરાજ ન આવ્યું, કે કાગદી નકલી સ્વરાજ ફાલ્યું ફૂલ્યું.
આવું કરવામાં માત્ર હિન્દીઓ જ ન હતા, અંગ્રેજો પણ હતા. સ્વરાજના ઇતિહાસમાં તેમનું પણ સ્મરણ કરવું જોઈએ. વિલિયમ બેટિકને સતી ન થવાને કાયદો ન કરવાની મોટા અધિકારીઓએ પણ સલાહ આપેલી. પણ તેણે કહ્યું હતું કે માનવજાતિ સામે આ અપરાધ બંધ થવો જ જોઈએ.
ચાહસપિયરે સિંધ જીત્યું અને અંગ્રેજી અમલની પોષણા કરી ત્યારે કેટલાક બ્રાહ્મણ આગેવાનો તેની પાસે ગયેલા અને કહેલું કે અમારા ધર્મમાં સતીનો રિવાજ છે. તેમાં અંગ્રેજ સરકારે વચ્ચે પડવું ન જોઈએ. નેપિયરે કહ્યું તમારા ધમમાં તેમ હશે. અમારા ધર્મમાં એવું નથી. હું થોડા ફાંસીના માંચડા તૈયાર કરાવું છું. તમે કોઈને સતી કરશે તો એ માંચડા તૈયાર હશે.
ઓરિસ્સાના કંધલેકમાં સારે પાકે ઊગે તે માટે મનુષ્યવધ કરવાનો રિવાજ હતો. તે ત્યાંના
જ અમલદારોએ કેમ દૂર કરાવ્યો તે એક રોમાંચક વાતો જેવું છે. જડેજ ગરાસિયાઓ માં દીકરીઓને દૂધપીતી કરવાનો રિવાજ કર્નલ વોકર અને બીજાઓએ બંધ કરાવ્યો, આ બધા પ્રણમ્ય પુરો છે. તેમનો ઇતિહાસ પણ ભણુવો જોઈએ.
જે. જે. વિદ્યાભવન આવી વિદ્યાનું સંશોધન કરી આપણી આંખ ઉઘાડશે એવી આશા રાખી શકાય.
આપણી સંસ્કૃતિનાં ભરતીઓટ]; ,
For Private and Personal Use Only