SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ પૈકીનું દૃ'ન ખીજુ મુખ્તે દશ ન પહેલાના અનુ ંસ ંધાનરૂપ છે. આ દર્શીન રૂપરેખાત્મક હાઈ આ પુસ્તકનાં માત્ર ૨૪ પૃષ્ઠ શકે છે. એમાં લેખકે શ્રીમદ્ ભાગવત પુરાણમાં નિરૂપિત શ્રીકૃષ્ણનું જીવન લયાન્વિત જીવનની ઝાંખી કરાવે છે તે નાગર સંસ્કૃતિમાં એ આદશ` આત્મસાત્ થયેા છે એવું પ્રતિપાદિત કરવા પ્રયત્ન કર્યાં છે, પરંતુ એમાં કૃલિતા' કરતાં ગૃહીતા અધિક રહેલે છે. અહીં નાગરાની જે લાક્ષણિકતાઓ ગણાવી છે તેમાં તમામ નાગરેના ઇષ્ટદેવ હાટકેશ્વર છે' અથાત્ ‘હાટકેશ્વર’ નામે ઓળખાતા શિવ છે એ જ નાગરાનું વિશિષ્ટ લક્ષણુ જણાય છે. બીજા લક્ષણા અન્ય જ્ઞાતિઓમાં ય વત્તાઓછા પ્રમાણમાં નજરે પડે છે. નાગર। સત્યના ઉપાસક છે તે તેઓનુ જીવન લયાન્વિત હોય એ પશુ આર્દશ રૂપે જ રજૂ થયેલ છે. લેખકમાં સંચય તથા સંકલનની સારી ફાવટ રહેલી છે. ‘વીણેલાં માતી' શીક નીચે નાગરાને લગતી જે કહેવતા અને ઉક્તિએ અપાઈ છે તે એનું ઉત્તમ દૃષ્ટાંત છે. નાગરાના ઇષ્ટદેવ શિવ છે, છતાં તેનાં માંગલિક ગીતામાં શ્રીકૃષ્ણે મહત્ત્વનું સ્થાન ધરાવે છે એવું લેખકનું અવલોકન નાંધપાત્ર છે. લેખકે પોતાના પ્રાસ્તાવિકમાં આભાર દર્શનમાં ‘ભે. જે. વિદ્યાસભા' જણાવી છે તેમાં ‘લો, જે. વિદ્યાભવન'ના પૂર્વાર્ધનું અને ‘ગુજરાત વિદ્યાસભા'ના ઉત્તરાધનું અજાણુતાં સ...મિશ્રણ થઈ ગયું લાગે છે. નાગરાની ઉત્પત્તિ વગેરે કેટલાક યક્ષ પ્રશ્નો' વિશે વિશદ વિચારણા શ્રી. માનશ'કર પી, મહેતાએ જ કરી છે (પૃ. ૨૦) એ વિધાન કરતાં આ પ્રશ્નોની છણાવટ કેટલાક અન્ય વિદ્વાનાએ ય કરી છે એ લેખકના લક્ષ બહાર રહ્યું છે. દા. ત. શ્રી. વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રીએ એમના ‘નાગર પુરાવૃત્ત’માં નાગર ગૃહસ્થા અને નાગર બ્રાહ્મણાના વિભાગ કેવી રીતે પડયા તે દર્શાવ્યું છે ને થાડાં વર્ષોં ઉપર મુ`બઈ યુનિવર્સિ ટીમાં રજૂ થયેલ નાગરોને લગતા શોધ પ્રાધમાં આમાંના ઘણા ‘યક્ષપ્રશ્નો’ ચર્ચાયા છે. દર્શીન ત્રીજું' એ આ પુસ્તકના મહત્ત્વતા અને ચિર'જીવ ખંડ છે, એમાં નાગરાના જુદાજુદા વિભાગામાં માંગલિક પ્રસ’ગાએ ગવાતાં વિવિધ પ્રચલિત ગીતામાંથી કેટલાંક પસંદ કરીને સંકલિત કરવામાં આવ્યાં છે. આ ગીતાની પસંદગી લેખકે કઈ કઈ દષ્ટિથી કરી છે તે પ્રાસ્તાવિક’માં સ્પષ્ટ કપુ" છે. પસંદ કરેલાં ગીતાને એમણે વિવાહ સંસ્કાર, સીમન્તા નયન, યજ્ઞાપવીત અને રન્નાદે એ ચાર સમૂહોમાં વગીકૃત કરી તે તે પેટાપ્રસંગના ક્રમ અનુસાર ગાઠવ્યાં છે. વિવાહસંસ્કારને લગતાં ગીત ૧૦૭ છે, સીમન્તાન્નયનનાં પાંચ અને યાપવીત જેનેા પ્રસંગ પહેલાં લગ્નની જેમ ચારેક દિવસ ચાલતે તેનાં માત્ર સાત ગીત અપાયાં છે, જ્યારે રન્નાદેને લગતાં ગીત ૨૯ જેટલાં છે. પુરવણીમાં ત્રણ ગીત ૨૯ જેટલાં છે. પુરવણીનાં ત્રણ ગીત ઉમેરતાં, આ ગીતાની સંખ્યા ૧૫૨ થાય છે. પરિશિષ્ટ ૩ માં અધરા શબ્દોના અર્થ ટિપ્પણુરૂપે આપ્યા છે તે પરિશિષ્ટ ૪ માં સંદ` ગ્રન્થોની સૂચિ આપી છે. આ ગીતાનેા સંચય અનેક પ્રકાશિત ગીત સંગ્રહે ઉપરાંત ગુજરાત-સૌરાષ્ટ કચ્છનાં વિવિધ સ્થળાએ ગવાતાં ગીતા પરથી કરવામાં લેખકે ભારે જહેમત ઉઠાવી છે. એમાં એમનાં સધમાઁચારિણી શ્રી. સરલાબહેનને સક્રિય સાથ સાંપડયા છે. માંગલિક પ્રસંગાના સમયાવધિ એકદમ ધકી ગયા છે તે પરિણામે એને લગતાં અનેક ગીતા લુપ્ત થતાં જાય છે ત્યારે લેખકે પરિશ્રમ લઈ પસંદ કરેલાં ગીતાને વ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ કર્યાં છે તે ધણું આવકાર પાત્ર છે. પરિશિષ્ટ ૫ માં આ સંગ્રહમાં આપેલાં ગીતાની પ્રથમ પંક્તિના અકારાદિ ક્રમે સૂચિ આપવામાં આવી છે. માંગલિક ગીતાના આ સંગ્રહની ઉપયેાગિતામાં એનાં પરિશિષ્ટ તૈાંધપાત્ર રીતે ઉમેરા કરે છે. અગાઉ લગ્નના ઉત્સવ ધણા ટ્વિસ ઊજવતા ત્યારે સવારે પ્રમાતિયાં અને સાંજે સાંજી ગવાતાં, ચાક વધાવતાં, વાડી મૂકતાં, પાપડ વણુતાં તે માંગલિક પ્રસ`ગ માટે ખરીદી કરવા જતાં ય ગીત ગવાતાં સામીપ્ય : ઢાખર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮] [પ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy