SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વખતચંદે સંધ્યા પ્રમાણે' એ પળમાં એ નામે પટેલ-કણબી રહેતો હશે. તે લાખા પટેલના નામથી પોળનું નામ પડયું હશે. એ પોળનું બારણું દક્ષિણુભિમુખનું છે. તેની પૂર્વે લાલા વસાની પિળ તથા ખાડિયામાં જવાને રસ્તા–“રાજમારગ', પશ્ચિમે એક પળ છે. ૫(ફ)તાસા પિળને જોડતા બે ગલીવાળો રસ્તો છે તે કદાચ અભિપ્રેત લાગે છે. એ પિળમાં નાગર, સેની, વાણિયા તથા કણબીની વસતી છે. શ્રી મગનલાલે કરેલા વર્ણન પ્રમાણે જ અત્યારે પણ સાચું લાગે છે, પરંતુ તેમના વર્ણનમાં આ સંદર્ભમાં સાંકડી શેરીનો ઉલ્લેખ મળતો નથી. આ ઉપરાંત (૨) મરાઠાકાલીન વિ. સં. ૧૮૩૬ નાં નં. ૮૯૧૫ માં, (૩) વિ. સં. ૧૮૪ ના નં. ૮૮૫૫ માં, (૪) વિ. સં. ૧૮૫૨ ના નં. ૮૯૧૬ માં તેમ જ (૫) વિ. સં. ૧૮ પર ના નં. ૮૯૧૭ માં રાયપુરમાં આવેલી સાંકડી શેરીના રસ્તે લાખા પટેલની પાળમાં આવેલી દેવની શેરીમાં આવેલી ખડકીનાં મકાનને ઉલ્લેખ મળે છે. આ બધાં ખતપત્રામાં “રાયપુર ચકલે ગાલિલ ખાનના વડે ચબુતરે”ને ઉલેખ લગભગ સમાન શબ્દોમાં પ્રાપ્ત થાય છે. લાખા પટેલની પિળમાં હજી પણ દેવની શેરી અને દેવની શેરીમાં હાલમાં પણ થોડીઘણું પ્રાચીન ખડકીઓ કાલના સપાટાથી બચેલી જોવા મળે છે. શ્રી મગનલાલ વખતચંદે દેવની શેરીની પશ્ચિમ લાલાભાઈની પોળ, દક્ષિણે હરકીશનદાસ શેઠની પોળ છે, તેમાં મેશરીની વસતી અને રામનાથ મહાદેવનું દહેરુ' છે (પૃ. ૯૬), એમ જણાવ્યું છે. હાલમાં દેવની શેરી અગાઉના ખતપત્રોમાં જોયું અને નેધ્યું તે પ્રમાણે સાંકડીશેરી લાખા પટેલની પોળમાં છે, પરંતુ લાલાભાઈની પોળ અને હરકિશનદાસ શેઠની પળનો મેળ આ રાયપુર વિસ્તાર સાથે બંસ બેસતો નથી. કેમકે તે બંને પિળ આસ્ટોડિયા, માડવીની પિળમાં આવેલી છે. કદાચ એ સમયે બધી પળના રસ્તા સળંગ હશે તેથી શ્રી મગનલાલે એવું લખ્યું હશે ? આ ઉપરાંત (૬) બ્રિટિશ કાલના ખતપત્ર નં. ૮૯૨૦ માં પણ રાયપુર, લાખા પટેલની પોળ, દેવની શેરીના ખાંચામાં આવેલું એક ઘર વણિક જ્ઞાતિના કુબેરદાસે પોતાની પત્નીને લખતરને નવું બંધાવી આપ્યું. સમય જતાં તેણીએ પિતાનું મકાન કાછિયા જ્ઞાતિના ગેરદાસ ના બે પુત્રોને વેચ્યું. એ વિગતો છે.(૭) બ્રિટિશ કાલના બીજા એક ખતપત્ર નં. ૧૬૦૮૬ માં પણ સાંકડીશેરી, લાલાવસાની પોળ નામ ઉહિલખિત છે. હાલમાં પણ સાંકડીશેરીમાં આ પળ છે અને તેનો ઉલ્લેખ શ્રી મગનલાલે પણ કર્યો છે તે ઉપર આપણે જોયું. તે પરથી તે પિળ પણ ઘણી પ્રાચીન છે. એમ કહેવાય. (૮) મરાઠાકાલનાં હિજરી સન ૧૦૯ (ઇ. સ. ૧૭૬૨, વિ. સં. ૧૮૧૮) ના અરબી-ફારસી ખતપત્ર નં. ૮૯૦૯ આકાશેઠકુવાની પોળ, રાયપુર ના એક મકાન અંગેનું છે. એમાં વડનગરા નાગર બ્રાહ્મણ ડે. પુરુષોત્તમદાસ ભગવતીદાસ પિોતે સંતાન રહિત લેવાથી પોતાનું મકાન રૂ. ૨૦૦માં સાઠોદરા નાગર શ્રી અંબારામ ભદ્રને વેચું હોવાની વિગત આપે છે. તેમાં છેલ્લે પાંચ કારસી મહેર છપાયેલી છે એને મતું–સાક્ષીમાં ગુજરાતી સહીઓ છે તે નોંધપાત્ર ગણાય. ઉર્દૂ ભાષાનું ચલણ મુખ્ય લાગે છે. (૯) બીજું ખતપત્ર નં. ૮૯૦૧ વિ. સં. ૧૭૩૦ નું આજ પોળના મકાન અંગેનું છે તેનું કાર્ય હૈ. યતીન્દ્રભાઈ દીક્ષિતે કર્યું છે. રાયપુરના એક બહાનાખતમાં કેટલીક રસપ્રદ બાબત આવે છે. તેમાં અમદાવાદ મળે, ચકલે રાયપુર, ખાડિયે પિળ (ખાડિયાની પોળ)નો ઉલ્લેખ મળે છે. (નં. ૮૮૯૭). ખાડિયામાં આવેલી આ પોળનું નામ હાલમાં સ્પષ્ટ સમજી શકાતું નથી, પરંતુ ખાડિયાગેટના વિસ્તારમાં હશે એમ લાગે છે. કદાચ દેસાઈની પિળ કે જેઠાભાઈની પોળ માટે કહેવાયું હશે ? એ ખતમાં વધુમાં જણુવ્યું છે કે એની દક્ષિણે નકેલ ગામ જવાનો રાજમારગ પડે છે આ નકેલ ગામ ચેકકસ કહી શકાતું નથી, પરંતુ રાયપુર દરવાજા તરફ આ ગામે જવા માટે જવાનું થતું હશે. નં. ૮૯૦૦ માં ચકલે ખાડિયે કચરિયાની પોળના રહેવાસીએ અસારવાના રહેવાસી પાસેથી ત્યાંની જમીન ગીરે લીધી હેવાનો ઉલ્લેખ આવે છે. આ પોળ ખાડિયા ચાર રસ્તાથી માણેકચોક જતાં, જૂની મૅડલ ટોકીઝ પાસે આવેલી છે. સામીપ્ય : ઑકટોબર, ”૮૭થી માર્ચ, ૧૯૮૮] [૧૯૯ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy