SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવતામૃતિપ્રકરણ ૧૧ રૂપમંડન ૧૨ શિ૫રત્નાકર૧૩ વગેરેમાં પણ આવું જ રૂપવિધાન જોવા મળે છે. ઉત્તરની પરંપરાને ભુવનદેવ રચિત “અપરાજિત પૃચ્છામાનું અતિવિધાન પણ આવું જ છે, છતાં અહીં ગદા તથા વરદને બદલે બને હાથમાં કમળ’ મૂકવાનું સૂચવેલ છે, ૧૪ એ વિશેષ છે. હેમાદ્રિને ચતુર્વર્ગ ચિંતામણિ' ગ્રંથ અહીં સૌથી જુદા પડે છે. અહીં વિષ્ણુધર્મોત્તર પુરાણુમાંના ચંદ્રના મૂર્તિવિધાનને અનુરૂપ ચંદ્રને ચતુર્બાહુ અને મહાતેજસ્વી બતાવી તેમના બે હાથમાં સિતકુમુદ (=સફેદ પોયણું) કરવા, સુચન કર્યું છે. દસ અશ્વ જોડાયેલા ચંદ્ર રથના અહીં બે પૈડાં સ્વીકારાયાં છે. ૫ આ પછી દક્ષિણની દ્રવિડ શૈલીના શ્રીકુમારકૃત શિલ્પર ગ્રંથમાં ચંદ્રના બે જુદાં જુદાં સ્વરૂપ રજૂ થયાં છે. આ બે સ્વરૂપ નવગ્રહોની સાથેનાં છે, જ્યારે આ ઉપરાંત સોમ(=ચંદ્ર)નું એક સ્વતંત્ર દેવ તરીકેનું રૂપવિધાન પણ અહીં મળી આવે છે. ૧૪ નવગ્રહની સાથે જે બે જુદા જુદા સ્વરૂપ છે, તે પૈકી એક અભિષિતાર્થચિંતામણિ વગેરે પૂર્વનિર્દિષ્ટ ગ્રંથને મળતું આવે છે, જ્યારે બીજુ થોડક જ પડે છે. તે એ રીતે કે અહીં ચંદ્રના બે હાથ પૈકી એક વામ હાથ, વામ ઊ૨( = જાંઘ) તરફ નમેલે અને બીજા એટલે કે દક્ષિણ હાથમાં અભયમુદ્રા રાખવાનું જાવેલ છે.૧૭ આ જ શિપરામાં એક બીજે ઠેકાણે સોમ( = ચંદ્ર)નું રૂપ દર્શાવતાં કહ્યું છે તેમ “ચંદ્ર કમળમાં બેઠેલ છે. મુખ પ્રસન્ન છે. હાથમાં વરદ અને કુમુદ ધારણ કર્યા છે. ચારુહાર (સુંદર–મનહર હાર) વગેરેથી આભૂષિત છે, અને સ્ફટિક-ચાંદી જેવો તેમને વણું છે.”૧૮ આ રીતે અહીં ઉપયુક્ત રૂપવિધાનમાં ચંદ્રને એક હાથ પગ( = જધા) તરફ ઢળતે બતાવી અને અહીં બીજા રૂપમાં ચંદ્રને કમલાસનસ્થ બતાવ્યા હોવાથી આ બન્ને બાબતો, ઉપરના તમામ ગ્રંથ કરતાં જુદી પડે છે, એ નોંધવું જોઈએ. અંશુમભેદાગ મકારને પણ ચંદ્રનું દ્વિભુજ સ્વરૂપ માન્ય છે. પરંતુ અહીં સોમને સિંહાસન ઉપર આસીન બતાવ્યા છે, એ નવીનતા છે. આધુનિક શિલ્પશાસ્ત્રોમાં પ્રસિદ્ધ શ્રી પ્રભાશંકર સમપરાએ એમના “ભારતીય શિલ્પસંહિતા' નામના પુસ્તકમાં ચંદ્રનું વાહન “સિંહ” પણ સ્વીકાર્યું છે, તેને આધાર સંભવતઃ આ અંશમદભેદાગમ હોય, એમ જણાય છે. આ ઉપરાંત કેટલીક નવીન બાબતે પણ આ ગ્રંથ પૂરી પાડે છે. અહીં ચંદ્રતા મુખની ફરતે પ્રભામંડળ કરવાનું અને તેની આસીન લ) કે સ્થિત(=ઊભી) પ્રતિમા કરવાનું સૂચવાયેલ છે. વળી, સેનાને ય પવીત કરવાનું પણ અહીં જણાવ્યું છે.૧૯ આ પછી “ઈશાન શિવગુરુદેવપદ્ધતિ' જેવા પૂજા પદ્ધતિના ગ્રંથમાં ઉપર પ્રમાણે ચંદ્રને દિભુજ સ્વીકારી, આ જ દિભુજ ચંદ્રનાં બે જુદાં જુદાં રૂપ આપ્યાં છે. તે પૈકી એકમાં ચંદ્રના બને) હાથમાં પડ્યા છે, જ્યારે બીજુ રૂ૫ ગદાધર એટલે કે હાથમાં ગદા ધરાવે છે. ૨૦ રીતે શિલ્પશાસ્ત્રના ગ્રંથોનો અભ્યાસ કરતાં જણાય છે કે અહીં ચંદ્રનું દિભુજ સ્વરૂપ સર્વમાન્ય રહ્યું છે. પૌરાણિક સાહિત્યમાં વર્ણિત ચંદ્રના ચતુર્બાહુ કે ચતુર્ભુજ સ્વરૂપને અહીં ઓછું સ્વીકારવામાં આવ્યું છે. દસ વેત અવળે રથ અહીં વાહન તરીકે છે, પણ એના દ્વિચક્ર કે ત્રિચક્રનો વિવાદ નથી. ચંદ્રના હાથમાં વિલસતી વસ્તુઓમાં (“શિ૯પરત્ન” માંના એક સ્વરૂપને બાદ કરતાં) પ્રાયઃ પા, કુમુદ, ગદા કે વરદમુદ્રા એ ચાર પૈકીની વસ્તુઓને સૌ સ્વીકાર કરે છે, જે પૌરાણિક સાહિત્યની સાથે સંગત છે. આમ છતાં શિ૫રત્ન તથા અંશુમદભેદાગમ એ બે ગ્રંથે ચંદ્રને અનુક્રમે કમલાસનસ્થ સામીપ્યઃ એકબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [૧૫૫ For Private and Personal Use Only
SR No.535765
Book TitleSamipya 1987 Vol 04 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy