________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪, ૬ અને મો પછી અવત્રહના ચિહ્ના અભાવ(પં. ૭, ૯, ૧૬); શ્લેાકા તથા શ્લોકના અંતે તથા વાકોના અંતે વિરામચિહ્નના અભાવ (૫. ૯, ૧૪, ૧૫);
૫. લહિયાએ લખાણુમાં સરતચૂકથી કેટલીક ભૂલેા કરી છે, જેમકે પં. ૧ માં માય તે બદલે ગામ; ૫. ૨, ૩, ૫ વગેરેમાં વિસગ` સંધિના લેપ; ૫. ૪ વગેરેમાં લિ ંગદોષ, ૫. ૪, ૫ માં વિસગના લાપ અને ૫. ૪, ૭, ૮, ૧૦, ૧૨-૧૫ માં બીજી કેટલીક પ્રકીણુ અશુદ્ધિ.
દાનશાસન સંસ્કૃત ભાષામાં લખેલુ છે, પુરાણેાક્ત શ્લોકા સિવાય બાકીના બધા ભાગ
ગદ્યમાં છે.
પ્રસ્તુત દાનશાસન ભૂમિદાનને લગતું છે. દાનશાસનનું પ્રથમ પતરું ઉપલબ્ધ નહી હોવાથી શાસનસ્થળનું નામ તેમ જ મૈત્રક વંશ અને દાતાના પુરોગામી રાજાઓની વંશાવળી તથા પ્રતિગ્રહીતાનાં સ્થાન, ગેાત્ર, વેદ અને પિતાને લગતી વિગતના ભાગ લુપ્ત થયા છે. બીજા પતરા આરંભ તથ્ય સત્તુ મટ્ટ ગેમ એ વાકાંશથી થાય છે.
ઘાય
ભટ્ટ ગામ એ પ્રતિગ્રહીતા બ્રાહ્મણનું કામ છે. ધૈયદાનમાં આપેલું) ગામ વિષમાં આવેલું વિકિલ્લમ છે. આ ગામની પૂર્વે તથરા ગામ, દક્ષિણે જીરૂકી ગામ, પશ્ચિમે ઢેલ્લવ્દ્ર ગામ અને ઉત્તરે તેરાછ નદી આવેલાં છે (૫.૧-૩).
આ ભૂમિ ઉદ્રંગ(જનીનદાર પાસેથી વસૂલ કરાતું સામટું મહેસૂલ), ઉપરકર(જમીન પર માલિકી હક ન ધરાવતા ખેડૂતા પર નાંખેલે કર), ધાન્યહિરણ્યાદેવ(ધાન્ય અથવા હિરણ્યના રૂપમાં લેવાતુ' મહેસૂલ), ઉત્પદ્યમાવિષ્ટ(જરૂર પડતાં વેઠ કરાવવાના હક) સહિત આપવામાં આવી છે (૫.૩–૪). એમાં સવ રાજકીયેાને હસ્તક્ષેપ કરવાની મનાઈ હતી. આ ભૂમિદાન ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદી, પર્યંત ટકે ત્યાં સુધીનું અર્થાત્ શાશ્વતકાલીન છે. પુત્રપૌત્રાદિકને એના ભાગવટાના હક હતા (૫. ૪-૫).
એમાં જણાવેલું દાન શક સંવત ૪૦૦ ના ભાદ્રપદુ માસની કૃષ્ણે સપ્તમીએ જલ મૂકીને અપાયેલું છે (૫. ૬). ‘બ્રહ્મદાયની રૂએ એને પ્રતિગ્રહીતા ભાગવે, ખેડે, ખેડાવે કે બીજાને આપે તેમાં અંતરાય કરવા નહી. (૫. ૬-૭). આગામી રાજાએ અતે અમારા વંશના રાજાઓએ ભૂમિદાનનુ ફળ સામાન્ય(સહિયારુ) છે, ઐશ્વર્યાં બિંદુ જેવાં અનિત્ય અને અસ્થિર છે તે જીવન તૃણાશ્રમાં લગ્ન જલબિંદુ સમાન ચંચલ છે, એમ જાણી અમારા આ દાનને અનુમેાદન આપવું અને એનું પિરપાલન કરવું (પં. ૭–૯).’
ત્યાર ખાદ દાન દેવાથી અને દીધેલા દાનના પરિપાલનથી કેવું પુણ્ય મળે તે આપેલું દાન ઝૂંટવી લેવાથી કેવું પાપ લાગે તેને લગતા પાંચ લેક ટાંકવામાં આવ્યા છે (૫. ૯–૧૪). દાનશાસનનું લખાણ નારાયણસુત રેવે લખ્યું છે, ‘સ્વમુખાના' કે ‘દૂતક'ના નિર્દેશ નથી. અંતમાં દાન આપનાર રાજા ધરસેનના દસ્કત છે, જેમાં વસ્તા[ડ *]ય મમ શ્રીધરલેનવેવસ્ય લખેલું છે.
દાતાની તથા તેના પુરાગામીઓની પ્રશસ્તિ લુપ્ત પહેલા પતરામાં આપેલી હોઈ આ પતરાના લખાણુના આરંભ પ્રતિશ્રૃહીતાની વિગતથી થાય છે. પર ંતુ દાનશાસનના અંતે રાજાના સ્વહસ્ત (સ્કત) માપેલા છે, એ પરથી આ ભૂમિદાનના દાતા ધરસેનદેવ હાવાનુ માલૂમ પડે છે. એશિયાટિક સાસાયટી આફ એના શક વર્ષ ૪૦૦ ના દાનશાસન પરથી આ રાજા વલભીના મૈત્રક વંશના ગુહસેન–પુત્ર ધરસેન ૨ જા હેાવાનું ફલિત થાય છે.
૧૨૮]
[સામીપ્ય : ઑકટોબર, ’૮૭થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only