________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫) અને (૪૯) ઇર્વિન સર્કલ અને ઈર્વિન હૉસ્પિટલ
જામનગરના રાજવી રણજિતસિંહ (૧૯૦૭ થી ૧૯૩૩)ના શાસન દરમ્યાન તત્કાલીન વાઇસરૉય અને ગવર્નર જનરલ ઇર્વિનને ખુશ કરવા અને પછીના વાઇસરોય વિલિંગડનને ખુશ કરવા દરબારગઢ પાસે વિલિંગડન કેસન્ટ અને ઇર્વિન સર્કલનાં બાંધકામ કરાયાં હતાં.૩૭ તે પૂર્વે ૧૮૭૫માં વિભાજી બીજાએ વુડ હાઉસ શાક માર્કેટ અને હોસ્પિટલનો પાયો નાખ્યો હતો. વુડ હાઉસ તે સમયે મુંબઈના ગવર્નર હતા. ૨૮ જામ રણજિતસિંહે ઈ.સ. ૧૯૩૩માં રૂપિયા ૬ લાખના ખર્ચે ઇર્વિન હોસ્પિટલ બંધાવી હતી. તે હાલ ગુરુગોવિંદસિંહ હૉસ્પિટલ તરીકે ઓળખાય છે. વળી તે એમ. પી. શાહ મેડિકલ કોલેજ સાથે સંકળાયેલ છે. (૪૭) લેડી હાર્ડિન્જ કન્યા વિદ્યાલય :
જામનગરમાં હાલ સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ તરીકે ઓળખાતું વિદ્યાલય લેડી હાર્ડિન્જ ગર્લ્સ સ્કૂલ નામથી શરૂ કરાયેલ હતું. તેનું મકાન રાજમહેલ જેવું બંધાવાયેલ હતું.” (૪૮) અને (૪૯) રીડિંગ ગ્રેઇન માર્કેટ અને ચેમ્સફોર્ડ વેજીટેબલ માર્કેટ :
જામસાહેબ દિગ્વિજયસિંહજીએ ૧૯૩૪માં રીડિંગ ગ્રેઇન માર્કેટ અને ચેમ્સફોર્ડ વેજીટેબલ માર્કેટ (હાલમાં સુભાષ માર્કેટ) બંધાવ્યાં હતાં, શાક માર્કેટના પ્રવેશદ્વારની સામે હિંદી વઝીર લૉર્ડ મોન્ટેગ્યુનું પૂતળું ૧૯રપમાં મુકાવ્યું હતું. તે ૧૯૬૭માં હટાવી લેવાયું હતું.' (૫૦) થી (૫૫) અન્ય શહેરોમાં :
સૌરાષ્ટ્રનાં રાજકોટ, ભાવનગર, જામનગર અને મોરબી સિવાયનાં શહેરોમાં પણ અંગ્રેજોની યાદગીરીરૂપ કેટલાંક સ્મારકો આવેલાં છે. જેમકે લીંબડીનું વુડ હાઉસ શાક માર્કેટ, જૂનાગઢનો આલ્બર્ટ વિક્ટર અનાથાશ્રમ, જૂનાગઢમાં આવેલ વિલિંગડન ડેમ અને પાલીતાણાની હેરિસ હાઈસ્કૂલ, પોરબંદરમાં આવેલ મેકોનીકી ક્રિકેટ ક્લબ અને વિક્ટોરિયા જ્યુબિલી મદ્રેસા (૧૮૮૭) અને બેલેન્ટાઇનનો કબર લેખ વગેરે ૪૨
સૌરાષ્ટ્ર ર૨૨ દેશી રાજયોનો પ્રદેશ હતો. તેમાં મુખ્ય અને મહત્ત્વનાં એવાં સલામી રાજ્યોમાં બ્રિટિશ શાસન દરમ્યાનનાં ૧૨૭ વર્ષો (૧૮૨૦-૧૯૪૭) દરમ્યાન વિવિધ અંગ્રેજ અધિકારીઓની કૃપાદૃષ્ટિ મેળવીને તેમને ખુશ કરવા, રાજયોએ શાળાઓ, મદ્રેસા, કૉલેજો, ફુવારા, હોસ્પિટલ, માર્કેટ, મ્યુઝિયમ, લાયબ્રેરી, ડેમ, પુલ, બગીચા કે પાર્ક, પોર્ટ (બંદર), ગેટ (દરવાજ), હોલ (સભાખંડ), બાવલા, ચિત્ર, ક્લબ, સેક્રેટરીએટ, શૌર્ય સ્મારકો તથા કેબર લેખ બંધાવ્યાં હતાં. આ સ્મારકોમાં અંગ્રેજોની યાદગીરી જળવાઈ રહી છે. રાજવીઓએ ભલે ખુશામત માટે આ સ્મારકો ઊભાં કર્યા હોય પણ તેમ છતાં તેમાંથી તત્કાલીન ઇતિહાસ મેળવવાના સાધન તરીકે તેનું મહત્ત્વ અમૂલ્ય છે. એ રીતે આ સ્મારકોને સૌરાષ્ટ્રનો ઇતિહાસ જાણવાના અને તત્કાલીન રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ પ્રતિબિંબિત કરતા મહત્ત્વના આધારસ્તંભો ગણાવી શકાય. બધાં જ સ્મારકો એ સત્તાધીશોને ખુશ કરવા માટેનાં જ નથી. પરંતુ તેમાંથી કેટલાંક તો તેમણે કરેલી સૌરાષ્ટ્રની પ્રજાની અનન્ય સેવા માટે નોંધપાત્ર સ્મારક સંપુટ છે; જેમકે વોટ્સન મ્યુઝિયમ, લેંગ લાયબ્રેરી, બાર્ટન લાયબ્રેરી અને મ્યુઝિયમ, આફ્રેડ હાઈસ્કૂલ, રાજકુમાર કોલેજ વગેરે. તેથી એમ કહી શકાય કે ઉપર દર્શાવેલા સૌરાષ્ટ્રમાં આવેલાં અંગ્રેજોની યાદગીરીરૂપ સ્મારકો સૌરાષ્ટ્રના ઇતિહાસનાં સાધનોમાં મુગટમણિ સમાન છે અને એ ક્ષેત્રે સંશોધનને હજુ ઘણો અવકાશ છે.
સંદર્ભો ૧, ડૉ. જાની, એસ. વી. – “સૌરાષ્ટ્રનો ઇતિહાસ', અમદાવાદ-૨03, પૃ. ૧૦૯
| ‘અમરેલી ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર' (અંગ્રેજીમાં) – અમદાવાદ, ૧૯૭૨, પૃ. ૬૦૫ ૩. એજન, પૃ. ૫૪૫ ૪. ઠક્કર, પ્રવીણા – “ગુજરાતનો સી કેળવણીનો ઇતિહાસ', અમદાવાદ, ૧૯૭૯, પૃ. ૩
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n લ્પ
...
For Private and Personal Use Only