SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માણસોને અહીં આવી વસવા પ્રોત્સાહન આપ્યું. પોતે અહીં જમીન ખરીદી ને બીજાઓને પણ ખરીદાવી. એમને સાત પુત્ર અને ચાર પુત્રી હતાં. તેઓમાં બીજી ડૉ. સોલોમને ઇંગ્લેન્ડ જઈ એમ.બી.ની તબીબી ઉપાધિ મેળવેલી. એમને ઇન્ડિયન મેડિકલ સર્વિસમાં સારી નોકરી મળતી હતી, પણ તે જતી કરી તેઓ મુંબઈમાં સ્થિર થયા ને ઉત્તરાવસ્થામાં પોતાના વયોવૃદ્ધ પિતાનું દવાખાનું સંભાળ્યું. પિતાની હયાતી બાદ તેઓ અહીંની કોમના અધ્યક્ષ થયા. એમના ભાઈ ડેવિડ એલકર બેરિસ્ટર થઈ ઇંગ્લેન્ડમાં સ્થિર થયા. ત્યાં તેઓ ‘ઈસરાએલિટ' નામે અંગ્રેજી-દેશી માસિક ચલાવતા. એવા એક બીજા અગ્રગણ્ય બેને-ઈસરાએલ ગૃહસ્થ હતા. ડૉ. જોસેફ સોલોમન દાંડેકર. તેઓ અમદાવાદની ગાંડાઓની ઇસ્પિતાલમાં, ૧૮૬૬ના અરસામાં નિમાયા હતા. અહીંની બેન-ઈસરાએલ કોમની સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓને વિકસાવવામાં આ બંને દાક્તરોનું પ્રદાન અમૂલ્ય છે. ડૉ. દાંડેકરે શહેરની બાજુમાં દિલ્હી દરવાજા બહાર દૂધેશ્વર માર્ગ ઉપર જમીન ખરીદી અને એ બેને-ઈસરાએલ કોમને કબરસ્તાન માટે ભેટ આપી. આથી સાતેક કિલોમીટરના અંતરે આવેલ કેન્ટોનમેન્ટના કબરસ્તાનમાં દૂર જવાની વિટંબણા ટળી. આ નવા કબરસ્તાનમાં જૂનામાં જૂનો કબર લેખ ઈ.સ. ૧૮૮૭ નો છે. ડૉ. અબ્રાહમ એલકરે નિવૃત્ત થતાં પાનકોર નાકામાં પોતાનું ખાનગી દવાખાનું ખોલ્યું. તેઓ પોતાની કોમના દરદીઓ તરફ ભારે કાળજી ધરાવતા ને શહેરના સમસ્ત સમાજમાં “અબ્રાહીમ દાદા' તરીકે ઘણા લોકપ્રિય હતા. તેઓ ૧૮૮૭માં અવસાન પામ્યા. એમના બીજા પુત્ર ડૉ. સોલોમન અબ્રાહમ એરલકરે પિતાની સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી. પાનકોર નાકા પર આવેલું પોતાનું ઘર જ્ઞાતિને અર્પણ કર્યું, જયાં નવું પ્રાર્થનાલય બંધાતા સુધી પ્રાર્થના થતી. ડૉ. અબ્રાહમની હયાતી બાદ બેન-ઈસરાએલ પ્રાર્થનાલય ડૉ. જોસેફ દાંડેકરના મકાનમાં પણ રાખવામાં આવેલું. આગળ જતાં એ માટે મોટી જગા ભાડે રાખવામાં આવી ને પગારદાર હઝાન (પાઠક)ની નિયુક્તિ પણ કરવામાં આવી. રેલવેની સગવડ વધતાં ઘણા બેને ઈસરાએલ એ ખાતાની નોકરીમાં જોડાઈ ગુજરાતમાં આવી વસ્યા. *૧૮૯૧માં તેઓની કુલ વસ્તી ૪૭૯ જેટલી નોંધાઈ છે. જેમાંના ૨૧૬ અમદાવાદમાં હતા, સૌરાષ્ટ્રમાં ૧૦૫ અને કચ્છમાં ૭ હતા. ૧૯૧૧માં તેઓની કુલ વસ્તી વધીને ૫૭૯ થઈ, એમાં ૩૦૬ પુરુષો અને ૨૭૩ સ્ત્રીઓ હતી. ૨૨ ડૉ. અબ્રાહમ એલકરની મુરાદ હતી કે અમદાવાદમાં નિયમિત પ્રાર્થનામંદિર જેટલી બેનેઈસરાએલોની કાયમી વસવાટ ધરાવતી વસ્તી થાય ત્યારે અહીં એક સેનેગૉગ બંધાય. એને માટે એમણે પોતાના વસિયતનામામાં મોટી રકમ પણ અલગ ફાળવી રાખેલી. વડોદરાના સ્ટેશન માસ્તર મિ. એરન સોલોમન ચરીકર, જે તેઓના સગા થતા હતા, તેમણે પણ રૂ. ૫,૦૦૦ ની રકમ આ અંગે અલગ રાખેલી. ૧૯૨૧માં આ અંગે ફંડ શરૂ કરવામાં આવ્યું. ૧૯૨૨માં મિરઝાપુર રસ્તા પર રૂ. ૧૭,૦૭૪માં ૪૫૬ ચોરસવાર જગા ખરીદવામાં આવી. આ જમીન જ્ઞાતિજનોને દૂર પડે તેમ હોવાથી ૧૯૩૦ માં રૂ. ૭૦૭૪ ની ખોટ ખાઈ એ જમીન રૂ. ૧૦,૦૦૦માં વેચવી પડી. ડૉ. અબ્રાહમ એલકરે ફાળવેલી રકમ વ્યાજ ઉમેરાતાં રૂ. ૮,૮૪૦ થઈ ને જૂના પ્રાર્થનાલયની ઇમારત વેચતાં તેની કિંમત રૂ. ૧૧,૬૦૦ ઊપજેલી. ડૉ. જોસેફ બામનોલકર, શ્રી સેમ્યુઅલ હાઈમ આગરવાકર અને મિ. એલાયજા કિલ્લેકર જેવા પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ રૂ ૮૧ For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy