________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યહૂદીઓના ભારતમાં આગમન અંગે બીજી પણ માન્યતા છે કે ઈ.પૂ. ૧૭૫માં ઇજિપ્તમાં ગ્રીક રાજવી એન્ટીઑક્સે ઈસરાએલ જીતતાં યહૂદીઓ વેપાર માટે ઍલથ બંદરેથી રાતા સમુદ્ર મારફતે પશ્ચિમ ભારતના કોંકણ કિનારાના ચેઉલ બંદરે ઊર્યાં.૧૬
મરાઠી ભાષી બેને-ઈસરાએલ યહૂદીઓના પૂર્વજો લગભગ ૨૦૦૦ વર્ષ પૂર્વે વહાણ તૂટતાં કોંકણ કિનારે કોલાબા જિલ્લાના નવાંવના ભૂમિ પર આવ્યા અને મહારાષ્ટ્રમાં વસ્યા. આ પ્રજા વેપાર માટે ભારતમાં આવેલી. કેટલાક યહૂદીઓ મદ્રાસમાં વસેલા. કેટલાક વળી મુંબઈ, કલકત્તા, પૂના અને સુરતમાં વસેલા.
બ્રિટિશ કાલ દરમ્યાન મુંબઈ પ્રાંતના ભારતીય લશ્કરમાં ઘણા બેને-ઇસરાએલ યહૂદીઓ જોડાયા અને સૂબેદાર, બહાદુર, સરદાર બહાદુર અને (ટીપુ સુલતાન) સાથેના યુદ્ધમાં સેનાપતિ બન્યા. કેટલાક સરકારી અને રેલ્વેની નોકરીમાં જોડાયા. કેટલાક ડૉક્ટર અને વકીલ બન્યા. ૧૯૩૪માં ભારત અને બ્રહ્મદેશમાં લગભગ ૨૦,૦૦૦ જેટલા બેને-ઇસરાએલ યહૂદીઓ હતા.૭ ૧૯૫૧ની વસતીગણતરી અનુસાર ત્યારે તેમની સંખ્યા ૨૦,૦૦૦ની હતી. ૧૯૬૧માં તેઓની સંખ્યા ઘટીને ૧૬,૦૦૦ અને ૨૦૦૧માં ૫,૫૦૦ જેટલી રહેવા પામી હતી.
ઈ.સ. ૧૯૮૪માં ઈલીજાહ જેકોબે કરેલા સર્વેક્ષણ મુજબ નવી દિલ્હીમાં ૫૫, અમદાવાદમાં ૩૫૦, મુંબઈમાં ૨૧૬૦, થાણેમાં ૧૬૦૦, પુનામાં ૩૫૦, કોચીનમાં ૮૫ અને કોલકત્તામાં ૭૫ યહૂદીઓ હોવાનું જાણવા મળ્યું છે. બગદાદમાંથી સહુ પ્રથમ ભારતમાં આવી વસવાટ કરનાર યહૂદીઓમાં લીમન બી. જૅકબ નામના યહૂદી ગૃહસ્થ હતા. કવિ અબ્રાહામ બી. મેર ઈબન એઝરાએ પણ એક પ્રસંગે ભારતની મુલાકાત લીધી હતી એમ મનાય છે. ૧૯મી સદીના આરંભમાં ડૅવિડ સાસુન ભારતમાં આવેલા. સહુ પહેલાં ભારતમાં આવી વસનાર યહૂદીઓ શનવાર તેલી કહેવાતા. ૧૯
યહૂદીઓ ગુજરાતમાં મુઘલ કાલથી વસવા લાગેલા. મહારાષ્ટ્રના બેને-ઈસરાએલ અહીં ૧૯મી સદીની શરૂઆતમાં દાખલ થયા. આરંભમાં તેઓ મુખ્યત્વે લશ્કરમાં સેવા કરતા. અમદાવાદ, વડોદરા, સુરત, ડીસા, રાજકોટ, વઢવાણ, ભુજવગેરે અનેક સ્થળોએ તેઓનાં કબરસ્તાન છે. અમદાવાદમાં તેઓનું જૂનું કબરસ્તાન કેન્ટૉનમેન્ટ વિસ્તારમાં આવેલું હતું. દૂધેશ્વર માર્ગ પર આવેલું હાલનું કબરસ્તાન ૧૮૭૬ થી ૧૮૮૭ દરમ્યાન થરૂ થયું છે.
૧૯૩૩-૩૪માં તેઓનું સેનેગોંગ (પ્રાર્થનાલય) બંધાયું છે.
૨૦
બેને-ઈસરાએલ પોતાના ધર્મનું અનુપાલન કરે છે ને સાથે સાથે પ્રાદેશિક હિંદુઓ તથા મુસ્લિમોના કેટલાક રીતરિવાજ પણ અપનાવે છે. બેસતું વર્ષ તથા ધાર્મિક તહેવારો તેઓ નિષ્ઠાપૂર્વક ઊજવે છે.
યહૂદીઓની બીજી કેમ જે કોચીનના યહૂદીઓ તરીકે પ્રસિદ્ધ છે તે પમી સદીમાં રાજા કોબદના રાજ્યકાલ દરમ્યાન ઈરાનમાંથી દક્ષિણ ભારતમાં કેંગનોરમાં વેપાર માટે આવ્યા.
લગભગ ઈ.સ.ની ૧લી સદીથી ભારતમાં યહૂદી વસાહતો હતી. ૧૦,૦૦૦ જેટલા યહૂદીઓને હિંદુ રાજાએ આવકાર આપ્યો. રાજા ભાસ્કર રવિવર્માએ કેંગનોરમાંની અંજુવનમ્ તરીકે જાણીતી ભૂમિ કેટલાક યહૂદીઓને દાનમાં આપી અને એ હકીકત તામ્રપત્ર પર કોતરાવી, ઈ.સ. ૩૭૯માં યહૂદી નેતા જોસેફ રબ્બાનને બક્ષિસ આપી.
કેંગનોરની મુર લોકોએ યહૂદીઓ પર અત્યાચાર ગુજારતાં તેઓ ત્યાંથી કોચીન ગયા અને ત્યાં સ્થાનિક રાજાએ તેમને આવકાર આપ્યો. ઈ.સ. ૧૫૫૭માં રાજાએ બક્ષિસ આપેલ સ્થાન પર પ્રસિદ્ધ યહૂદી પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ ૩૭૯
For Private and Personal Use Only