________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
લેખકના મતે પોણો સો વર્ષ પૂર્વે જેટલી આવશ્યકતા હતી એટલી જ આ અવલોકનકારના મતે આજેય અનિવાર્ય છે. શિક્ષણનો વિકાસ કોઈ પણ સમાજ કે કોમ વાતે અનિવાર્ય આવશ્યક હોવાની વાત આ પુસ્તકના વાંચનથી સુસ્પષ્ટ થાય છે.
છેલ્લાં પચાસ પૃષ્ઠ એટલે પ્રકરણ ત્રીજું. લેખકે એમાં કેટલાંક રસપ્રદ દષ્ટાંત અને વૃત્તાંત પ્રસ્તુત કરીને આ કોમ એટલે કે પાટીદાર સમાજે પોતાની વર્તમાન સ્થિતિમાંથી કેવી રીતે મુક્ત થઈને કઈ દિશામાં પ્રયાણ કરવાથી જ્ઞાતિનો ઉદ્ધાર થશે તેની સરસ રજૂઆત કરી છે જે ધ્યાનાર્હ અને પ્રશંસાઈ છે. દશાંગુલ ઊંચેરાં કુટુંબની વિગતો દર્શાવીને એમાંથી પ્રેરણા લેવાનો લેખકનો અનુરોધ સરાહનીય છે જ. આ બધાં દષ્ટાંત-વૃત્તાંત પ્રેરણાદાયી તો છે જ પણ કૌટુંબિક પરંપરામાં નિહિત ગુણદોષ તરફ અંગુલિનિર્દેશ કરી શંભુભાઈ આપણને તે પરત્વે ઉજાગર કરે છે.
* કહેવું અચૂક જોઈએ કે ગ્રંથકર્તાએ આ પુસ્તકમાં સાગરને સહજતાથી ગાગરમાં સમાવવાનો સંનિષ્ઠ પ્રયાસ , અને પ્રમાણનિષ્ઠ અભિગમ પ્રસ્તુત કર્યો છે, અને હા, તે ત્યારે જયારે એમનો સમાજ કૂપમંડૂકવૃત્તિના ભરડામાં અને રૂઢિચુસ્ત રિવાજોનાં બંધનમાં જકડાયેલો હતો. જે તે વિગત કેવળ અંગુલિનિર્દેશ જેવી છે પણ તેનો તંતુ (અભિગમ) પકડીને અધ્યેતાએ ભૂતાતંતુની જેમ ધૈર્યપૂર્વક એને આગળ લઈ જવાની અને તે તે નિર્દિષ્ટ વિચારને વિકસાવવાની તાતી જરૂર છે અને પાટીદાર સમાજના અહીં પ્રસ્તુત થયેલા પાંખા તાણાવાણાને સુઘટ્ટ કરવાની જરૂર છે અને એ દષ્ટિએ આ પુસ્તક અન્વેષણકર્તા સારુ કાચી પણ પ્રાથમિક અને બુનિયાદી માહિતી હાથવગી કરી આપે છે. એક કોમ વિશે લખતા હોવા છતાંય લેખકે સમકાલીન પ્રકૃતિ, પર્યાવરણ, સામાજિક સંબંધો, રાજકીય અભિગમ, રીતરિવાજો, રાજાઓની વર્તણૂક, પેઢીનામું તૈયાર કરવાની સામગ્રી, ગામતોરણ બાંધવાની પ્રથા, ઇતિહાસાલેખન કાજે ઉપાદેયી થઈ શકે એવી રાજકીય-સામાજિક તવારિખ, ગામનો ઇજારો, શંકરનાં મંદિરવિશેષની વિગત, ધાર્મિક લેખાંજોખાં, ખેતી વિષયક માહિતી, આર્થિક તાણાવાણા, સ્થળનામના પરિચય, અટકપ્રથાનાં પરિબળ અને તેનાં નામકરણની ભૂમિકા, એક જ પ્રદેશના એક વિરતારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતરનાં કારણ અને સ્થિર થવાની મથામણનાં સુફળ, સમાજસંરચના જેવી ઢગલાબંધ વિગત, અલબત્ત દિશાસૂચક પ્રકારની, લેખકે આપણને સૂત્રાત્મક પદ્ધતિએ પણ પ્રેરણાદાયક અભિગમથી સંપડાવી આપી છે તે ખસૂસ આવકારવા યોગ્ય છે જ. આથી, ગઈ સદીના બીજા ચરણના પ્રારંભે એક બંધિયાર જ્ઞાતિને મુક્ત-અવકાશમાં પરિવર્તિત કરવાની લેખકે જે હામ ભીડી હતી તે પ્રશંસાઈ તો છે જ, સાથોસાથ એમનું દૂરંદેશીપણું પણ દૃષ્ટિગોચર થાય છે.
પુસ્તકની રજૂઆત સક્ષમ છે. એમાં અભિગમ પામેલી સામાજિક વ્યથા આજેય ઘણા અંશે ગ્રામપ્રજામાં મોજૂદ હોવાનું નરી આંખે જોઈ શકાય છે. હા, એકવીસમી સદી ઉઘડતાંની સાથે પાટીદાર સમાજમાં આ પરત્વે આરંભાયેલી થોડીક હલચલ અને ચહલપહલ વિકાસને પંથે જવાની અને બંધિયાર રીતરિવાજના અજ્ઞાનનાં અંધાર ઉલેચવાની દિશાનાં ઘાતક છે તેય આશાસ્પદ છે. પણ ફિરકાઓ વચ્ચેનાં અંતર દૂર કરી એકત્વ તરફ જવાની દિશા શંભુભાઈએ દર્શાવી છે તે જ આ પુસ્તકના લખાણની સાર્થકતા છે.
છેલ્લે, મસ્ત-ફકીર અને નિર્ભિક પત્રકાર ગોરધનદાસે અપ્રાપ્ય પુસ્તકને પ્રાપ્ત કરી આપ્યું છે તેય ઘટના અભિનંદનીય અને આવકાર્ય છે. સંપાદકનો હેતુ પાટીદાર સમાજ વિકાસને પંથે પ્રગતિ કરે, પારસ્પરિક સંઘર્ષને દફનાવી દે, કુરિવાજોને ધ્વસ્ત કરે અને જ્ઞાનવિજ્ઞાનની દિશા પકડે એ તરફ આંગળી ચીંધવાનો છે. સમાજ આ પુસ્તકને આત્મસાત કરી એમાં વ્યક્ત વિભાવના, વિચારણા અને વાસ્તવિકતાથી ઉજાગર થઈ પ્રગતિના પંથે વિહરે તો જ લેખક અને સંપાદકની મહેનત અને ઉદ્દેશ, કહો કે સાહસ લેખે લાગશે. અસ્તુ. ૧૩-૨-૦૬
'પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ n ૧૩૬
For Private and Personal Use Only