________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધિવેશન પછી જ રાજકોટમાં અન્યાયી કરવેરા અને જુલમીતંત્ર સામે ૧૯૩૮-૩૯માં સત્યાગ્રહ થયો હતો.૨૪ આ પરિષદનું છેલ્લું અને સાતમું અધિવેશન છેક ૧૯૩૬માં પ્રાંગધ્રામાં દરબાર ગોપાળદાસના પ્રમુખપદે મળ્યું હતું અને તેમાં કાઠિયાવાડના એકમોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખપદે સરદાર પટેલ આવ્યા પછી ગાંધીજી પણ કાઠિયાવાડના કાર્યકરોને તેમના પ્રશ્નો અંગે સરદાર પટેલનું માર્ગદર્શન લેવા જણાવતા હતા તે ગાંધીજીની સરદારની શક્તિમાં રહેલી શ્રદ્ધા અને સરદાર પટેલની કાઠિયાવાડના પ્રશ્નોને સમજવામાં રહેલી કુનેહ દર્શાવે છે. તેથી જ ૧૯૩૧માં ગાંધી-ઇર્વિન કરાર થઈ જતાં સંધિકાળ હોવા છતાં ઇર્વિન કરાર થયો ત્યારે સરદાર પટેલે સૌરાષ્ટ્રના કાર્યકરોને પોતાની લાક્ષણિક શૈલીમાં જણાવેલું કે, 'તલવાર મ્યાનમાં રાખજો, પણ હાથ તો મળે છે કારણ કે આ સંધિકાળના વર્ષ ૧૯૩૧માં જ સૌરાષ્ટ્રમાં પ્રોલ, વણોદ, મોરબી અને પ્રાંગધ્રામાં સત્યાગ્રહો થયા હતા. જેમાંથી પહેલા બે સફળ રહ્યા અને છેલ્લા બે નિષ્ફળ રહ્યા. સરદાર પટેલની સૂચનાઓને અવગણીને સ્થાનિક કાર્યકરોએ પોતાની મર્યાદાઓ અને જે તે રાજયની શક્તિનું માપ કાઢ્યા વિના મોરબી અને પ્રાંગધ્રાના સત્યાગ્રહ કર્યા તેથી તે નિષ્ફળ ગયા હતા. ત્યાર પછીથી સરદારશ્રીની સલાહમાં રહેલા ડહાપણનું ફૂલચંદભાઈ શાહ તથા અન્યોને ભાન થયું હતું. ૨૫
આમ કાઠિયાવાડ રાજકીય પરિષદ એ સૌરાષ્ટ્રના વિવિધ પ્રશ્નોને વાચા આપનારી એક કેન્દ્રિય સંસ્થા હતી. તેથી સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય આંદોલનની પ્રવૃત્તિઓમાં તે અગ્રસ્થાને હતી. કાઠિયાવાડની પાઘડીઓના વળ જેવું કાઠિયાવાડનું રાજકારણ વિશિષ્ટ ભાત ધરાવતું હતું. તેથી કાઠિયાવાડના કાર્યકરોની આ આંદોલનમાં અગ્નિ-પરીક્ષા થઈ હતી તેમ કહી શકાય. પણ પ્રારંભમાં તેમને ગાંધીજી અને પછીથી તેમના અદના સિપાહી એવા સરદાર વલ્લભભાઈ પટેલનું વાસ્તવદર્શી માર્ગદર્શન મળ્યું તેના પરિણામે કાઠિયાવાડ રાજકીય પરિષદ ૧૯૨૯ થી ૧૯૪૮ સુધીના સૌરાષ્ટ્રના ખાખરેચી, વિરમગામ, ધોલેરા, કોલ, વણોદ, મોરબી, પ્રાંગધ્રા, રાજકોટ, લીંબડી જેવા સત્યાગ્રહોમાં કાઠિયાવાડ રાજકીય પરિષદને સરદાર પટેલનું સતત માર્ગદર્શન મળતું રહ્યું હતું. જૂનાગઢની આરઝી હકૂમતને પણ તેમના છૂપા આશીર્વાદ હતા. તેથી જ જૂનાગઢનો મુક્તિ સંગ્રામ સફળ બન્યો હતો. સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોનું એકીકરણ કરવામાં ભાવનગર રાજયે સરદાર પટેલની સલાહથી પહેલ કરી હતી. અને પછીથી સરદાર અને તેના ચુનંદા સચિવોના જૂથે સૌરાષ્ટ્રનાં રાજયોનું એકીકરણ કુનેહપૂર્વક કર્યું હતું. તેનાથી ગાંધીજીને પણ સંતોષ થયો હતો.
આમ કાઠિયાવાડ રાજકીય પરિષદના ૧૯૨૧ના પ્રથમ અધિવેશનના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ હતા. તેના ૧૯૨૯ના મોરબીમાં યોજાયેલા પાંચમા અધિવેશનના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને છઠ્ઠા અને સાતમા અધિવેશનના પ્રમુખ દરબાર ગોપાળદાસ દેસાઈ હતા. આમ કરમસદની બંધુ-બેલડી અને વસોના દરબાર ગોપાળદાસ દેસાઈ કાઠિયાવાડ રાજકીય પરિષદના સફળતાના આધારસ્તંભો હતા તે રીતે જોઈએ તો સૌરાષ્ટ્રની રાષ્ટ્રીય ચળવળમાં અગ્રગણ્ય ભાગ ભજવનાર સંસ્થા એવી કાઠિયાવાડ રાજકીય પરિષદના મુખ્ય અને મહત્ત્વના સૂત્રધારો ચરોતર પ્રદેશના હતા. એ રીતે જોઈએ તો ચરોતર પ્રદેશ અને તેના સૌથી અગ્રગણ્ય એવા સપૂત સરદાર પટેલનું સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમૂલ્ય પ્રદાન રહ્યું હતું એમ કહી શકાય.
ખરેખર રંગ લાવીને રહી માટી ચરોતરની, સુણી રણહાકને ઊકળી ઊઠી માટી ચરોતરની. ગયા એ ગ્રે જ ને રાજા -નવાબો એક ઝટકામાં, બિરુદ લોખંડનું પામી ગઈ માટી ચરોતરની, અમર સરદાર વલ્લભને કદી ઇતિહાસ નહીં ભૂલે.” પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૧૧૮
For Private and Personal Use Only