SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિઠ્ઠલભાઈ પટેલ હતા જે પછીથી ૧૯૨૫માં ભારતની વડી ધારાસભાના પ્રમુખ પણ બન્યા હતા. તો ૧૯૨૯માં મોરબીમાં ભરાયેલા તેના પાંચમા અધિવેશનમાં તેના પ્રમુખ બારડોલીની લડતના સરદાર એવા વલ્લભભાઈ પટેલ હતા. આમ ખેડા જિલ્લાના આ બે મહાન બંધુઓનું માર્ગદર્શન આ સંસ્થાને મળ્યું હતું.' કાઠિયાવાડ પરિષદના રાજકોટમાં ભરાયેલા અધિવેશનમાં પ્રમુખસ્થાનેથી શ્રી વિઠ્ઠલભાઈ પટેલે બોલતાં દેશની પરિસ્થિતિનો ચિતાર આપી સૌરાષ્ટ્રમાં કરવાનાં કાર્યો અંગે માર્ગદર્શન આપી પ્રજાને પ્રેરણા વઢવાણ કેમ્પમાં ૧૯૨૨માં વડોદરા રાજ્યના ન્યાય ખાતામાં લાંબી સેવા આપી ચૂકેલા અબ્બાસ તૈયબજીના પ્રમુખપદ હેઠળ મળ્યું હતું. આ પરિષદમાં સરદાર પટેલ પણ સૌ પ્રથમવાર હાજર રહ્યા હતા. અને આમ કાઠિયાવાડ રાજકીય પરિષદ સાથે તેમનો સંબંધ બંધાયો હતો. અબ્બાસ તૈયબજીએ પ્રમુખપદેથી અબ્રાહમ લિંકનના લોકશાસનનો સિદ્ધાંત સમજાવ્યો હતો, આ પરિષદમાં સરકારી નોકરી છોડી અસહકારી બનેલા કવિ ન્હાનાલાલે પ્રસંગોચિત સ્વરચિત ગીત ગાયું હતું. કળીયુગના ભીમસેન ગણાતા પ્રો. રામમૂર્તિએ પણ હાજર રહી રાષ્ટ્રીય એકતા ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. આ પરિષદમાં પ્રથમવાર હાજર રહેનાર સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કામ કરવાની લાક્ષણિક પદ્ધતિનો બધાને અનુભવ કરાવ્યો હતો. પરિષદના અધિવેશનમાં દલિતો માટે જુદું સ્થાન રાખવામાં આવેલું ત્યારે વલ્લભભાઈ પટેલ પરિષદ પ્રમુખની બાજુનું ઊંચું સ્થાન ત્યજીને દલિતો માટે રખાયેલા અલગ સ્થાનમાં દલિતોની સાથે જઈને બઠા. તેમના પગલે સૌરાષ્ટ્રના ત્યાગવીર રાજવી દરબાર ગોપાળદાસ દેસાઈ પણ પોતાના કુટુંબને લઈને ત્યાં બેઠા. આ પરિષદે અસ્પૃશ્યતાનિવારણનો ઠરાવ પસાર કર્યો હતો પણ સરદાર પટેલના આ કાર્યની ઠરાવ કરતાં પણ વધારે અસર થઈ. આમ સરદાર પટેલે પોતાના આ કાર્ય દ્વારા પરિષદના કાર્યકરોને વાતો કરવાને બદલે અમલીકરણ ઉપર ભાર મૂકવાનું દષ્ટાંરૂપ કાર્ય કરી બતાવ્યું અને પોતે વાસ્તવવાદી છે તેવું પુરવાર કર્યું. આ પરિષદનું ત્રીજું અધિવેશન ૧૯૨૫માં સોનગઢ કે ભાવનગરમાં ભરવા અંગે વિવાદ ઊભો થયો હતો. ભાવનગર રાજયના દીવાન પ્રભાશંકર પટ્ટણીએ આ પરિષદ ભાવનગરને બદલે સોનગઢમાં ભરવા સૂચવ્યું હતું કારણ કે ભાવનગરમાં ભરવાથી બાળ મહારાજાની ગાદી જોખમમાં આવી પડે એવી તેમને આશંકા હતી. તેથી ભાવનગરમાં આ પરિષદ ભરવા અંગે તેમણે મનાઈ હુકમ કર્યો. બીજી બાજુ ભાવનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના કાર્યકરો મનાઈ હુકમનો ભંગ કરી સત્યાગ્રહ કરીને પરિષદ ભાવનગરમાં જ ભરવાનું મંતવ્ય ધરાવતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગાંધીજીની સૂચનાથી સૌરાષ્ટ્રના રાજયોમાં રસ લેવા આવ્યા હતા. તેમણે પણ આ મનાઈ હુકમનો ભંગ કરીને ભાવનગરમાં જ પરિષદ ભરવા માટે સંમતિ અને સલાહ આપી હતી. પરંતુ અંતે આ પરિષદનું પ્રમુખપદ ગાંધીજીએ સ્વીકારવાની સંમતિ આપતાં પરિષદના સ્થળનો વિવાદ શમી ગયો અને શ્રી પટ્ટણીએ ભાવનગરમાં પરિષદ ભરવા સામેનો મનાઈ હુકમ પાછો ખેંચી લીધો. આ સમયે ગાંધીજી કેંગ્રેસના પણ પ્રમુખ હતા તેથી થોડા સમય માટે કાઠિયાવાડ રાજકીય પરિષદે રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કર્યું. આ પરિષદમાં રાજકોટના રાજવી લાખાજીરાજની પ્રજાહિતની કામગીરીને બિરદાવવા માટે માનપત્ર આપવામાં આવ્યું હતું. ગાંધીજીના પિતા રાજકોટ રાજ્યના દીવાન રહી ચૂક્યા હતા. તેથી ગાંધીજીએ રાજકોટ રાજય સાથેના સંબંધોને ધ્યાનમાં લઈ પોતે પરિષદ પ્રમુખ હોવા છતાં લાખાજીરાજને અપાયેલા માનપત્રનું વાંચન થયું ત્યાં સુધી પોતે ઊભા રહીને પોતાની લાખાજીરાજ પ્રત્યેની આદરની લાગણી વ્યક્ત કરી હતી. આ પરિષદમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલે હાજર રહી અસરકારક ભાષણ કરી તેની કામગીરીમાં સક્રિય ભાગ લીધો હતો. ઈ.સ. ૧૯૨૮માં પોરબંદરમાં આ પરિષદનું ચોથું અધિવેશન ઠક્કરબાપાના પ્રમુખપદે મળ્યું હતું તેમાં પણ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ પરિષદમાં જ ગાંધીજીએ કહેલું કે “આ પથિક : જાન્યુઆરી -- જૂન, ૨૦૦૫ D ૧૧૬ For Private and Personal Use Only
SR No.535532
Book TitlePathik 2005 Vol 45 Ank 04 05 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2005
Total Pages141
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy