________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રાંતની કાળીપરજ' નામનો ગ્રંથ ઈ.સ. ૧૯૦૧માં પ્રસિદ્ધ કર્યો હતો. તે મુજબ આદિવાસીઓ જંગલના ભાગમાં ડુંગરાની ટેકરીઓ ઉપર, ખીણોમાં અને મેદાનોમાં છૂટાછવાયા ઝૂંપડાં બાંધીને રહેતા હતા. તેઓ પાટીદાર તેમજ અનાવિલ બ્રાહ્મણોનાં ખેતરોમાં વંશપરંપરાગત ગુલામો તરીકે ખેતરો ખેડતા. આ પ્રકારની “હાળીપ્રથા” એવી તો જડબેસલાક હતી કે ખાસ કરીને દુકાળનાં વર્ષો દરમિયાન જો કોઈ હાળી ત્રાસમાંથી મુક્ત થવા પોતાનું ઝૂંપડું છોડીને નાસી જાય તો તેને પોલીસો પકડી પાડીને સખતમાં સખત સજા કરતા અને તેની સોંપણી તેના “ધણીયામાં” (માલિક) કરતાં. તેઓ કોદરા, બાવટો, બંટી અને નાગલી જેવાં હલકાં ધાન અને કંદમૂળ તેમજ માંસ પર તેમનું અસ્તિત્વ ટકાવી રાખતા હતા. પારસી પીઠાવાળાઓએ દારૂનો પ્રચાર કરીને તેમનું ઘણું શોષણ કર્યું હતું. આવા સંજોગોમાં ગાંધીયુગ પહેલાં તેમનામાં શરૂ થયેલું ભગત આંદોલન સાચે જ મહત્ત્વના સીમાચિહ્નરૂપ હતું.
આદિવાસીઓની જીવનશૈલી :
આદિવાસીઓ અત્યંત ગરીબ હોવા છતાં તેઓ પોતાની રીતે વાર-તહેવારો અને ઉત્સવો માણવાનું ચૂકતા નહીં. હોળી, નવરાત્રી, દિવાળી અને જન્માષ્ટમી જેવા ઉત્સવો તેઓ ઊજવતા. આ દૃષ્ટિએ તેમનું નીચેનું લોકગીત અત્રે પ્રસ્તુત છે :
“હોળી આવી રૂમઝૂમ' બારા મહિને આવી હોળી રૂમઝૂમ, જીવ્યા તો આગળ હોળી રૂમઝૂમ, મર્યા તો ભઈ હોળી રૂમઝૂમ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરોક્ત ગીત જાણે કે તેમનામાં ગર્ભિત રીતે રહેલા “અસ્તિત્વવાદ”નું સૂચન કરે છે. મૃત્યુ પછી કાંઈ જ નથી, અને જીવન માણવા માટે છે - એ પ્રકારની જીવનશૈલી આ ગીત દ્વારા આબેહૂબ રીતે વ્યક્ત થઈ છે. હવે બીજું ગીત જોઈએ. આ ગીત આદિવાસી પ્રેમીઓના સંવાદરૂપે છે. ખાસ કરીને દુબળા, ચોધરા અને ગામીતો તે ગાતા. તે મુજબ યુવક અને યુવતીને વાડીઓમાં હરીફરીને પ્રેમ તો કરવો છે, પણ તેમને ભય છે કે વાડીના છોડ જો તૂટી જશે તો સરકાર આપણને માર મારશે, મરચાં અને લસણની વાડીમાં તેમને ફરવાનું મન છે, પણ પોલીસનો ભય છે. આમ છતાં દંડ ભરીને પણ યુવક અને યુવતી વાડીમાં રાત વિતાવવાની ઇચ્છા ધરાવે છે. ઊર્મિપ્રધાન આ ગીત નીચે મુજબ છે :
“સરકારને દંડ ભરીને પણ વાડીમાં ઘૂમીશું”
ઓ સેલ મીરચ્યા વાડીમાં રાત રયનોરો; ઓ સેલ મીરચ્યો તૂટ્યો તો દોંડ બેઠો રે; ઓ સેલ પચાહ માગી તો હોવ દેહું રે. ઓ સેલ કાંદા વાડીમાં રાત રયનોરો; ઓ સેલ કાંદો તૂટ્યો તો ક્રોંડ બેઠો રે; ઓ સેલ ચાળી માગી તો એંસી દેહું રે. ઓ સેલ ગંદલી વાડીમાં રાત રયનોરો; ઓ સેલ ગંદલી તૂટી તો દોંડ બેઠો રે; ઓ સેલ તીસ માગી તો ચાળી દેહું રે.
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ D
For Private and Personal Use Only
૧૧૦