________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઑફ ઇંગ્લેન્ડ'ના અનુવાદ મરાઠીમાં અનુક્રમે ‘રાજધર્મ’ અને ‘ઇંગ્લેન્ડદેશાચા વિસ્તાર' કર્યો હતો. સરદેસાઈએ સ્વયં સ્વીકાર્યું હતું કે આ બંને પુસ્તકોનો અનુવાદ નબળો સિદ્ધ થયો પણ આ કાર્યથી પ્રાપ્ત કરેલ અનુભવના કારણે જ તેઓ 'રિયાસતકાર' બની શક્યા હતા. આ માટેનો શ્રેય તેઓ સયાજીરાવને આપે છે. (સરદેસાઈ, પૃ. ૧૬).
રિયાસત ગ્રંથો :
સરદેસાઈએ પોતાના શાહી વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ મરાઠા ઇતિહાસનું નિરૂપણ કરતા ગ્રંથોની રચના મરાઠી સાધનોમાંથી ઉપલબ્ધ થતી માહિતીના આધારે મરાઠી ભાષામાં કરી હતી. આ ગ્રંથોને વડોદરાના ‘સયાજી વિજય’એ પ્રસિદ્ધ કર્યા હતા. આ ગ્રંથોની રચના માટે મરાઠી સાધનોમાંથી પ્રાપ્ત માહિતીને અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ સાધનોમાંથી પ્રાપ્ત માહિતી સાથે સરખાવી હોવાનો દાવો ડૉ. એસ. કે. મુખોપાધ્યાયને શંકાસ્પદ લાગે છે. સરદેસાઈને અંગ્રેજી સિવાય અન્ય કોઈ બીજી યુરોપીય ભાષા તથા ફારસી ભાષાનું જ્ઞાન ન હતું. એમના ૧૮૯૮માં પ્રસિદ્ધ થયેલ મુસલમાની રિયાસતના બે ગ્રંથોમાંથી પ્રથમમાં હિંદના મુસ્લિમ વિજયથી માંડીને ૧૫૨૬ સુધીના અને બીજા ખંડમાં ૧૫૨૭ થી ૧૮૦૩ સુધીના ઇતિહાસને આવરી લીધો છે. ૧૯૨૩માં પ્રસિદ્ધ થયેલ બ્રિટિશ રિયાસતના પ્રથમ ગ્રંથમાં ૧૬૦૦ થી ૧૭૫૭ સુધીની તથા ૧૯૩૯માં પ્રસિદ્ધ થનાર બીજા ખંડમાં ૧૭૫૭ થી ૧૮૫૮ સુધીની ઘટનાઓનું આલેખન કર્યું છે.
ડૉ. મુખોપાધ્યાયની દૃષ્ટિએ મુસલમાની અને બ્રિટિશ રિયાસતના ગ્રંથો કરતાં મરાઠી રિયાસત ગ્રંથો વધુ સારા છે. ડૉ. જદુનાથ સરકારના મંતવ્ય પ્રમાણે એમાં ‘રિયાસતકાર' દ્વારા સાધનોમાંથી પ્રાપ્ત માહિતીને ચોકસાઈપૂર્વક એકત્રિત કરવામાં આવેલ છે પણ તેમનામાં મરાઠીમાં ઉપલબ્ધ મૌલિક સાધનો સિવાય અન્ય સાધનોના જ્ઞાનનો અભાવ જણાય છે. તે સાધનોનો નિર્દેશ કરે છે પણ એ સાધનોની વિશ્વસનીયતાનું વિશ્લેષણ કરતા નથી. ડૉ. વસંત ડી. રાવના મતે જો તેઓએ સાધનોની વિશ્વસનીયતાની કાળજીપૂર્વક તપાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો તેઓ વધુ સારો ઇતિહાસ આપી શક્યા હોત. સરદેસાઈએ ‘રિયાસત’નાં પ્રકરણો તથા વિભાગોને શીર્ષક ખૂબ જ અર્થપૂર્ણ અને નિરૂપણને અનુરૂપ આપ્યાં છે, દા.ત., સામ્રાજ્યનિર્માતા શિવાજી, પવિત્ર શાહુ.
મરાઠાઓનો નવીન ઇતિહાસ :
૮૦ વર્ષની આયુએ રિયાસતકાર સરદેસાઈએ મરાઠી રિયાસતના ૮ ગ્રંથોના આધાર પર અંગ્રેજીમાં ‘New History of Marathas'ના ત્રણ ગ્રંથોની રચના કરી હતી. આમાં મરાઠાઓના ઉદયથી માંડીને એમના પતન સુધીના ઇતિહાસનું આલેખન કર્યું છે. મરાઠાઓના નવીન ઇતિહાસના પ્રથમ ભાગમાં સરદેસાઈએ ૧૬૦૦ થી ૧૭૦૭ સુધીની ઘટનાઓને સમાવી છે. આ ભાગમાં તેમણે શાહજીના સમયના મહારાષ્ટ્ર, શિવાજીની સફળતા અને શિવાજીના મૃત્યુ બાદ સમ્રાટ ઔરંગઝેબના મૃત્યુ સુધીના સમય દરમિયાન મહારાષ્ટ્ર સ્વતંત્રતા માટે કરેલ સંઘર્ષોનું મૂલ્યાંકન કર્યું છે. બીજા ભાગમાં મરાઠા સત્તાના વિસ્તારના (૧૭૦૭ થી ૧૭૭૨) ઇતિહાસનું આલેખન કર્યું છે. ડૉ. મુખોપાધ્યાયના મતે સરદેસાઈએ શાહુના સમયના ગૃહયુદ્ધને વિશેષ ન્યાય આપ્યો નથી. ગૃહયુદ્ધનું વિવરણ ફક્ત બે પાનાંમાં જ આપ્યું છે. પેશ્વા બાલાજી વિશ્વનાથ અને પેશ્વા બાજીરાવ પ્રથમની ઉત્તર તરફની વિસ્તારવાદી નીતિ અને સફળતાઓની સરદેસાઈએ ખૂબ પ્રશંસા કરી છે. સરદેસાઈની દૃષ્ટિએ ૧૭૬૧ના પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓના થયેલ પરાજય એક મોટી આપત્તિ પુરવાર થઈ ન હતી, અને પેશ્વા માધવરાવના સમયમાં મરાઠાઓએ ઉત્તર હિંદમાં પોતાનું વર્ચસ્વ પુનઃસ્થાપિત કર્યું હતું.
સરદેસાઈએ ત્રીજા ભાગ - ‘મહારાષ્ટ્રનો સૂર્યાસ્ત’માં (૧૭૭૨-૧૮૪૭) મરાઠાઓના પતન માટેનાં
પથિક : જાન્યુઆરી - જૂન, ૨૦૦૫ D ૧૦૪
For Private and Personal Use Only