________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરમ્યાન, કચ્છના પ્રખર ગાંધીવાદી અને રાજકીય જીવનના અગ્રણી એવા કાંતિપ્રસાદ ચન્દ્રશંકર અંતાણી (૧૯૦૨-૮૬)ના પ્રયાસથી ૧૯૨૧માં કચ્છ જિલ્લાનો સિંધ પ્રાંતમાંથી ગુજરાતમાં સમાવેશ કરાયો. પ્રારંભથી જ તેઓ કચ્છના સ્વાતંત્ર્ય સંગ્રામની લડતોમાં સતત સક્રિય રહેલા. સરદાર વલ્લભભાઈ પટેલ (૧૮૭૫-૧૯૫૦) સમક્ષ લીધેલાં સેવાવ્રતોને આજીવન વળગી રહ્યા અને મુંબઈ વિધાનપરિષદનું સભ્યપદ (૧૯૫૬) પણ ટાળ્યું. 'મહાદેવભાઈ દેસાઈ (૧૮૯૨-૧૯૪૨)ની ડાયરીમાં પણ શ્રી અંતાણી ઉલ્લેખ પામ્યા છે. દાંડીકૂચમાં કચ્છના સૈનિકો :
ભારતના આઝાદી-જંગમાં “દાંડી કૂચ” (૧૨મી માર્ચથી પમી એપ્રિલ, ૧૯૩૦) ઐતિહાસિક સ્થાન ધરાવે છે. દાંડી(જિ. નવસારી)ના દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને સવિનય કાનૂન ભંગની ચળવળ ઉપાડનાર મહાત્મા ગાંધીની સાબરમતી આશ્રમ(અમદાવાદ)થી દાંડી સુધીની ૨૪૧ માઈલ (એટલે કે ૩૮૬ કિ.મી. લાંબી એ ઐતિહાસિક યાત્રામાં ભારતભરમાંથી માત્ર ૮૧ સૈનિકો પસંદ કરાયા હતા. તેમાંથી કચ્છની સાત વ્યક્તિઓ ભારતીય ઇતિહાસની આ ભવ્ય ઘટનાની સાથીદાર બની હતી તેનાં નામો.... ૧. જયંતીલાલ નભુભાઈ પારેખ (આશ્રમની શાળાના વિદ્યાર્થી, વય ૧૮), ૨. જેઠાલાલ વીરજી રૂપારેલ (ખાદી ખાતામાં, વય ૨૫). ૩.
ડુંગરશીભાઈ કચરાભાઈ (ખાદી કાર્યકર્તા, વય ૨૭). ૪. નારાણજી નેણશી ઠક્કર (ઉત્કલમાં ખાદી કાર્યકર્તા હતા, વય ૨૨). પ. પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આશર (આશ્રમની શાળાના વિદ્યાર્થી, વય ૧૯) ૬. મગનભાઈ વોરા (ઉત્કલમાં ખાદી કાર્યકર્તા, વય ૨૫). ૭. માધવજી વીરજી ઠક્કર (લંડનમાં ફત્તેહમંદ વેપાર ખેડેલો, કલકત્તામાં ધીકતો ધંધો છોડી આશ્રમમાં
જોડાયેલા, વય ૪૦). ગાંધીજીનો કચ્છ-પ્રવાસ :
૧૯૨૫માં સરદાર પટેલ સાથે મહાત્મા ગાંધીજીની કચ્છ-યાત્રાથી કચ્છની સ્વાતંત્ર્ય-તવારીખમાં ચેતન અને વેગ આવ્યાં હતાં. માનસંગભાઈ કચરા સ્વાગત મંડળના પ્રમુખ હતા. ૨૨મી ઑકટોબરથી ૪થી નવેમ્બર (ચૌદ દિવસો સુધી ગાંધી-સરદાર કચ્છમાં રહ્યા હતા ત્યારે એમની સાથે રહેલા આગેવાનો ગુલાલશંકર ધોળકિયા, કાંતિપ્રસાદ અંતાણી અને પ્રભુલાલ ધોળકિયાને છૂતાછૂતના પ્રશ્ન “નાતબહાર થવાની સજા' મળી હતી :
ગાંધીજી કચ્છ આવ્યા તે પૂર્વે અને પછી મુંબઈ કે અન્યત્ર વસતા ઘણા કચ્છીઓ ગાંધીરંગે રંગાયા હતા. મહાત્માજીને કચ્છ તેડી લાવનાર ઓરિસ્સા સ્થિત જીવરામ કલ્યાણજી કોઠારી(કોટડા-રોહા)એ તે જમાનામાં બે લાખ રૂપિયાનું અનુદાન ગાંધી-ચરણે ધર્યું હતું. તો, મુંબઈ ખાદી પ્રવૃત્તિના જનક અને કચ્છના ભીમાણી ખાદી સંઘના સ્થાપક એવા કાકુભાઈ ઉર્ફે પુરુષોત્તમ કાનજી સંપટે વિદેશી કાપડની હોળી (૧૯૨૧)માં પોતાનાં વસ્ત્રો હોમી દીધેલાં.
તો, મુંબઈ સ્થિત અનેક કચ્છી અગ્રણીઓ ભારતની સ્વાતંત્ર્ય ચળવળો અને કચ્છની લોકલડતોના સહયોગીઓ તરીકે આગળ રહ્યા હતા. શેઠ વેલજી લખમશી નપુ અને શેઠ ઉમર સોબાની કોંગ્રેસના ‘ટિળક સ્વરાજ્ય ફાળા'ના ખજાનચી હતા. એમાંના વેલજી લખમશી નપુ મુંબઈ કચ્છી વેપારી આલમના સંગઠક, કચ્છના રાજકારણનાં મુંબઈમાં મંડાણ કરનાર, કરછ પ્રજા સંઘના મંત્રી તરીકે કચ્છ અને મુંબઈમાં તેના સંયુક્ત સ્વરૂપના પ્રેરક અને અખિલ ભારત કેંગ્રેસ કારોબારીના ખજાનચી રહ્યા હતા.
પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૪૧
For Private and Personal Use Only