SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ તેથી વિશેષ કાંઈક હતું.” દયાનંદ સરસ્વતીનું મૂલ્યાંકન કરતાં આર્યસમાજીસ્ટ નરેન્દ્ર દવે વધુમાં જણાવે છે કે, “દયાનંદ એ રાજા રામમોહનરાયથી લઈને છેક વિવેકાનંદ સુધીની સુધારકોની શ્રેણીના મહાપુરુષ હતા. દયાનંદ ક્રાંતિકારી સાથે યુગપ્રવર્તક સમાજસુધારક હતા. ઇતિહાસકારો દયાનંદનું માત્ર એક પ્રકારના સુધારક તરીકે મૂલ્યાંકન કરે છે તે અધૂરું અને છીછરું છે. સ્વામી દયાનંદે સ્થાપેલી આર્યસમાજની સંસ્થાની અનેક શાખાઓ આજે સમગ્ર દેશમાં કાર્યરત છે. આ તબક્કે દયાનંદે પોતાનાં વિચારો અને લખાણોના રક્ષણાર્થે રચેલી “પરોપકારી સભા'ની નોંધ પણ લેવી જોઈએ. આર્યસમાજે ઈશ્વરની ઉપાસના, કન્યાકેળવણી, બાળલગ્ન સામે પ્રતિબંધ, વિધવાવિવાહ, દહેજનાબૂદી, દલિતોદ્ધાર, જેવાં અનેક પ્રસંશનીય કાર્યને લગતી પ્રવૃત્તિઓ આરંભી છે. આ પ્રવૃત્તિઓના સંકલન અર્થે દયાનંદ પ્રેરિત પ્રાચીન પરંપરા અનુસારનાં ગુરુકુલો, કન્યાશાળાઓ, વિધવાગૃહો, અનાથાશ્રમો, રુગ્ણાલયો વગેરેનું સુંદર આયોજન જોવા મળે છે. હરદ્વાર પાસે આવેલું પ્રસિદ્ધ “કાંગડી ગુરુકુલ' પશ્ચિમની અને પ્રાચીન વૈદિક પદ્ધતિએ શિક્ષણ આપતું એક સુવિખ્યાત ગુરુકુલ છે. ઈ.સ. ૧૮૮માં લાહોરમાં “દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના થઈ હતી. આ પણ આર્યસમાજની એક દેણગી ગણાવી શકાય. ગુજરાતમાં ભાવનગર પાસે સોનગઢમાં, તેમ જ પોરબંદરમાં પણ આવાં ગુરુકુળોની સ્થાપના ક્રાંતિવીર - ક્રાંતિગુરુ દયાનંદજીએ કરી હતી. .સ. ૧૮૮૩માં સ્વામી દયાનંદના નિર્વાણ બાદ આર્યસમાજની પ્રવૃત્તિઓને વિકસાવવામાં લાલા લાજપતરાય, લાલા હંસરાજ અને પંડિત ગુરુદત્તની સેવાઓ નોંધપાત્ર ગણાવી શકાય. આર્યસમાજની સ્થાપના કે રચના પૂર્વે ઈ.સ. ૧૮૧૪માં રાજા રામમોહનરાય સ્થાપિત બ્રહ્મોસમાજ (જૂનું નામ આત્મીય સભા) તેમજ ઈ.સ. ૧૮૬૭માં ન્યાયમૂર્તિ રાનડે, ભાંડારકર, પાંડુરંગ (મહારાષ્ટ્રીયન ત્રિપુટી) સ્થાપિત પ્રાર્થનાસમાજ મોટે ભાગે પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રેરિત થયેલી અને નર્યા બુદ્ધિજીવી વર્ગ પૂરતી સીમિત સંસ્થા હતી. જયારે આર્યસમાજે આમ જનતાના વિશાળ સમુદાયને પોતાની પ્રવૃત્તિમાં સામેલ કરી લોકચાહના પ્રાપ્ત કરી હતી. આર્યસમાજની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર પંજાબ અને ઉત્તર પ્રદેશ રહ્યું હતું. આજે સ્વામી અગ્નિવેશ જેવા આર્યસમાજી “સંઘર્ષ જારી રહેગા' દ્વારા શોષણ સામે જે અવિરત સંઘર્ષ ખેલી રહ્યા છે તે પ્રસંશનીય છે. પ્રાર્થનાસમાજ અને બ્રહ્મોસમાજ કરતાં જનહદયમાં આર્યસમાજ અને તેની પ્રવૃત્તિઓએ મહત્ત સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહર્ષિ દયાનંદજીને અંજલિ આપતાં મહાત્માજીએ કહેલું કે, “હું ભારતમાં જ્યાં જયાં ગમન કરું છું ત્યાં ત્યાં મહર્ષિ દયાનંદના વખતમાં જે પાખંડ વહેમ અને અંધશ્રદ્ધા હતાં, તે આજે પણ એક યા બીજા સ્વરૂપે અકબંધ દયાનંદનાં અધૂરાં કાર્યોને પૂર્ણ કરવાં આપણે પ્રયત્નશીલ બનીએ તે જ ક્રાંતિગુરુને ખરી-સાચી અંજલિ આપેલી ગણાશે. પથિક વૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૩૫ For Private and Personal Use Only
SR No.535523
Book TitlePathik 2004 Vol 44 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2004
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy