SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિયર્સની આગેવાની હેઠળના પોલીસોએ આ સ્વયંસેવકો ઉપર આક્રમણ કરતાં તેમાં કેટલાક ઘાયલ થયા હતા, જેમાં વૈદરાજ ચીમનલાલ મોખરે હતા. માંડલમાં સભા, સરઘસ અને પકડાપકડી જેવાં કાર્યોની વાત સાંભળીને દેશના નેતાઓ આવતા અને માંડલની પ્રજામાં ઉત્સાહને વધારતા હતા. આમાંના કેટલાક સ્વયંસેવકોએ જેલ યાત્રાઓ ભોગવીને દેશની આઝાદીના જંગમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.] ઈ.સ. ૧૯૩૧માં પ્રથમ તાલુકા પરિષદ ભરાઈ હતી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પધાર્યા હતા. અને શાળાની મુલાકાત લઈને કહ્યું હતું કે માંડલ તો રણમાં એક મીઠી વીરડી જેવું સ્થાન છે. હરિપુર કેંગ્રેસમાં અધિવેશનમાં “માંડલના ૧૫૦ સ્વયંસેવકોએ તેમાં ભાગ લીધો હતો. માંડલની પ્રજાએ રાષ્ટ્રીય આઝાદીના દરેક કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ બતાવ્યો હતો. પછી તે બંગભંગની ચળવળ હોય કે ૧૯૪૨ની 'હિંદ છોડો' ચળવળ કે પછી ખિલાફત આંદોલન હોય તે સર્વમાં ઉમંગથી રાષ્ટ્રીય ભાવના દાખવી હતી. આ બધી તપસ્યાઓના ફળ રૂપે આઝાદી આવી ત્યારે માંડલવાસીઓના આનંદનો પાર નહોતો. એ આનંદમાં એમણે આખું ગામ શણગાર્યું અને બાળકોને જમણ આપ્યું હતું, જનતામાં મિઠાઈઓ વહેંચી, ૧૯૪૭ના ઑગસ્ટની ૧૪મીની રાત્રે ૧૨ વાગ્યે અતિભવ્ય મશાલ-સરઘસ કાઢી જીવવાની ધન્યતા માણી. એમાં હરિજન, ભંગી, વાઘરીથી માંડી સમાજના સર્વ વર્ગનાં બાળકો, સ્ત્રીઓ, પરષો, વૃદ્ધો વગેરે લોકોએ ખભેખભા મિલાવી ભાગ લીધો હતો. કારણ કે દરેકના હૈયામાં આઝાદીનો એક જ ધબકાર ચાલી રહ્યો. આથી આઝાદીનો સૂર્ય ઊગતાં ઑગસ્ટની ૧૫મીએ ૬૨-૬૨ બળદની જોડીથી હંકારાતા રથમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરી લોકોએ જે ભવ્ય સરઘસ કાઢ્યું અને ઘેર ઘેર તોરણો બાંધી લાપસીઓ રાંધી, એ માંડલના ઇતિહાસમાં અવિસ્મરણીય રહેવા સર્જાયેલો એક અદ્ભુત પ્રસંગ હતો. આમ ઈ.સ. ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મીએ દેશ આઝાદ થતાં માંડલ પ્રદેશમાં આજે સીધો ભારત સરકારનો અમલ ચાલે છે. માંડલ આધુનિક યુગમાં પ્રવેશતાં તેની પ્રગતિની દષ્ટિએ જોઈએ તો ઈ.સ. ૧૯૪રમાં પંચાયત, ઈ.સ. ૧૯૫૮માં બાળક્રીડાગણ અને બોટિંગ તથા ૧૯૬૦માં રાષ્ટ્રીય શાળાનું નવું મકાન બંધાવ્યાં. (શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર, માંડલ) ૧૯૬૩માં નાડોદા રાજપૂત છાત્રાલય, બાલમંદિર, નવું બોટિંગ તથા ૧૯૬માં વીજળી આવી. ૧૯૬૯માં સંતશ્રી રામાનંદ સરસ્વતી ધ્યાનમંદિર તેમજ ૧૯૫૭માં મદરેસાનું વિશાળ મકાન બંધાયું." બાકી આજના વૈજ્ઞાનિક યુગમાં વિશ્વની દોડ સાથે ભૌતિક પ્રગતિ અમુક અંશે તો થઈ છે પણ માનવજીવનની ખરી પ્રગતિ તો શ્રમ, સહકાર અને સંપપૂર્વક કામ કરવામાં અને એ રીતે માનવ હૈયામાં ધબકતી ભક્તિ ભાવના અને પ્રેમની લાગણીઓને વિકસાવવામાં રહેલી છે. માંડલની ખરી મહત્તા તો એની ગતિશીલતા અને જગતના પ્રવાહો સાથે દોડવાની અને નિત્ય પરિવર્તન પામતા સંસારને અનુરૂપ જીવન ગોઠવવાની એની આવડતમાં છે. માંડલની પ્રજામાં જે કંઈ પ્રાણશક્તિ છે, તેજસ્વિતા છે, થનગનાટ છે એની પાછળ એની આ જ વિશિષ્ટ પ્રકૃતિ કામ કરી રહી છે. એથી ક્યારેક શરૂ શરૂમાં નિષ્ફળતા મળવા છતાં દરેક ક્રાંતિનો મંગલ ઘોષ પ્રથમ અહીંથી જ ઊઠતો રહ્યો છે. માંડલ વિશે અંતમાં આ પંક્તિ દ્વારા આ લેખ સમાપ્ત કરું છું “અણિ માંડવ્ય ઋષિની છે તપોભૂમિ, વનરાજ ચાવડાની વીરભૂમિ, મૂળરાજ સોલંકીની છે ધર્મભૂમિ, વસ્તુપાળ-તેજપાળની છે જન્મભૂમિ, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, માગધી કોષકાર પંડિત હરગોવિન્દદાસજી, શ્રી ન્યાયવિજય, શ્રી શાંતિ પ્રસારજી મહારાજની છે જ્ઞાનભૂમિ, શ્રી રામાનંદ સરસ્વતી સ્વામીની છે કર્મભૂમિ, ગાંધીયુગની છે સત્યાગ્રહ ભૂમિ, નવયુગની છે પ્રેરણાભૂમિ, માંડલજનોની છે પુણ્યભૂમિ.” પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ p ૨૬ For Private and Personal Use Only
SR No.535523
Book TitlePathik 2004 Vol 44 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2004
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy